‘લીલા ચણાના શોરબા’ આજે જ બનાવજો હો, કેમ કે અત્યારે એની જ સીજન છે

લીલા ચણાના શોરબા

સામગ્રી…

150ગ્રામ..લીલા ચણા,
2નંગ..લીલા કાચા ટામેટા,
-1ચમચી..આદુ મરચા ની પેસ્ટ,
-1ચમચી…લીલા લસણ,
-1નંગ…ડુંગરી,
-2ચમચી..ધણા પાવડર,
-1ચમચી…ગરમ મસાલા,
-1/2 ચમચી હલ્દી પાવડર,
-જીરૂ..વઘાર માટે,
-તેલ,
-મીઠુ,
-કોથમીર,

રીત

લીલા ચણા છોળી ,આદુ મરચા ,લસણ સાથે ક્રશ કરી સ્મૂધ પેસ્ટ કરી ,પેન માં તેલ ગરમ કરી સાંતળી લો અને અલગ કાઢી લો…

ડુંગરીને ક્રશ કરી લો ,ફરીથી પેનમાં તેલ મુકી જીરાના વઘાર કરી ક્રશ ડુંગરી સાંતળી લો ,

ડુંગરી આછી ગુલાબી થાય,ધણા પાવડર ,હલ્દી પાવડર , મીઠુ ,કાચા ટામેટાની પેસ્ટ નાખી હલાવો. પછી, લીલા ચણાની પેસ્ટ ઉમેરી પાણી નાંખી ઉકળવા દો..

ગાઢા અને પાતળા શોરવા પ્રમાણે પાણી નાખંવુ..2,3 મિનિટ ઉકાળયા પછી ગરમ મસાલા ,કોથમીર નાખી સર્વ કરવુ…
તૈયાર છે લીલા ચણાના શોરબા ….

નોંધ..

1આ શોરબા લંચ ડીનર માં રોટલી ,પરાઠા રાઇસ સાથે લઇ શકાય..
2પ્રોટીન,કેલ્શીયમ,આર્યન,વિટામીનC,VItamin K અને ફાઇબર થી ભરપૂર શોરબા સૂપ ની રીતે પણ પી શકાય…

રસોઇની રાણી: સરોજ શાહ (આણંદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી