“આખરે અમે પુરુષજાત ને” – પાંચ વર્ષ પછી એક પતિ એ લખેલો “લવ લેટર” !

આજે તને લગ્ન ના આટલા વર્ષ પછી આ લવ લેટર લખી રહ્યો છુ. ઉપર ડોટ્સ એટલે કર્યા કે મારે તને શું સંબોધન કરી લેટર લખવો એ હું અડધી કલાક બાદ પણ વિચારી ના શક્યો. જે લેટર માં બસ પ્રેમ ની જ વાતો હોય એને લવ લેટર જ કહેવાય ને?? બસ એમ સમજી લે કે મારા દિલ ની વાત અહી લખી રહ્યો છુ વોટ્સએપ અને ફેસબુક ના જમાનામાં આપણે કદી એકબીજા ને લેટર લગ્ન પહેલા પણ નહોતા લખ્યા અને કદાચ કોઈ લખતા પણ નહિ હોય…

આજે બસ મને મન થયું કે તને હું મારા દિલ ની વાત કહું. આપણા લગ્ન ને 5 વર્ષ થયા ત્યારથી હું જોતો આવ્યો છુ કે તું મારી કેટલી કાળજી લે છે લગ્ન પહેલા માં જે રીતે મારું ધ્યાન રાખતી એ દરેક જીણી જીણી વાત નું તું ધ્યાન રાખે છે.

મને એ નથી સમજાતું કે કોઈ પત્ની પોતાનો સ્વાર્થ છોડી આમ અચાનક કોઈ પણ વાતાવરણ માં કઈ રીતે એડજસ્ટ થઇ જાય છે. મારા માં તો આટલી હિમ્મત નથી.

અમે દોસ્તાર મન પડે ત્યારે બહાર જમી લઈએ મન પડે ત્યારે મુવી જોઈ આવીએ તને બસ હું ફોન કરીને જણાવી દવ કે મારે મોડું થશે અને તું “સારું પણ બને એટલું વહેલા આવજો” કહી ફોન મુકે છે. શું તને ઈચ્છા નથી થતી કે તું પણ આ રીતે તારી ફ્રેન્ડ સાથે મન પડે ત્યારે જાય. કે પછી તને ઘર સમાજ નો ડર નડતો હશે. તું કઈ રીતે આટલું સાદાઈ થી જીવવા નું મન મનાવી લે છે?

હું આપણી દીકરી ને સુસુ કરાવવા માં પણ શરમ અનુભવું છુ અને મારી જેમ ઘણા પિતા આવું કરતા હશે. મને આજે વિચાર આવે છે કે શું આ આપણા સમાજ એ ઠોકી બેસાડેલી માનસિકતા છે. આપણા બાળકો ની જવાબદારી તો આપણી બન્ને ની સરખી જ હોય ને?
તને ઘણીવાર એમ થતું હશે કે હું તને કોઈદીવસ લગ્નપછી આઈ લવ યુ નો મેસેજ કે પછી આમ જ વોટ્સએપ પર વાત કેમ નહી કરતો હોવ…પણ સાચું માનજે મને પણ ઘણીવાર આવું થાય છે.

હું તને ઘણીબધી વાત એવી છે કે જે કરી નથી શકતો. તારા ત્યાગ ને તારા પ્રેમ ને હું વખાણી નથી શકતો. આખરે તો એક પુરુષજાત જ ને.

હું એ દરેક સ્ત્રી ને કહેવા માંગીશ કે હા અમે જાણીએ છીએ તમે અમારા માટે શું કર્યું છે પણ તમને અમે નથી કહી શકતા આખરે અમે પુરુષજાત ને….

આ લેટર પણ મેં મારા દિલ ને મનાવવા જ લખ્યો છે ઈચ્છા તો છે આ લખીને તને આપું પણ આખરે પુરુષજાત ને…..

વિશાલ લાઠિયા (સુરત)

જો આપને આ લેટર માં વ્યક્ત કરેલી લાગણીઓ પસંદ પડી હોય તો તમે પણ તમારી પત્ની/પતી ને ટેગ કરજો !!

ટીપ્પણી