લીંબુ જેટલું ગુણકારી છે તેટલું જ નુકશાન કારક પણ છે અમુક રોગોમાં! વાંચો અને શેર કરો

નીંબુને કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો સમાયેલા હોય છે. આ ઉપરાંત લીંબુ ચહેરાથી માંડીને પગના નખ સુધીના તમામ રોગો માટે ખુબ જ ગુણકારી છે.  આપણે બધા એ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ગ્લાસ ગરમ પાણીમાં નીંબુ અને મધ મેળવીને સવારે ખાલી પેટે પીવાથી અનેક ફાયદા થાય છે. નિષ્ણાંતોનું પણ માનવું છે કે રોજ એક ગ્લાસ નીંબુ પાણી પીવામાં આવે તો ચહેરાની ત્વચા ચમકદાર બનવાની સાથે બોડી પણ ફિટ રહે છે. તો આજે જાણી લો શરીર માટે ઉત્તમ ઔષધી તરીકે લેખાતા નીંબુના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અને નુકસાન વિશે, કારણ કે કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ જો એક હદ કરતા વધારે લેવામાં આવે તો તે હાની પહોંચી શકે છે. તો હવે નીંબુ પાણી પીવો પણ સાવચેતીથી અને અન્ય માહિતી માટે વાંચતા રહો આગળ….

સો ગ્રામ લીંબૂમાં આશરે પોષક તત્વ હોય છે :

કેલોરી – ૫૭.૦ મિલીગ્રામ
કેલ્શિયમ – ૭૦.૦ મિલીગ્રામ
લોહ તત્વ – ૨.૩ મિલીગ્રામ
પ્રોટીન – ૧.૦ મિલીગ્રામ
નૈઅસિન – ૦.૧ મિલીગ્રામ
વિટામીન સી – ૩૯.૦ મિલીગ્રામ

નીંબુ પાણી બનાવવાની યોગ્ય રીત

સામગ્રી

૩ કપ પાણી
૫-૬ નીંબુ
૨ ચમચી મધ

રીત

નીંબુનાં ટૂકડા કરીને પાંચ મીનીટ માટે પાણીમાં ઉકળવા દો

ત્યાર બાદ પાણીને ઠંડુ થવા દો

હવે, નીંબુને થોડા નીચોવીને કાઢી લો અને પાણીને ગાળીને એક સાફ વાસણમાં મૂકો

આ પાણીને તમે પછી વાપરવા માટે સંગ્રહીને રાખી શકો છો

જ્યારે તમે આ પાણી પીવો છો ત્યારે તેને થોડું નવસેકુ કરીને અને એક ચમચી મધ મિક્સ કરીને લેજો

નીંબુ પાણી પીવાથી થતા ફાયદા

મધ, નીંબુ અને ગરમ પાણીનું રોજ સવારે સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ સારું રહે છે. તેનાથી શરીરનું સુગર લેવલ સામાન્ય બની રહે છે. જેનાથી દિવસભર ગળ્યું ખાવાની ઈચ્છા નથી થતી. ડાયટિંગને અસરકારક બનાવવા માટે પણ તેનું સેવન ફાયદાકારક છે.

નીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. રોજ જમ્યા પછી જો તમારા મુખમાંથી વાસ આવતી હોય તો તમારે જમીને તરત જ એક લીંબુ ચુસી લેવું જોઇએ.

મધ અને નીંબુનું નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મધ અને નીંબુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પોષક તત્વો શરીરને સિઝન બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે.

નીંબુ પાણીમાં એન્ટીઓક્સિડેન્ટના ગુણ હોય છે. જે ત્વચામાં નિખાર બનાવી રાખે છે. જેનાથી ત્વચાના ડાઘ- ધબ્બા સાફ થઇ જાય છે.

નીંબુમાં રહેલા એસિડિક તત્વો શરીરને એનર્જીટેકી બનાવે છે જેના કારણે દિવસ દરમ્યાન કામ વધારે હોવા છતાં પણ વ્યકિત થાકતી નથી. તેમાં રહેલા ક્ષારયુક્ત દ્રવ્યો શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. રોજ થોડુ કામ કરવાથી પણ થાકી જતા લોકો રોજ એક ગ્લાસ નીંબુ પાણી પીએ તો શરીર સમય જતા વધારે સ્ફ્રુતીલું બનશે.

નીંબુમાં સમાયેલા અનેક તત્વો કેન્સર સામે લડવામાં પણ ઉપયોગી છે. તેની અંદર રહેલા એસિડિક તત્વો કેન્સરના સેલને જડમૂળથી દૂર કરવાનુ કામ કરે છે. અનેક સર્વેમાં એ વાત પણ સાબિત થઈ ચુકી છે કે રોજ એક ગ્લાસ નીંબુ પાણી બાળપણથી જ પીવામાં આવે તો તાવથી માંડીને કેન્સર જેવી બીમારીઓ હંમેશા દૂર રહે છે.

લીંબુ દાંતની પીળાશને દૂર કરે છે. જે લોકોના દાંત પીળા પડી ગયા હોય તેઓ રોજ લીંબુનો રસ દાંત પર ઘસે તો દાંત ટૂંક સમયમાં સફેદ ચમકદાર થઈ જાય છે.

નીંબુ એ સ્કિન માટે ઉત્તમ ટોનિક એટલા માટે કહેવામાં આવે છે કે તેનામાં રહેલા અમુક તત્વો ચહેરાની સુંદરતાને નિખારવામાં મદદરૂપ બને છે. નીંબુ ફ્રિ ન્યુટ્રિલાઈઝરનુ કામ કરે છે એટલે કે ત્વચા પરની જે નિસ્તેજતા હોય તે લીંબુ પાણીનુ સેવન કરવાથી આપોઆપ દૂર થઈ જાય છે. જો તેમાંય વળી મધ નાંખીને પીવામાં આવે તો ચહેરાનો વધારે નિખાર મળે છે.

નીંબુ એ આંતરડાને પણ મજબુત બનાવવાનુ કામ કરે છે. આંતરડાની અંદરના વધારાના કચરાને દૂર કરવાની પણ નીંબુમાં શક્તિ રહેલી છે. તમે જો નિયમિત પણે એક ગ્લાસ લીંબુ પાણીનુ સેવન કરો છો તો આંતરડાની બીમારીઓ પણ દૂર રહેશે.

નીંબુમાં રહેલા અનેક તત્વો ગળા સંબંધી કોઈ તકલીફ કે ઈન્ફેકશનને દૂર કરવાનુ પણ કામ કરે છે. ઘણાં લોકોને વારે ઘડીએ અવાજ બેસી જવાની સમસ્યા થતી હોય છે તે લોકો જો રોજ નીંબુ પાણી પીએ તો આ સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત ગળાના કોઈ પણ જાતના ઈન્ફેકશન નીંબુ પાણીથી દૂર થઈ જાય છે.

નીંબુ પાણીના સેવનથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તો કોલેસ્ટ્રોલનુ લેવલ પણ જાળવી રાખે છે. જે લોકોને શ્વાસની તકલીફ હોય તેમના માટે પણ નીંબુ એક સારામાં સારો કુદરતી ઉપચાર છે.

દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ કુણા પાણીમાં એક નીંબુનો રસ નાખીને પીવાથી પેટના બધા પ્રકારની સમસ્યા દૂર થાય છે.

અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં નીંબુનો રસ અને સંચળ નાખીને પીવાથી આંતરડા સાફ થાય છે.

નીંબુના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પીવાથી એડકી આવતી બંધ થાય છે.

નીંબુમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામીન સી ની ઉણપથી ‘સ્કર્વી’ નામક રોગ થાય છે. આ રોગમાં મસૂઢા પર સોજો આવી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. નીંબુનુ નિયમિત સેવન કરવાથી આ રોગથી બચી શકાય છે.

સૂતા પહેલા ગરમ પાણીમાં નીંબુનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચામાં ચમક આવી જાય છે.

નીંબુના રસની માથામાં માલિશ કરવાથી માથાની ખંજવાળ દૂર થાય છે.

વધારે પડતું નીંબુ પાણી શરીરને નુકસાન પહોંચાડે છે :

દાંતમાં ઠંડુ-ગરમ લાગવું

નીંબુમાં સાઈટ્રસ એસિડની માત્રા વધારે હોય છે, જેથી વધારે પ્રમાણમાં જો નીંબુ કે નીંબુ પાણીનું સેવન કરવામાં આવે છે તો દાંત સંવેદનશીલ બની જાય છે.

કિડની અને પિત્તાશયની સમસ્યા

એસિડિક સ્તર સિવાય નીંબુમાં એક્સલેટ પણ હોય છે. જેથી તેનાં વધારે વયરાશથી પેટમાં ક્રિસ્ટલ બને છે અને સ્ફટિકીકરણ ઓક્સલેટ પથરીનું રુપ લે છે.

ડિહાઈડ્રેશન

વધારે પડતું નીંબુ પાણી પીવાથી પેશાબ પણ વધારે આવે છે, જેનાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે. જે દિવસે નીંબુ પાણી વધુ પીવો છો, તો તે દિવસે સાદું પાણી પણ વધારે માત્રામાં પીવાનું રાખજો.

છાતીમાં બળતરા

તમને જો એસિડિટીની તકલીફ રહેતી હોય તો નીંબુ પાણી પીવું ન જોઈએ, કારણ કે નીંબુમાં કુદરતી રુપે એસિડનું પ્રમાણ વધારે હોવાથી એસિડિટીની સમસ્યાને વધારે છે.

પેટમાં ગડબળ થવી

પેટમાં ભાર લાગે અથવા વધારે ખવાઈ ગયું હોય ત્યારે આપણે નીંબુ પાણી પીતા હોઈએ છીએ, કારણ કે એસિડ ખાવાનું પચાવવામાં મદદ કરે છે. પરંતુ આ ખોટી માન્યતા છે, હકીકતમાં તો નીંબુ પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે અને તેનાથી પેટ ખરાબ પણ થઈ શકે છે.

જરુરી માહિતી

જો તમે કોઈ બીમારી કે તકલીફને દૂર કરવા માટે નીંબુ પાણી પીવો છો તો ધ્યાન રાખો કે તમને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારે કોઈ સાઈડ ઈફેક્ટ્સ તો નથી દેખાતાને, જો આવું કંઈક થાય તો તરત જ નીંબુ પાણી પીવાનું બંધ કરો. તમે ઈચ્છો તો આખાને બદલે અડધા નીંબુનું પાણી પીવો, પણ હા સાવચેતી રાખીને.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

મિત્રો, માહિતી ઉપયોગી રહી હોય તો શેર જરૂર કરજો.

 

ટીપ્પણી