યુવાનોને આગળ વધવા પ્રોત્સાહન આપીએ

ભાઈ, તું કૉંફિડન્ટ છે ને ? 45 માણસ છે. કૅંટરીંગ એ બહુ આઘરું કામ છે. મારી દીકરીનો બર્થ-ડે ખરાબ ન થવો જોઈએ. અમે રહ્યા ગુજરાતી, બધું ચલાવી લઈએ પણ ખાવામાં જરા પણ પછી-પાની ના ચાલે. તું બે પૈસા વધારે લેજે, પણ રસોઈ ફસ્ટ-ક્લાસ હોવી જોઈએ…

પ્રતીક થોડો ગુંચવાઈ રહ્યો હતો.એની પાંચ વર્ષની દીકરીની બર્થ-ડે પાર્ટી બિલ્ડિંગના બૅન્ક્વે હોલમાં ગોઠવવામાં આવી હતી. બચ્ચા પાર્ટી માટે કૅટરીંગનો ઑર્ડર આપવાનો હતો. પ્રતીકના એક મિત્રએ ભારપૂર્વક 19 વર્ષના ક્રીશનું નામ સૂચવ્યું હતું.

પરિણામે પ્રતીકે પણ ક્રીશને ઑર્ડર આપવાનું વિચાર્યું હતું. પંદરેક દિવસ પહેલાં જ ક્રીશ, પ્રતીક અને પ્રતીકની પત્નિએ ફૂડ-મેનુ નક્કી કરી લીધેલું, છતાં પ્રતીકનું મન કચવાતું હતું. એ વારંવાર વિચારતો : આવા બીન-આનુભવી કૉલૅજીયનને ઑર્ડર આપીને કોઈ ભુલતો નથી કરી ને…? સાવ છોકરડા જેવો લાગતો ક્રીશ પાર્ટી બગાડશેતો નહીં ને…?

આખરે પાર્ટીનો દિવસ આવી પહોંચ્યો અને ક્રીશે ધુમ મચાવી દીધી. બાળકોની સાથે મોટાઓ પણ આંગળી ચાટતાં રહી ગયા. ક્રીશની પાઉંભાજી અને કૅટરીંગ સર્વિસથી બર્થ-ડે પાર્ટી હિટ થઈ ગઈ. આવેલા બધા મહેમાનો અને બાળકોએ મેનુનાં ખુબજ વખાણ કર્યા.

બે દિવસ પછી, જ્યારે ક્રીશ પેમેંટ લેવા આવ્યો ત્યારે પ્રતીક પુછ્યા વિના ના રહી શક્યો : “ તું જ્યારે પહેલી વાર મળવા આવ્યો ત્યારે હું આવઢમાં હતો, કે ભણતાં ભણતાં તું ધંધો મૅનેજ નહી કરી શકે એવો મને ડર હતો, પણ યાર તેં તો કરી બતાવ્યું. હવે હું તને ઘણા રેફરન્સ આપીશ. પણ મને એક વાત કહે કે આમ ભણતાં-ભણતાં ધંધો કરવાનું સૂઝ્યું કેવી રીતે? ”

ક્રીશ હસતાં હસતાં કહે : “ સર, કુકિંગ મારી પૅશન છે. આત્યરે કૅટરિંગ કૉલેજમાં મારો ઘણો સમય ભણવા પાછળ જાય છે.મારું ઘર પણ વ્ય્વસ્થિત છે, પૈસેટકે પણ સુખી-સંપન છીએ, પણ મારા પપ્પાને એવું લાગે છે કે આ ક્ષેત્રે મારું ભવિષ્ય નથી.વળી મારે લંડન ભણવા જવું છે. ફી આકરી છે.

મારા મમ્મી-પપ્પા ફી આપવાની ના તો નહી પાડે, પણ મને ત્રણ-ચાર મહિનાથી લાગ્યા કરતું હતું કે આ લોકો મોટાં છે, આનુભવી છે. જો એમને આ ક્ષેત્રમાં મારું ભવિષ્ય ના દેખાતું હોય, તો મારે તેમની વાત આંખ બંધ કરીને માની લેવી જોઈએ અથવા તેમની વાત ખોટી પુરાવાર કરવી જોઈએ.આ જ કારણસર મને લાગ્યું કે હું જ મારા શોખની મદદથી ફીની રકમ ભેગી કરાવા માંડું તો ?

હજુ એક વર્ષ છે મારી પાસે, જો તમારા જેવા નાના-મોટા ઑર્ડર મળ્યા કરશે તો લંડનના કોર્ષની એક વર્ષ ની ફી જેટલી રકમ તો હું આરામ થી એકઠી કરી શકીશ. ઍક્ચ્યુલી, આ ધંધામાં મારા જેવાજ વિચારો વળા મારાં પાંચ મિત્રોની ટીમ છે. અમે એક નાની જગ્યા ભાળે રાખી છે. એ જ આમરું કિચન છે. આને અમે બધા મળી ને આ કેટરીંગ સંભાળીએ છીએ. અમને ખબર છે, કે આ કામ ઘણું આઘરું છે-ઘણા પળકાર છે. પણ આ ઉંમરે આમે ભાગ-દોળ નહી કરીએ તો ક્યારે કરીશું ? ”

ક્રીશની વાત સાંભળી પ્રતીક ખુશ થઈ ગયો. ડિસ્કાઉન્ટ માગવાની જગ્યાએ એણે ક્રીશને પાંચ હજાર રૂપીયા હોંશે-હોંશે વધુ આપ્યા.

અહીં આ વાત કરવાનો ઈરદો એ જ હતો કે આપણે નવી પેઢીને ઉછાંછળી કે ઉદ્વત માનીએ છીએ. આપણને એવું લાગે છે, કે યુવાનો મોબાઈલ અને સોશિયલ-મિડિયામાં જ સમય વેળફે છે. જો કે એ વાત સાવ સાચી નથી. એમના માં પણ જવાબદારીની ભાવના છે. એ લોકો પણ ઘણા સરા કામ કરે છે.

આજના યુવાનો મોબાઈલ-ઇન્ટનેટ અને યુ-ટ્યૂબ જેવી સોશ્યલ-સાઈટ માંથી પણ ઘણી સારી કમાણી કરે છે, ને એ પણ એમનો શોખ પુરો કરતાં કરતાં…!!! આપણી આસપાસ પણ આવા ઘણા યુવાનો છે, જેઓએ પોતાના શોખ ને જ વ્યવસાઈ બનાવ્યો છે. તો આવા યુવાનોને વધાવીએ, અને એમને ટોકવાને બદલે આગળ વધવા પ્રોત્સાહન આપીએ….

સંદર્ભ : ચિત્રલેખા

ટીપ્પણી