લીંબુને લાંબા સમય માટે સ્ટોર કરવા માંગો છો? અપનાવો આ સરળ ઉપાય…

ઉનાળામાં આપણને લીંબુ પાણી બહુ ભાવતું હોય છે અને ખાટાં લીંબુ વગરની દાળ – શાક ફિક્કાં લાગે છે. સાઈટ્રીક એસિડવાળાં દરેક ફળમાંથી લીંબુમાં તેનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને વળી તેના અનેક ઔષધીય ગુણોને લીધે પણ સામાન્ય ઘરવપરાશ માટે લવાય છે. જ્યારે પણ આપણને સસ્તાં અને સારા લીંબુ મળી જતાં હોય છે આપણે તેને ખરીદી લેવામાં સહેજ પણ વિચાર કરતાં નથી. પરંતુ મુસિબત ત્યારે લાગે છે જ્યારે એ વધારે પ્રમાણમાં લેવાઈ ગયેલા લીંબુ વપરાયા વગર સુકાવવા લાગે. તેનો રંગ બદલાઈને પીળામાંથી બદામી થઈ જાય છે. તેની છાલ પર છાંટડાં પડવા લાગે છે. લીંબુના રસમાંથી વાસ પણ આવવા લાગે છે. વધારે જથ્થામાં ઘરમાં આવેલાં લીંબુને સરળતાથી સાચવવાના કેટલાક સરળ ઉપાયો જોઈએ…– તમે જ્યારે પણ લીંબુ લાવો ત્યારે જો તેને તમારે થોડા દિવસ સાચવીને રાખ્યા પછી વાપરવા ઇચ્છો તો તેને સૂર્યનો તાપ ન લાગે એવી સૂકી અને ઓછા પ્રકાશવાળી જગ્યાએ રાખવી. તેને સાચવવા માટે યોગ્ય તાપમાન હોવું જરૂરી છે. જો તે વધુ કે ઓછા તાપમાને હશે તો તે પોચાં પડી જઈને તેમાં કરચલી પડવા લાગશે અને તેના સ્વાદમાં પણ ફરક પડી જશે. રૂમ ટેમ્પરેચરમાં રાખવાથી તે લાંબો સમય ટકશે.– પાકેલા પીળા લીંબુને સ્ટોર કરવા માટેનું આદર્શ તાપમાન 4º અને 10ºC (39-50ºF) વચ્ચે છે. મોટાભાગના રેફ્રિજરેટરોમાં તે પ્રમાણેનું તપમાન, વચ્ચેની છાજલીમાં અથવા તો ફ્રિઝ ડોરમાં રહેલું હોય છે. ઝીપ લોક પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બહુ સરળતાથી કરી શકાય છે. આવી થેલીઓ બજારમાંથી આસાનીથી મળી પણ જાય છે. જે સસ્તી પણ પડી શકે છે. જેટલાં વાપરવા હોય તે કાઢીને બાકીના ફરીથી મૂકી દઈ શકાય છે. કાચની બરણીમાં લીંબુના રસને કાઢીને સાચવી શકાય છે. તેમાં મીઠં એટલે કે નમક કે ખાંડ રાખવાની પણ જરૂર નથી. બસ યાદ રહે તેમાં પાણી ન પડવું જોઈએ. જેટલો રસ વાપરવો હોય એ લઈને ફરીથી બરણી બંધ કરી દેવી.– દરરોજ લીંબુ પાણી પીવાની ટેવ હોય એમને માટે એક મજાની ઠંડી ટીપ, થોડા પાણીમાં અગાઉથી કાઢેલ લીંબુનો રસ નાખીને મીક્સ કરી લો. અને જે રીતે આપણે બરફની ટ્રે ભરતાં હોઈએ એ રીતે ભરી દઈને ફ્રિઝમાં મૂકી દો. વાપરવા સમયે આ લેમન ક્યુબ્સને ડાયરેક ડ્રિન્કના ગ્લાસમાં નાખીને સોડા કે ઠંડા પાણી સાથે પી શકાશે. લીંબુની છાલને ઝીણી ખમણીને તેને બટર પેપર કે બેકિંગ ટ્રેના પેપર પર મૂકીને સૂકવી દેવાથી તેને લેમન રાઈઝ જેવી કોઈ વાનગીમાં નાખી શકાય છે. તેની છાલનું ખટમીઠું અથાણું આપણે કાયમ બનાવીએ જ છીએ જે તેનો બેસ્ટ ઉપયોગ છે. લીંબુના કટકા કરીને સાચવવા હોય તો તેને માથેથી ઊભા કાપા ન કરવા. હંમેશા યાદ રહે તેન વચ્ચેથી જ કાપવા. ઝીણા કટકા કરીને એરટાઈટ કાચના કે બોર્નચાઈનાના વાસણમાં હવાચૂસ્ત બંધ કરીને રાખવાથી તે ૨ કે ૩ દિવસ સુધી વાપરી શકાય તેવા તાજા રહે છે.