આ કારણથી સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેમની મેચ જોવા જ નહોતી જતી…

તમે ધોનીથી લઈને કોહલી સુધીના ક્રિકેટર્સની પત્નીઓને ક્રિકેટ સ્ટેડિયમમાં પતિને ચિયર અપ કરતા જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પત્ની તેમને મેદાન પર ચિયર કરવા કેમ નથી આવતી. જી હા, સચિન તેંડુલકરની પત્ની અંજલિ ક્યારેય પોતાના પતિને ચિયર કરવા મેદાનમાં નથી આવતી, અને આ પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.

જાણી લો કારણહાલમાં જ સચિન તેંડુલકર, ગૌરવ કપૂરના પ્રસિદ્ધ ટોક શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં હાજર રહ્યો હતો. જ્યાં તેમણે પોતાનો શોખ અને વ્યક્તિગત જીવન સંબંધિત અનેક બાબતો જણાવી હતી. શો દરમિયાન સચિન તેંડુલકરે ખુલાસો કર્યો કે, તેમની પત્નીએ ક્યારેય તેમની કોઈ મેચમાં હાજરી નથી આપી.મહાન બલ્લેબાજે કહ્યું કે, અંજલિ ક્યારેય સ્ટેડિયમ નથી આવતી. એકવાર 2004માં ઓસ્ટ્રેલિયામાં અમારી મેચ હતી. અંજલિ મેદાન પર મેચ જોવા આવી હતી. અમે બોક્સિંગ ડે ટેસ્ટ રમી રહ્યા હતા. બ્રેટ લી મારી સામે બોલિંગ કરી રહ્યો હતો. પહેલા બોલ તેમણે નાંખ્યો, જેના પર મારા બેટની કિનાર લાગી અને વિકેટ કિપરે કેચ લીધો. અંજલિ ઉઠી અને મેદાનમાંથી જતી રહી.

બસ, તેના બાદ અંજલિ ક્યારેય મારી મેચ જોવા નથી આવી. ત્યાર બાદ જ્યારે તે મેચ જોવા આવી હતી, ત્યારે તે મારી કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હતી. સચિન તેંડુલકર હાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટર બન્યા છે.

આવી હતી સચિન-અંજલિની લવસ્ટોરી પહેલી નજરમાં પ્રેમ માત્ર ફિલ્મોમાં જ નહિ, પરંતુ સચિન તેંડુલકરને પણ રિયલ લાઈફમાં થયો હતો. સચિનને અંજલિ પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. એરપોર્ટ પર પહેલીવાર અંજલિને જોતા જ સચિન તેને દિલ આપી બેસ્યા હતા. વર્ષ 1990માં સચિન પોતાના કરિયરનો પહેલો ઈંગ્લેન્ડ પ્રવાસ કરીને ભારત પરત ફરી રહ્યા હતા, એરપોર્ટ પર આ ઘુંઘરાળા વાળવાળા પ્લેયર માટે બહુ જ શોર થઈ રહ્યો હતો, ત્યારે અંજલિએ પણ પહેલીવાર સચિનને મુંબઈ એરપોર્ટ પર જોયો હતો. અંજલિ તે સમયે ડોક્ટર બની ચૂકી હતી અને હોસ્પિટલમાં પ્રેકિટસ કરી રહી હતી.

અંજલિ એરપોર્ટ પર પોતાની મમ્મીને રિસીવ કરવા આવી હતી. પરંતુ જ્યારે પહેલીવાર અંજલિએ સચિનને જોયું તો એકબીજાને જોતા જ રહી ગયા હતા. કેમ કે, સચિને ઈંગ્લેનડની મેચમાં સેન્ચ્યુરી લગાવીને દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરી હતી. તેથી યુવતીઓ તેમને જોવા માટે બહુ જ ઉત્સાહી હતી.આમ, એરપોર્ટ પર પહેલીવાર અંજલિ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની નજર મળી હતી. એરપોર્ટ પર સચિનને જોવા અંજલિ પણ દોડી હતી, જેથી સચિન પણ શરમાઈને કારમાં નજર નીચી રાખીને બેસી ગયા હતા. પરંતુ તેમ છતાં તેમણે અંજલિ સાથે મુલાકાત કરી હતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી