હવે કરાવો બોડીના ‘આ’ પાર્ટસ પર કરાવો ટેટૂ, અને મેળવો એકદમ ડિફરન્ટ લુક….

બોડીના ‘આ’ પાર્ટસ પર કરાવો ટેટૂ, અને મેળવો એકદમ ડિફરન્ટ લુક

આજકાલ યંગસ્ટર્સમાં ટેટૂ કરાવવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે. ટેટૂ કરાવવાથી તમારી પર્સનાલિટી કંઇક અલગ જ પડે છે. બિદાંસ છોકરીઓ બ્રેસ્ટ અને નાભિ પર ટેટૂ બનાવીને તેમના અનેક પ્રકારના શોખ પૂરા કરતી હોય છે જ્યારે કેટલીક છોકરીઓ ટેટૂ તો કરાવે છે પરંતુ તેને લોકોની સામે દેખાડો કરવાની આદત નથી હોતી. આમ, આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના ટેટૂ તમને કરી આપતા હોય છે. પરંતુ ટેટૂ કરાવતા પહેલા એક વાતનુ હંમેશા ધ્યાન એ રાખવુ કે, જો તમે ટેટૂ કરાવવાનુ વિચારી રહ્યા છો તો તમારે કોઇ સારા સલૂનમાં કે પછી પ્રોપર ટેટૂ જે લોકો કરી આપતા હોય તો તેમની પાસે જ ટેટૂ કરાવવાનો આગ્રહ રાખવો જેથી કરીને ટેટૂનુ ફિનિશિંગ એકદમ મસ્ત આવે. ઘણી વાર ટેટૂ જો બરાબર ના દોરાય તો તે કરાવ્યા પછી આખો મુડ જ ખરાબ થઇ જતો હોય છે. તમને જણાવી દઇએ કે, જો તમે એકવાર ટેટૂ કરાવી લો અને પછી તે તમને ના ગમે અને તમે તેને રિમૂવ કરો છો તો તેની પાછળની પ્રોસેસ થોડી પીડાદાયક હોય છે.

જો કે યંગસ્ટર્સની વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમારી માટે ટેટૂ બનાવવા માટેના કેટલાક આઇડિયા આપીશું. જો તમે ટેટૂ કરાવતી વખતે આ આઇડિયાને ફોલો કરશો તો તમને એકદમ ડિફરન્ટ લુક મળશે.

હાથની આંગળીઓ પાછળ કરાવો ટેટૂ જો તમે હાથની આંગળીઓ પાછળ નાનુ એવુ એક ટેટૂ કરાવો છો તો તે દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે. હાથની આંગળીઓ પાછળ ટેટૂ કરાવવાથી હાથ ડિફરન્ટ જ લાગે છે. આમ, જ્યારે તમે કોઇ ફંક્શનમાં જાઓ ત્યારે હાથની આંગળી પરના ટેટૂ તરત જ લોકોનુ ધ્યાન ખેંચી છે.

પગની અંગુઠા પાછળ ટેટૂ કરાવવાનો ક્રેઝ આજકાલ અનેક છોકરાઓ તેમજ છોકરીઓ પગના અંગુઠા પાછળ ટેટૂ કરાવતા હોય છે. જ્યારે તમે બહાર ફરવા જવાના હોવ ત્યારે તમે આ રીતે ટેટૂ કરાવો છો તે મસ્ત રીતે દેખાઇ આવે છે. આ ટેટૂમાં જો તમારું ડ્રેસિંગ વન પીસ કે પછી શોટ્સ હોય તો બહુ જ મસ્ત લાગે છે.

કાન પાછળ કરાવો ટેટૂતમે તમારા કાન પાછળ ટેટૂ કરાવીને યુનિક લુક મેળવી શકો છો. કાન પાછળ ટેટૂ કોઇ પણ પ્રકારના ડ્રેસિંગમાં સારુ લાગે છે પછી તમે સાડી પહેરી હોય કે વન પીસ પહેર્યુ હોય. પણ જો તમે કાન પાછળ ટેટૂ કરાવવાનુ વિચારી રહ્યા છો તો તમારે આ ટેટૂની સાઇઝની પસંદગી થોડી નાની કરવી જોઇએ જેથી કરીને તે દેખાવમાં સારુ લાગે. જો તમે કાન પાછળ બહુ મોટુ ટેટૂ કરાવો છો તો તે થોડો લુક તમારો બગાડી દે છે.

ગરદનની પાછળ ટેટૂતમે ગરદનની પાછળ પણ એક જોરદાર ડિઝાઇનનું ટેટૂ કરાવી શકો છો. જો તમે ગરદનની પાછળ ઇચ્છો તો તમારું નામ પણ સ્ટાઇલિશ રીતે લખાવી શકો છો.

એન્કલ ટેટૂ એન્કલ ટેટૂ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે. એન્કલ ટેટૂ પગની શોભા વધારે છે. જો તમારા પગની સ્કિન વ્હાઇટ હોય તો એન્કલ ટેટૂ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો તમે કોઇ ડિફરન્ટ ટેટૂ કરાવવા ઇચ્છતા હોવ તો એન્કલ ટેટૂ તમારે એક વખત તો કરાવવુ જ જોઇએ.

લેખન. સંકલન : અશ્વિની ઠક્કર 

ગ્લેમર, બ્યુટી ને ફેશન જગતની અવનવી ને રસપ્રદ માહિતી મેળવો ફક્ત અમારા પેજ પેર…