લીલા લસણની ખાટી મીઠી ચટણી- ભજીયા કે પકોડા સાથે ખાઈ શકાય એવી આ ચટણી આજે જ બનાવજો

લીલા લસણની ખાટી મીઠી ચટણી

આપણે ચટણી તો ઘણી અલગ અલગ રીતે બનાવીએ છે જ્યારે ભજીયા કે પકોડા અથવા કોઈ પણ આઈટમ બનાવો અને એમાં ચટણી એક એકદમ મહત્વ ની આઈટમ છે સાચી વાત ને?

આપણે જ્યારે એવું કંઈ પણ બનાવીએ એટલે એમ થાઈ કે આ વખતે ચટણી કંઈક અલગ રીતે બનાવું સાચી વાત ને તો હવે જ્યારે ઘર માં આવી કોઈ પણ આઈટમ બનાવો અથવા અચાનક મહેમાન આવી જાય ને આપણે વિચારીએ ક સેન્ડવીચ બનાવું અથવા પકોડા બનાવું તો સાથે આ ચટણી બનાવજો જે એક્દમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી છે

સામગ્રી:

4 થી 5 કળી લીલું લસણ,
2 લીલા મરચાં,
1 નાનો ટુકડો આદુ નો,
1 વાટકી ઝીણી સમારેલ કોથમીર,
મીઠું સ્વાદ અનુસાર,
1 ચમચી ખાંડ,
1 ચમચી લીંબુનો રસ,
2 થી 3 ચમચી લાલ મરચું પાવડર,
1 ચમચી ધાણાજીરું પાવડર.

બનાવાની રીત:

સૌ પ્રથમ લીલું લસણ, આદુ અને લીલા મરચાં ઝીણા સમારી લેવા.

હવે ખાનણી માં આ બધું ઉમેરી મીઠું નાખી દસ્તા વડે ઝીણું વાટી લેવું.

એક્દમ ઝીણું વટાય જાય એટલે તેમાં ખાંડ,મરચું પાવડર,ધાણાજીરું પાવડર બધું ઉમેરી પાછું વાટવું.

બધું એક્દમ ઝીણું વટાય જાય અને બરાબર મિક્સ થઇ જાય એટલે લીંબુ નો રસ ઉમેરી ચમચી થી મિક્સ કરી ભજીયા,પકોડા સાથે સર્વ કરવું.

આ ચટણી એક વાર જરૂર ટ્રાય કરજો સેન્ડવીચ માં પણ લગાડી ને ખાઈ શકાય,રોટલી, થેપલાં કે પરાઠા માં પણ લગાડી રોલ વળી ને ખાઈ શકાય.

નોંધઃ આ ચટણી આ જ રીતે મિક્સર માં પણ વાટી શકાય.

ડબ્બી માં પેક કરી 2 થી 3 દિવસ ફ્રીઝ માં પણ રાખી શકાય

લીલું લસણ હાજર ન હોઈ તો સૂકું પણ ચાલે.

તો તેયાર છે લીલા લસણ ની ખાટ્ટી મીઠી ચટણી

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી