“લીલી ડુંગળીની કઢી” – કોણ કોણ છે જેમના ઘરે આ રેસીપી બંને છે ??

“લીલી ડુંગળીની કઢી”

સામગ્રી:

1 જૂડી લીલી ડુંગળી,
1 કપ ચણાનો લોટ,
2 કપ ખાટી છાશ,
1 ટે સ્પૂન ગોળ,
1 ટી સ્પૂન લસણની પેસ્ટ,
1 ટી સ્પૂન આદું પેસ્ટ,
2 લીલા મરચાં,
2 લવિંગ,
1 ટે સ્પૂન જીરૂ,
1 ટી સ્પૂન હળદર,
હિંગ,
લીમડાના પાન,
મીઠું,
ઘી,

રીત :

-લીલી ડુંગળીને ધોઈ જીણી કાપીલો.
-છાશને વલોવીને તેમાં ચણાનો લોટ ઉમેરો.
-હવે તપેલીમાં ઘી નો વઘાર મુકો,તેમાં જીરૂ લવિંગ,લીલા મરચાં અને લીમડાના પાન,હિંગ નાખીને લીલી ડુંગળી સાતળો
-પછી તેમાં આદું લસણની પેસ્ટ સાતળીને છાશવાળુ મિશ્રણ વઘારો
-તેમા હળદર,મીઠું,ગોળ નાખીને ઉકાળો.
-તૈયાર કઢીમાં લીલી ડુંગળી નાખીને પીરસો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી