“લીંબુ ભાત” – લેમન રાઈસ નામ તો સુના હોગા, તો આજે બનાવી પણ લો..

“લીંબુ ભાત”

આ ભાત સ્વાદ માં થોડા તીખા , થોડા ખાટા હોય છે . બનાવા માટે વધેલો ભાત પણ તમે વાપરી શકો .. સ્કુલ ના ટીફીન માટે ઉત્તમ છે .. ભાત , લીંબુ અને થોડો મસાલો બસ તૈયાર છે આ સ્વાદિષ્ટ ભાત .. બાળકો અને ઘર ના સભ્યો જયારે એક ના એક દાળ-ભાત ખાય ને કંટાળે , પીરસો આ ભાત . ભાત ની સાથે તળેલા પાપડ ખુબ જ જામે …

નોંધ : જો ભાત ની આ વેરાઈટી તમે વધેલા ભાત માંથી બનાવતા હો તો ધ્યાન રાખવું કે ભાત બહુ ગળેલો ના હોય . ચોખા નો દાનો પૂરો રંધાયેલો અને છૂટો હોય.. અને તો તાજા ભાત માંથી બનાવતા હો તો ભાત રાંધી ને પૂરી રીતે ઠરવા દો .. ગરમ ભાત વઘારવા થી દાનો તૂટી ને છુંદો થશે અને ખાવા માં મજા નહિ આવે ..

સામગ્રી :

• ૩ વાડકા રાંધેલો ભાત ,
• ૩ ચમચી તેલ,
• ૧ ચમચી રાઈ ,
• ૧ ચમચી ચણા ની દાળ ,
• ૧ ચમચી અળદ ની દાળ ,
• થોડા લીમડા ના પાન ,
• ૩-૪ લીલા મરચા સમારેલા , સમારેલા ,
• ૧-૨ લાલ સુકા મરચા ,
• ૧.૫ ચમચી કાચી શીંગ ,
• મીઠું ,
• લીંબુ જ્યુસ,
• ૧/૪ ચમચી હળદર ,
• ૧/૪ ચમચી હિંગ ,

રીત :

કડાય માં તેલ ગરમ કરો .. હવે એમાં રાઈ, બેય દાળ , શીંગ , લાલ મરચા અને લીલા મરચા ઉમેરો..

પ્રોપેર શેકાય જાય પછી એમાં લીમડા ના પાન , હિંગ, હળદર ઉમેરી ભાત ઉમેરો .. સરસ હલાવો .. મીઠું સ્વાદનુસાર ઉમેરો .. લીંબુ જ્યુસ ઉમેરો અને સરસ મિક્ષ કરો ..

હાથ થી ૨-૩ ચમચી પાણી છાંટો અને ચડવા દો .. બસ ગરમ ગરમ પીરસો .. તૈયાર છે લીંબુ ભાત .. ચાહો તો કોથમીર ભભરાવી પીરસી શકાય ..

રસોઈની રાણી : રૂચી શાહ

દરરોજ અવનવી માહિતી અને રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી