શિયાળાનું સ્પેસીઅલ ‘લીલી તુવેર અને લીલા લસણનું શાક’ નોંધી લો બનાવવું હશે ત્યારે ઉપયોગી થશે

લીલી તુવેર અને લીલા લસણનું શાક

તુવેરના દાણા લીલવામાંથી…લીલવાની કચોરી, શાક, ખીચડીમાં વપરાય તે બધાને ખબર હશે… પણ આ ટેસ્ટી સબ્જીનો ખ્યાલ હતો??? તેમાં પણ લીલા લસણનો ઉપયોગ… નામ સાંભળીને મોમાં પાણી આવી ગયું….ચાલો આજે ઘરના સભ્યોને આ ટેસ્ટી શાક પરાઠા જોડે સર્વ કરીયે...

સામગ્રી

1.5 બાઉલ તુવેરના દાણા,
1 બાઉલ લીલું લસણ,
1.5 બાઉલ તાજું નાળીયેર,
3 લીલા તીખા મરચા,
1 બાઉલ કોથમીર,
1 ચમચી હલદર,
મીઠુ,
1/2 ચમચી ખાંડ,
1/2 લિમ્બુનો રસ,
પાણી,
2-3 ચમચા તેલ,
1 ચમચી જીરુ.

રીત:

આપેલ સામગ્રી એક પ્લેટમાં બધી જ સામગ્રી એકઠી કરો.

સૌ પ્રથમ કુકરમા તુવેરના દાણા, 1/2 ચમચી હલદર, મીઠું અને પાણી લઈ બાફી, પાણી નિતારી લેવું.

હવે એક પેનમા 1 ચમચો તેલ લઈ તેમા જીરુ, લીલા મરચા, લીલું લસણ ઉમેરી સાંતળી નાળીયેર ઉમેરી સહેજ સાંતળી કોથમીર ઉમેરી હલાવીને ગેસ બંધ કરી દેવો.

હવે સહેજ ઠંડુ થાય એટલે મિક્ષર જારમા લઈ 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી.

હવે એક પેન લઈ તેમા 1.5-2 ચમચા જેટલું તેલ લઈ તુવેરના દાણા, હલદર ઉમેરી સાંતળવુ.

પછી બનાવેલ પેસ્ટ, મીઠું, ખાંડ ઉમેરી હલાવવુ. લિમ્બુનો રસ રેડી ગેસ બંધ કરવો.

સર્વિંગ બાઉલમા લઈ ડુંગળી નાળીયેરનું છીણ અને કોથમીર વડે ગાર્નિશ કરવું. તો તૈયાર છે બહુ જ ટેસ્ટી લીલી તુવેર અને લીલા લસણનું શાક.

 વિડીયો જુઓ :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી