“સવારનો નાસ્તો હોય કે સાંજ નું ડિનર બનાવો લીલા વટાણાની હેલ્ધી અને ટેસ્ટી ટિક્કી ” : મિત્રો, આજે હું આપણી સાથે એવી રેસિપી શેર કરવા જઈ રહી છું, જેમાં મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ છે લીલા વટાણા. જે વસંત ઋતુનું સૌનું ફેવરિટ વેજિટેબલ છે જેનો સ્વીટ ટેસ્ટ અને સ્ટાર્ચી ટેક્ચરના કારણે સૌ કોઈ પસંદ કરે છે. લીલા વટાણા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાઇબર્સ ભરપુર માત્રામાં સમાવે છે. માટે આજે હું લીલા વટાણાની ટિક્કીની રેસિપી શેર કરવા જઈ રહી છું. લીલા વટાણાની ટિક્કી ટેસ્ટી, હેલ્ધી અને ટેમ્પટિંગ ડીશ છે જે સવારે નાસ્તામાં પણ બનાવી શકાય અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે.
સામગ્રી :
1 કપ લીલા વટાણા
1/2 કપ લીલા અથવા સૂકા બારીક કાપેલા કાંદા
1/2 કપ કરકરો ઘઉંનો લોટ
2 ટેબલ સ્પૂન ટોસ્ટનો પાવડર
1/2 ટેબલ સ્પૂન બારીક સમારેલ લસણ
1/2 ઇંચ આદુ
1 ટેબલ સ્પૂન બારીક કાપેલું લાલ મરચું
2 ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર
2 ટેબલ સ્પૂન બારીક સમારેલ પાલક
1/2 ટેબલ સ્પૂન તલ
4 ટેબલ સ્પૂન તેલ
ચપટી રાઈ અને જીરું
મીઠું સ્વાદપ્રમાણે
વઘાર માટે મીઠો લીમડો ,સૂકું લાલ મરચું, તમાલ પત્ર અને તજ
રીત :
સૌ પ્રથમ મિક્સર જારમાં વટાણા સાથે આદુ અને લસણ લઇ હાફ ક્રશ કરી લો. ત્યરબાદ તેને એક મોટા બાઉલમાં લઇ તેમાં ટોસ્ટ પાવડર, કરકરો ઘઉંનો લોટ, કાંદા, પાલક, કોથમીર, લાલ મરચું અને મીઠું ઉમેરો.
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા