લાયસન્સના કામો નિપટાવવા 15 કલાક સુધી કામ કરશે અમદાવાદ RTO

કોરોનાકાળમાં મોટાભાગની સરકારી ઓફિસોમાં કામકાજ ઠપ્પ રહ્યા હતા અથવા ધીમી ગતિએ થતા હતા. ભીડ ન થાય તે માટે ઘણી સરકારી કચેરીમાં 50 ટકા સાથે કામ થતુ હતુ જેથી કરીને હવે કામનો લોડ વધી ગયો છે. તેથી પેન્ડિંગ પડેલા કામ જલદી નિપટાવવા ઓફિસના કામના કલાકોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવી જ પહેલ કરી છે અમદાવાદ RTO એ કે જ્યારે હવે લાઈસન્સ માટે વધારાની કામ દીરી કરવામાં આવી રહી છે, લોકડાઉનને કારણે બાકી રહેલા લાયસન્સના કામો હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવશે. નોંધનિય છે કે. તારીખ 16 જુલાઈથી અમદાવાદ RTO માં લાયસન્સ માટેની કામગીરી 15 કલાક ચાલી રહી છે જેથી તમામ કામ વહેલી તકે નિટપટાવી શકાય.

image soucre

તમને જણાવી દઈએ કે, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટિંગ ટ્રેકની કામગીરી પણ સવારે 6 વાગ્યાથી શરૂ કરાઈ છે. નોધનિય છે કે, એક કલાકમાં ટુવ્હીલર માટે 26 અને ફોર વ્હીલર્સ માટે 17 લોકો ટેસ્ટ આપી શકે છે. જેથી વહેલી તકે લોકોને સુવિધી મળી શકે. તો બીજી તરફ ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટેસ્ટિંગ ટ્રેકની કામગીરી બે શિફ્ટમાં કરવામાં આવે છે. પહેલી શિફ્ટ વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 2:15 કલાક સુધી અને બીજી શિફ્ટ બપોરના 2:15 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કામ કરેૉ છે. તમને જણાવી દઈએ કે, રોજના 240 ફોર વ્હીલર ચાલકો અને 365 ટુ વ્હીલર ચાલકો ટેસ્ટ આપે છે. આમ હવે કોરોનાના કેસો ઓછા થતા RTOની કામગીરીમાં ગતિ આવી છે.

image soucre

તો બીજી તરફ અમદાવાદ RTOમાં એક દિવ્યાંગ વ્યક્તિને ગાડી ટ્રાન્સફર કરાવવા માટે અનેક હેરાનગતીઓ સહન કરવી પડી હતી. ત્યાર બાદ આ દિવ્યાંગની તકલીફોનો અહેવાલ મીડીયામાં પ્રકાશિત થતાં તેનો પડઘો છેક ગાંધીનગર સુધી પડ્યો હતો. જેને લઈને સ્ટેટ ટ્રાન્સપોર્ટ કચેરીએ અમદાવાદ RTOને દિવ્યાંગ પાસેથી કોઈ પણ ફી વસૂલ્યા વિના તેની અરજીનો નિકાલ કરવા માટે આદેશ કર્યો છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કચેરીએ RTOને નોટિસ પણ ફટકારી છે.

image soucre

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદમાં રહેતા સમીર કક્કડ નામના દિવ્યાંગ વ્યક્તિએ જુની કાર ખરીદી હતી. નોંધનિય છે કે, તેમણે આ કાર પોતાના નામે કરવા માટે છ મહિના પેહલા RTOમાં અરજી કરી હતી. નોંધનિય છેકે, તેઓ જ્યારે પણ આ કામ માટે RTOમાં જતા ત્યારે સર્વસ ડાઉન, ટેકનિકલ ફોલ્ટ અને ઉપરી અધિકારીની મંજુરી જેવા બહાના કાઢીને તેમને પાછા ધકેલી દેવામાં આવતા હતાં. એટલુ જ નહીં રોજની હેરાનગતિથી કંટાળી તેમણે એક સમયે તો RTOમાં ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ તે સમયે ફરજ પર રહેલા RTO અધિકારી બી.વી. લિમ્બાચિયાએ તેમને ખતારી આપીને સમજાવ્યા હતાં. ત્યારબાદ હાલના મુખ્ય અધિકારી આર.એસ.દેસાઈએ તેમને પૈસા ભરીને ગાડી ટ્રાન્સફર કરાવવા માટે કહ્યું હતું.

image soucre

તમને જણાવી દઈએ કે દિવ્યાંગ માટે કોઈ ચાર્જ વસૂલી શકાતી નથી તેઓ માટે આ ચાર્જ ફી હોય છે. ત્યાર બાદ દિવ્યાંગ અરજદાર સમીર કક્કડે મીડિયાનો સંપર્ક કર્યો અને મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા જેના પડઘા છેક ગાંધીનગરમાં પડ્યા હતાં અને ત્યાર બાદ વાહન વ્યવહાર કચેરીએ અમદાવાદ RTOને નોટીસ ફટકારીને કોઈ ચાર્જ વસૂલ્યા વિના આ દિવ્યાંગની સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong