ઉનાળામાં આપણને લીંબુ પાણી બહુ ભાવતું હોય છે અને ખાટાં લીંબુ વગરની દાળ – શાક ફિક્કાં લાગે છે. સાઈટ્રીક એસિડવાળાં દરેક ફળમાંથી લીંબુમાં તેનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને વળી તેના અનેક ઔષધીય ગુણોને લીધે પણ સામાન્ય ઘરવપરાશ માટે લવાય છે. જ્યારે પણ આપણને સસ્તાં અને સારા લીંબુ મળી જતાં હોય છે આપણે તેને ખરીદી લેવામાં સહેજ પણ વિચાર કરતાં નથી. પરંતુ મુસિબત ત્યારે લાગે છે જ્યારે એ વધારે પ્રમાણમાં લેવાઈ ગયેલા લીંબુ વપરાયા વગર સુકાવવા લાગે. તેનો રંગ બદલાઈને પીળામાંથી બદામી થઈ જાય છે. તેની છાલ પર છાંટડાં પડવા લાગે છે. લીંબુના રસમાંથી વાસ પણ આવવા લાગે છે. વધારે જથ્થામાં ઘરમાં આવેલાં લીંબુને સરળતાથી સાચવવાના કેટલાક સરળ ઉપાયો જોઈએ…