આ રીતે કરો લીંબૂનો ઉપયોગ, અને દૂર કરો ચહેરા પરના ખીલ અને ડાઘા ધબ્બા…

ગ્લોઇંગ અને સ્મૂધ સ્કિન મેળવવી સરળ કામ નથી. સ્મુધ સ્કિન મેળવવા તેમજ સ્કિન પર ગ્લો લાવવા માટે અનેક ઘણી મહેનત કરવી પડે છે. જો કે પોતાની સ્કિનની બરાબર કેર ના કરી શકવા પાછળનું એક કારણ આજની આ વ્યસ્ત લાઇફસ્ટાઇલ છે. મોટાભાગના લોકો આ સમયમાં વર્કિંગ થઇ ગયા છે. આખો દિવસ વ્યસ્ત રહેવાને કારણે આજના સમયમાં લોકો પોતાના પર પૂરતુ ધ્યાન આપી શકતા નથી.

image source

ત્વચાની દેખભાળ કરવા માટે તેની પાછળ પૂરતુ ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. આ સાથે જ અનેક લોકો સ્કિન પર અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવીને પોતાના ફેસને ચમકદાર રાખતા હોય છે. આમ, જો તમારા ચહેરા પર પણ કાળા ડાઘા, પિંપલ્સ તેમજ બીજી અનેક પ્રકારની સમસ્યાઓથી તમે હેરાન-પરેશાન થઇ ગયા હોય અને તમે તેને દૂર કરવા ઇચ્છતા હોવ તો લીંબૂનો આ અલગ-અલગ રીતે ઉપયોગ કરો. લીંબૂ સ્કિન ટોનર માટે કારગર સાબિત થાય છે. તો જાણી લો કેવી રીતે લીંબૂ તમારી સ્કિનને કરશે ફાયદો.

લીંબૂનો રસ

image source

આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બે લીંબૂ લઇને તેમાંથી બધો રસ કાઢી લો. ત્યારબાદ આ રસને ચહેરા પર લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ચાર વાર કરવાનો રહેશે. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમારા ચહેરા પરના ડાઘા ધબ્બા દૂર થઇ જશે અને તમારી સ્કિન પંદર જ દિવસમાં એકદમ ગ્લો કરવા લાગશે.

લેમન સ્ક્રબ

image source

ચહેરા પર સ્ક્રબિંગ કરવુ ખૂબ જ જરૂરી છે. સ્ક્રબ કરવાથી ચહેરા પર જામી ગયેલી ગંદકી દૂર થઇ જાય છે અને ચહેરો એકદમ ક્લિન થાય છે. આ સાથે જો તમે લેમન સ્ક્રબનો યુઝ કરો છો તો ડાઘા-ધબ્બા તેમજ ખીલ પણ ઝડપથી દૂર થાય છે. જો તમે ઘરે જાતે જ લીંબૂની એક સ્લાઇસ કટ કરીને તેને ચહેરા પર 10 મિનિટ સુધી ઘસો છો તો પણ તે સ્ક્રબિંગ જેવુ જ કામ કરે છે.

image source

આમ, આ પ્રોસેસ કર્યા પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. જો તમે આ રીતે રેગ્યુલરલી તમારા ફેસ પર સ્ક્રબિંગ કરશો તો તમે અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકશો. આ સાથે જ તમને જણાવી દઇએ કે, આ રીતે લીંબૂની એક સ્લાઇસ લઇને જો તમે દરરોજ તમારી કાળી પડી ગયેલી કોણી તેમજ ઢીંચણ પર ઘસો છો તો તે કાળાશ ધીરે-ધીરે દૂર થાય છે અને સ્કિનમાં વ્હાઇટનેસ આવે છે.

લીંબૂ અને ઇંડાનો માસ્ક

image source

આ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક ઇંડુ લો અને તેમાંથી સફેદ ભાગ કાઢી લો. ત્યારબાદ તેમાં એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરી દો. તો તૈયાર છે લીંબૂ અને ઇંડાનો માસ્ક. જો તમે ઇચ્છો તો આ માસ્કમાં મધ પણ એડ કરી શકો છો. જો તમારા ચહેરા પર કાળા ડાઘા ધબ્બા તેમજ ખીલ જેવી બીજી અનેક સમસ્યાઓથી તમે કંટાળી ગયા છો અને તેને દૂર કરવા ઇચ્છો છો તો આ માસ્ક તમારા માટે એકદમ બેસ્ટ છે. આ માસ્ક તમારે સતત પંદર દિવસ સુધી લગાવવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ