“લીલા ચણાના વડા” જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આજે જ બનાવો

લીલા ચણાના વડા 

સાંજે ચા સાથે કંઈક તીખુ અને કુરકુરુ ખાવાનુ મન થાય છે. રોજ બહારથી પણ કેટલું લાવવું? તેથી ઘરે જ કંઈક સ્વાદિષ્ટ અને મજેદાર વાનગી બનાવીએ ચાલો!  કોશિશ કરો. આજે અમે તમને લીલાં ચણાનાં વડા બનાવતા શીખવાડીશુ. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને ફુદીનાની ચટણી સાથે ખાવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે.

સામગ્રી:-

* ૧૧/૨ કપ લીલા ચણા,
* ૩ થી ૪ તીખા લીલા મરચા,
* ૧ ટે.સ્પૂન તલ,
* ૧ટે.સ્પૂન વરીયાળી,
* ૧ ટી.સ્પૂન મરી પાવડર,
* ૧ ટી.સ્પૂન ખાંડ ( sugar),
* ૨ ટે.સ્પૂન બેસન,
* મીઠું સ્વાદ મુજબ,
* ચપટી હીંગ,
* ૨ ટે.સ્પૂન ચોપ કોથમીર,
* તેલ તળવા માટે,

રીત :-

* સો પ્રથમ ચણા અને મરચાને મિકસર માં ક્રશ કરીલો.સ્મૂધ પેસ્ટ બનાવી.
* હવે એક બાઉલમાં પેસ્ટ લેવી તેમા બધી સામગ્રી ભેગી કરીલો.હવે તેલ ગરમ કરવા મૂકો .તેલ ગરમ થાય એટલે તેમા ખીરા માંથી વડા કાચાપાકા ઉતારવા.
બધા વડા કાચાપાકા ઉતરી જાય એટલે તેને નાની વાટકી થી દબાવી ચપટા કરી ફરી તેલ માં ક્રિશપી થાય ત્યાં સુધી તળીલો.
* હવે આ વડાને ગરમ અથવા ઠંડા પણ ખાઈ શકો છો.
* વડા સોસ અથવા ચટણી સાથે સવૅ કરાય.

* નોંધ :-

– લીલા ચણા ની સાથે વટાણા ,લીલવા પણ લેવાય.
– આ વડા ટિફીન માં પણ આપી શકાય છે.

તમને મારી રેસીપી ગમી હોય તો whatsapp અને facebook પર like અને share જરૂર કરજો.

રસોઈની રાણી: કાજલ શેઠ ( મોડાસા )

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડી શકો છો ! તમારી ઓરીજીનલ વાનગી અને ઓરીજીનલ ફોટો અમને ઈમેઈલ કરો અમે તે વાનગી ફેસબુક પેઈજ અને “રસોઈની રાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું ! આજે જ ઈમેઈલ કરો – [email protected]

ટીપ્પણી