ક્રિકેટર્સ સાથે લગ્ન થતા જ ઉઘડી ગયા તેમની પત્નીઓના નસીબ, જાણો શું શુ આવ્યા ફેરફાર

ચેન્નઈ સુપરકિંગ્સની જીત પછી આઈપીએલ 2018નો અંત થયો. આ વખતે આઈપીએલમાં ખેલ અને રોમાંચની સાથે સાથે આઈપીએલ એક બીજા કારણે પણ બહું ખાસ હતી. કારણ હતું ખેલાડીઓનો પરિવાર. ધોની, વોટસન, રોહિત શર્મા, ધવન તમામની પત્ની મેદાનમાં પોતાના પાર્ટનરને હિંમત વધારતા જોવા મળી હતી. જાણો ક્રિકેટર્સની સાથે લગ્ન કર્યા પછી કેવી રીતે ક્રિકેટર્સની વાઈફની જિંદગી બદલાઈ ગઈ.

2010માં નાનપણની મિત્ર સાક્ષી રાવત સાથે ધોનીએ લગ્ન કરી લીધા. તેમજ ક્યૂટ બેબી જીવાની સાથે લગભગ દરેક મેચમાં સાક્ષી ધોનીનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. સાક્ષી એક સામાન્ય પરિવારમાંથી આવે છે, પરંતુ ધોની સાથે લગ્ન કર્યા પછી તેમની લાઈફસ્ટાઈલમાં ઘણા ફેરફાર થયા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીની વાઈફ હોવા છતા સાક્ષીમાં થોડો પણ અભિમાન નથી.

રોહિત શર્મા ભલે આ વખતે આઈપીએલમાં સારું પ્રદર્શન ન કરી શક્યા પંરતુ તેમની પત્ની ઋૃતિકાએ મેદાનમાં તેમને સાથ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયસની સાથે મુકાબલા દરમિયાન તે રોહિતનું પ્રોત્સાહન વધારતી જોવા મળી હતી. લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા પછી રોહિત-ઋૃતિકાએ 2015માં હંમેશા હંમેશા માટે એક સાથે જોડાય ગયા. હિટમેનની સ્પોર્ટસ મેનેજર રહેલી ઋૃતિકા આમ તો શરૂથી સ્વતંત્ર વિચારો ધરાવે છે, પરંતુ રોહિત સાથે લગ્ન થયા પછી તેમના જીવનમાં ઘણો ફેરફાર આવ્યો છે.

મેદાનમાં પોતાની મજાક મસ્તી માટે હંમેશા ફેમશ શિખર ધવની કહાની દરેક પ્રેમી માટે પ્રેરણા છે. દુનિયાની પરવાહ કર્યા વગર ટીમ ઈન્ડિયાના આ ગબ્બરએ ડિવોર્સિ અને બે બાળકોની માં આયશા મુખર્જી સાથે લગ્ન કરી લીધા. ધવનને મળ્યા પહેલા આયશાના જીવનમાં ઘણા બધા ચઢાવ-ઉતાર આવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયના આ ઓપનરનો સાથ મળતા આયશા અત્યારે ખુશખુશાલ જિંદગી જીવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટો અને વીડિયો હંમેશા તેઓ શેર કરે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી