મસૂરની દાળમાંથી બનાવો આ 3 ફેસ પેક, અને ચહેરા પર લાવો ચમક અને ખીલને કરી દો છૂ..

મસૂરની દાળ દરેક ભારતીયના રસોઇ ઘરમાં જોવા મળતી એક દાળ છે. આ દાળ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેમ સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક છે. મસૂરની દાળમાં કેલ્શિયમ, ક્લોરિન, એલ્યુમીનિયમ, આયોડિન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, સલ્ફર, કોપર, જિંક, આયોડીન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ જેવા અનેક ગુણો તેમાંથી મળી આવે છે. મસૂરની દાળનો જો તમે રેગ્યુલરખાવામાં ઉપયોગ કરો છો તો તે તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમને જણાવી દઇએ કે, મસૂરની દાળ ત્વચા સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મહત્વતા ધરાવે છે. તો આજે અમે તમને મસૂરની દાળમાંથી અલગ-અલગ ફેસ પેક બનાવતા શીખવાડીશું જે તમારી સ્કિનના અનેક પ્રોબ્લેમ્સને દૂર કરે છે. આમ, જો તમે આ પ્રમાણે મસૂરનીદાળમાંથીફેસ પેક બનાવીને તેનો ઉપયોગ કરશો તો તમારી હેલ્થને પણ અનેક ઘણા ફાયદાઓ થશે. તો જાણી લો તમે પણ મસૂરની દાળમાંથી ફેસ પેક બનાવવા માટે કઇ-કઇ સામગ્રીઓ તમારે જોઇશે..

સામગ્રી

  • મસૂરની દાળ,
  • કાચુ દૂધ,
  • હળદર ,
  • નારિયેળ તેલ,
  • બદામ તેલ,
  • મધ

ગ્લોઇંગ સ્કિન માટેજો તમે ગ્લોઇંગ સ્કિન મેળવવા ઇચ્છો છો તો મસૂરની દાળમાંથી બનતો આ ફેસપેકનો ઉપયોગ કરો. આ પેક બનાવવા માટે સૌ પ્રથમ મસૂરની દાળને ધોઇ લો. ત્યારબાદ તેને સુકવીને મિક્સરમાં ક્રશ કરી લો. પછી આમાં 2 ચમચી કાચુ દૂધ, 1 ચમચી હળદર અને થોડુ નારિયેળ તેલ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને તેને 20 મિનિટ સુધી ફેસ પર રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરની ડેડસ્કિન બહાર નિકળી જાય છે અને ચહેરા પર ચમક આવે છે.

ખીલમાંથી મેળવો છૂટકારો
ખીલમાંથી છૂટકારો મેળવવા આજકાલ અનેક લોકો નવા-નવા પ્રયોગ કરતા હોય છે. આમ, જો તમે ખીલમાંથી આસાનીથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો 1 વાટકી દાળને આખી રાત પાણીમાં પલાળી દો ત્યારબાદ સવારમાં ઉઠીને તેમાં દૂધ મિક્સ કરી લો. આમ, કરવાથી પેસ્ટ એકદમ મેશ થઇ જશે. તો તૈયાર કરેલી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને અડધો કલાક સુધી રહેવા દો. ત્યારબાદ ધ્યાન રહે કે, ચહેરા પરથી આ પેક કાઢવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો અને હળવા હાથે ચહેરો ક્લિન કરવો. આમ, આ પેકનો ઉપયોગ તમારે સવારે ઉઠીને નાહ્યા પછી 10 મિનિટ રહીને કરવાનો રહેશે. આ પેકનો ઉપયોગ તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે. આમ, જો તમે આ પ્રયોગ નિયમિત રીતે ઉપર મુજબ ફોલો કરશો તો તમારા ચહેરા પરના ખીલ 20 દિવસમાં જ છૂ થઇ જશે.

ચહેરા પરના ડાઘા-ધબ્બા દૂર કરીને લાવો ચમક

આજકાલ છોકરીઓ તેમજ છોકરાઓ પોતાના ચહેરા પર ચમક લાવવા ક્રિમ તેમજ અનેક કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે. તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળતુ નથી. પણ જો તમે તમારા ચહેરા પર નેચરલ રીતે

ચમક લાવવા ઇચ્છતા હોવ તો આ ફેસ પેક ઘરે બનાવો. આ ફેસ પેક બનાવવા માટે 1 ચમચી કાચા દૂધમાં અડધી ચમચી મધ, 1 ચમચી સંતરાના છોલનો પાવડર અને 1 ચમચી ક્રશ કરેલી મસૂરની દાળ લો અને તેને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ પેકને ચહેરા પર એક કલાક માટે રહેવા દો અને પછી ફેસધોઇ લો. આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણવાર એપ્લાય કરો. આ પેક ચહેરા પર ચમક લાવે છે અને સાથે-સાથે ડાઘા-ધબ્બા પણ દૂર કરે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક બ્યુટી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર. તો લાઇક કર્યું કે નહિ??

ટીપ્પણી