શિયાળામાં મળતા લીલાં વટાણાને સ્ટોર કરવા માટેની યોગ્ય ને સ્ટેપ બાય સ્ટેપ રીત

લીલાં વટાણાને સ્ટોર કરવાની રીત 

શિયાળામાં આવતા લીલા વટાણા મોટા ભાગના ઘરે સ્ટોર થતા હોય છે. જો બરાબર રીત ના હોય તો બગડી જવાની શક્યતા વધુ છે.

હું 10 કિલો જેટલા વટાણા દર વર્ષે સ્ટોર કરું છું. અને આખું વર્ષ ભાજીંપાવ, પુલાવ , શાક અને ટીક્કી બનાવવામાં વાપરું છું. આજે વટાણાને કેવી રીતે સાચવણી કરવી એની રીત લાવી છું.

એકવાર ઘરે કરશો તો બહારના કયારેય પણ નહીં લાવો એની ખાતરી આપું છું.

સામગ્રી.

વટાણાના દાણા,
પાણી,
ખાંડ,
બરફ,
એરટાઈટ ડબ્બા કે ઝિપલોક કોથળી,

રીત:

1 ) તમારે પેલા બધા દાણાને મોટી ચારણીમાં ચાળી લેવા જેથી કચરો અને સાવ નાના દાણા નીકળી જાય.

2) ત્યારબાદ એક મોટા તપેલામાં અડધું ભરાય એટલું પાણી ઉકળવા મુકો. એમાં 1 મોટી ચમચી ખાંડ નાખો. એનાથી કલર બહુ જ સરસ રહે છે.

3 ) બીજી બાજુ એક મોટા વાસણમાં બરફનું પાણી કરો.

4 ) હવે ગરમ કરવા મુકેલુ પાણી ઊકળે એટલે એમાં વટાણા ઉમેરો અને લગભગ 1 મિનિટ જેટલો સમય ઉકાળો .. બધા વટાણા ઉપર આવતા દેખાશે..

5 ) હવે ગરમ પાણી માંથી વટાણા ચારણીમાં નીકળી ને તરત જ બરફના પાણી માં ઉમેરો અને 1 મિનિટ માટે રહેવા દો.

6 ) પછી ઠંડા પાણીમાંથી વટાણા નીકળીને ચારણીમાં કાઢી કોરા કરો.


7 ) બધું પાણી નીતરી જાય એટલે આ વટાણાને એરટાઈટ ડબ્બા માં કે ઝિપલોક કોથળીમાં ભરો!

૮ ) ફ્રીઝરમાં સ્ટોર કરો.

૧૦ ) જરૂર હોય ત્યારે નીકાળીને વાપરો. આખું વર્ષ આ વટાણા સરસ રહે છે.

નોંધ:-  વટાણા સાફ કરીને પ્રોસેસ કરવા. બગડી ગયેલા તૂટેલા વટાણા સાઈડ પર નીકાળી લેવા. વટાણાના દાણા નિકાળી ને તરત જ ફ્રોઝન કરો . એક સાથે મોટા ડબ્બા કે કોથળી માં ભરવા કરતા નાના ભાગ કરી ને ભરવા.
એકવાર બહાર વધુ સમય પડેલા અને બહારના તાપમાનમાં આવેલા ફ્રીઝરમાં ફરીથી ના મુકો.

રસોઈની રાણી: જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી