લીબું-મરચાના આ ટોટકા પાછળ અંધશ્રદ્ધા નહિ, પણ વિજ્ઞાન છે…

તમારી આસપાસ દુકાનો, ઘર કે ગાડીઓ તથા અન્ય સ્થાનો પર તમે 7 લીલા મરચાની સાથે 1 લીંબુ ટીંગાડેલો જોયો હશે. અનેક લોકોને આ અટપટુ અને વાહિયાત લાગ છે. તો કેટલાક માને છે કે આ એવો ટોટકો છે જેનાથી ખરાબ શક્તિઓ આપણી આસપારથી દૂર રહે છે. તેને સામાન્ય ભાષામાં નજરબટ્ટ નામથી ઓળખવામાં આવે છે. નજરબંધ એટલે કે ખરાબ નજરથી બચાવનારું. જોકે, અનેક લોકોને વિશ્વાસ છે કે, તેનું મહત્ત્વ એક ટોટકાથી પણ બહુ જ વધીને તર્કસંગત છે. જો તમે વિચારો છો કે, આ લીંબુ-મરચાવાળો જુગાડ હંમેશાથી ટોટકાના રૂપમાં જ ઉપયોગમાં લેવતા હતો, તો આ આર્ટિકલ તમારા કામનો છે.


જૂના જમાનાની તાર્કિત બાબત

જૂના સમયમાં લોકોની પાસે દૂર જવા માટે કોઈ સવારી ન હતી, તેથી કાચા અને તૂટેલા રસ્તા પરથી સવારી કરીને નીકળવુ બહુ જ મુશ્કેલ રહેતુ હતું. તેથી તે સમયે લોકો ચાલતા જ જંગલો અને ખેતરોના રસ્તે દૂર દૂર સુધીની મુસાફરી કરી લેતા હતા. મુસાફરીમાં તેઓ હંમેશા પોતાની સાથે લીંબુ અને મરચા રાખતા હતા. તેનું પાછળ એક કારણ હતું. હકીકતમાં, બંનેનું પોતાનું એક મહત્ત્વ હતું. લાંબી મુસાફરીમાં ચાલતા કારણે માણસને હંમેશા તરસ વધારે લાગતી. તો તેઓ પાણીમાં લીંબુ નિચોડીને તેને ઘોળીને પી લેતા હતા. તેનાથી તેમની તરસ મટી જતી અને ડિહાઈડ્રશન અથવા નિર્જલીકરણના ખતરાથી બચી જતા હતા.


બીજી તરફ, મરચાનો ઉપયોગ સાપનો ડંક ઝેરીલો છે કે નહિ તેની ઓળખ કરવા માટે કરવામાં આવતો હતો. હકીકતમાં જંગલ અને ખેતમાંથી પગપાળા નીકળવાથી અનેકવાર લોકોને સાપ અને ઝેરીલા જીવોનો ડંખનો સામનો કરવો પડતો હતો. જેમ કે, તેમને કોઈ સાપ કરડતો તો તેઓ મરચા ખાઈ લેતા. જો મરચાનું તીખાપણું તેમના જીભ પર અનુભવાય, તો સાપ ઝેરીલો ન હતો અને જો જીભ પર કંઈ પણ ન અનુભવાય તો સાપ ઝેરીલો હતો તેમ માનવું. આગળ જતા લોકોની આ ધારણા ખોટી સાબિત થતી ગઈ કે, મુસાફરીમાં ખરાબ નજરથી બચાવવા માટે આ ટોટકો કામમાં આવે છે.

તે પ્રાકૃતિક કીટાણુનાશક છે


લીંબુ-મરચાને દરવાજા પર લટકાવવાની પાછળ એક તર્ક એમ પણ છે કે, જૂના સમયમાં જ્યારે પાકા ઘરો ન રહેતા, તો લોકો લીંબુ-મરચાને કુદરતી કીટકનાશકની જેમ ઉપયોગ કરતા હતા. બંનેની મિક્સ વાસથી કીટાણુ મરી જતા અથવા તો ઘરમાં પ્રવેશ કરતા ન હતા. તેથી તેમને દરવાજા પર લટકાવવામાં આવતા હતા.

દેવી લક્ષ્મી અને અલક્ષ્મી


હિન્દુ ધર્મની પૌરાણિક કખાઓ અનુસાર દેવી લક્ષ્મીને ધન-ધાન્ય અને સંપન્નતાની દેવી માનવામાં આવતા હતા. કથાઓ અનુસાર, દેવી લક્ષ્મીના એક જુડવા બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. અલક્ષ્મીને દુર્ભાગ્ય અને અનિષ્ટના દેવી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે લક્ષ્મી દેવીને પોતાના ઘરે બોલાવવા માટે અને પોતાના પર તેમની કૃપાદ્રષ્ટિ બનાવી રાખવા મીઠા પકવાન અને ફળો ચઢાવે છે. તો એમ માનવામાં આવે છે કે, અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી ચીજો પસંદ છે, આ કારણે લોકો લીંબુ અને મરચાંને એકસાથે બાંધીને દરવાજા પર ટંગાડે છે, જેથી અલક્ષ્મી ક્યારેય ઘરની અંદર પ્રવેશી ન શકે.

હકીકતમાં, કોઈ જ નથી જાણતું કે આ વૈજ્ઞાનિક ટોટકા ક્યારે આસ્થાનો વિષય બની ગયા, પરંતુ મોટાભાગના લોકો તેના પર પૂરતો ભરોસો બતાવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો હવે તમે લીંબુ મરચાનો ઉપયોગ કરવાના કે નહિ?

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ