ઘનશ્યામદાસજી બિરલાએ (GD Birla) ૧૯૩૪માં લખેલ અત્યંત પ્રેરક પત્ર જે દરેકે જરૂર વાંચવો જોઈએ

ચિ. બસંત,

આ જે લખું છું તે મોટા થઇ અને વૃદ્ધ થઈને પણ વાંચજે, પોતાના અનુભવોની વાત કરું છું. સંસારમાં મનુષ્ય જન્મ દુર્લભ છે, અને જે મનુષ્ય એ મનુષ્ય જન્મ મેળવીને શરીરનો દુરઉપયોગ કર્યો છે તે પશુ છે. તારી પાસે ધન છે, તંદુરસ્તી છે, સારા સાધનો છે,તેને સેવા માટે ઉપયોગ કર્યો તો સાધન સફળ છે નહીંતર તે શેતાનનાં ઓજાર છે. તું આ વાતો ધ્યાનમાં રાખજે.

ધનનો મોજ-શોખ માટે ક્યારેય ઉપયોગ ના કરતો, એવું નથી કે ધન હંમેશા સાથે રહેશે, એટલે જ જેટલા દિવસ પાસે છે એનો ઉપયોગ સેવા માટે કરો. પોતાના માટે ઓછા માં ઓછો ખર્ચ કરો, બાકીનાં જનકલ્યાણ અને દુઃખીઓનાં દુખ કરવામાં વ્યય કરો. ધન શક્તિ છે, આ શક્તિના નશામાં કોઈક સાથે અન્યાય થવો શક્ય છે, એ વાત નું ધ્યાન રાખો કે પોતાના ધન નાં ઉપયોગથી કોઈ પર અન્યાય ના થાય.

પોતાની સંતાન માટે પણ આ જ સંદેશ છોડી જાઓ.જો સંતાન મોજ શોખ, એશ આરામ વાળા હશે તો પાપ કરશે અને આપણા વ્યાપારને ચોપટ કરશે.

આવા નાલાયક ને ક્યારેય ધન ના દેવું, એમનાં હાથમાં જાય એ પહેલાં જનકલ્યાણનાં કોઈ કામ માં લગાવી દેવું અથવા ગરીબોમાં વહેચી દેવું.તું તેમને પોતાના મનના અંધાપા ને લીધે સંતાનનાં મોહનાં સ્વાર્થમાં ઉપયોગ કરી શકે નહિ.

અમે ભાઈઓએ ખુબ જ મહેનત કરી ને વ્યાપાર ને વધાર્યો છે એ સમજીને કે એ લોકો ધનનો સદઉપયોગ કરશે.

ભગવાનને ક્યારેયનાં ભુલતો. તે સારી બુદ્ધિ આપે છે. ઇન્દ્રિયો પર કાબુ રાખજે, નહીંતર તે તને ડુબાડી દેશે. નિત્ય નિયમથી વ્યાયામ-યોગ કરજે.સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપતિ છે. સ્વાસ્થ્યથી કાર્યમાં કુશળતા આવે છે. કુશળતાથી કાર્યસિદ્ધિ અને કાર્યસિદ્ધિથી સમૃદ્ધિ આવે છે. સુખ- સમૃદ્ધિ માટે સ્વાસ્થ્ય જ પહેલી શરત છે. મેં જોયું છે કે સ્વાસ્થ્ય સંપતિ વગરનાં થવા પર કરોડો – અરબોના સ્વામી પણ કેવા દીન-હીન બની ને રહી જાય છે. સ્વાસ્થ્યનાં અભાવમાં સુખ સાધનોનું કોઈ મૂલ્ય નથી. આ સંપત્તિની રક્ષા કોઈપણ રીતે કરજે. ભોજનને દવા સમજીને ખાજે સ્વાદ ને વશ થઇ ને નાં ખાતો. જીવવા માટે ખાવવું જોઈએ નહિ કે ખાવા માટે જીવવું.

લી. ધનશ્યામ બિડલા

નોંધ : શ્રી ઘનશ્યામબિડલા નો પોતાના દીકરાને નામ લખેલ આ પત્ર ઈતિહાસનાં સર્વશ્રેષ્ઠ પત્રોમાંથી એક માનવામાં આવે છે. વિશ્વમાં જે બે સુપ્રસિદ્ધ અને આદર્શ પત્ર માનવામાં આવે છે તેમાંથી એક છે, “અબ્રાહમ લિંકન નો શિક્ષકને નામ પત્ર” અને બીજો છે “ઘનશ્યામ બિડલાનો પુત્રને નામ પત્ર.”

સંકલન : દીપેન પટેલ

આપ સૌને આ પત્ર ગમ્યો હોય તો આગળ અચૂક શેર કરજો !

ટીપ્પણી