લાંબા નખ બહુ ગમે છે પણ વધતા નથી તો રોજીંદા ભોજનના ઉપયોગમાં લો આ વસ્તુઓ…

હાથ-પગની સુંદરતામાં નખનો રોલ બહુ જ મહત્ત્વનો હોય છે. તેને સુંદર બનાવવા માટે યુવતીઓ અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. અનેકવાર વધુ નેઈલપેઈન્ટ્સ, પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જેથી નખ નબળા થઈને તૂટવા લાગે છે. આ પ્રોબ્લેમનું કારણ રોજ ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ હોય છે, અથવા તો શરીરમાં વિટામિની માત્રા ઓછી હોવી પણ હોઈ શકે છે. શરીરમાં વિટામિનની ખામી હોવાને કારણે તમારા દ્વારા ખાણીપીણીમાં કોઈ લાપરવાહી હોઈ શકે છે. આજે અમે તમને એવા વિટામિન વિશે જણાવીશું, જેની માત્રા ઓછી હોવાથી તમારા નખ નબળા બને છે. તેની પૂર્તિ કરી લેવા કેટલીક વસ્તુઓ ખાતા રહેવી.

વિટામિન-એવિટામિ-એની ખામી નખ, દાંત, હાડકાને નબળા બનાવી દે છે. તે એક પ્રકારનું એન્ટી-ઓક્સિડન્ટ છે. વિટામિ-એ શરીરમાં સૂજનને પણ સારું કરી શકે છે. તેની પૂર્તિ માટે તમે દ્રાક્ષ, દૂધ, ગાજર, પાલખ, માંસ, માછલી અને ઈંડાનું સેવન કરી શકો છો. તે આંખો માટે પણ ફાયદાકારક છે.

વિટામિન-બી9વિટીમિન-બી9 કે ફોલિક એસિડ નખના વિકાસ માટે બહુ જ મહ્ત્તતવના છે. તેની ખામી હોવાથી એનિમીયાની તકલીફ પણ થઈ શકે છે. ફોલિક એસિડ નવી કોશિકાઓને બનાવવામાં મદદ કરે છે. નખને વધારવા અને સ્વસ્થ રાખવા માટે ફોલિક એસિડયુક્ત ભોજનનું સેવન કરો. તેના માટે શાકભાજી, ઈંડા, ખાટ્ટા ફળોને ડાયટમાં સામેલ કરો.

વિટામિન-સીનખને મજબૂત કરવા માટે વિટામિન-સી બહુ જ જરૂરી ત્તત્વ છે. તે બહુ જ મજબૂત એન્ટી-ઓક્સિડન્ટ છે. તે શરીરમાં બેક્ટેરીયાને ખત્મ કરવામાં મદદ કરે છે. ખાટ્ટા ફળોમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. તેના માટે તમે બ્લૂબેરી, સ્ટ્રોબેરી, ટામેટા, સાગ અને ખાટ્ટા ફળોનું સેવન કરો.

વિટામિન-એચ

વિટામિન એચ એટલે કે બાયોટિન નખ અને ત્વચાના વિકાસ માટે બહુ જ જરૂરી છે. તેની પૂર્તિ માટે તમે કેળા, આવાકાડો અને સેલ્મનનો સેવનુ કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક બ્યુટી ટીપ્સ મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી