કાગળ પર આ રીતે કરો લીંબુનો જાદુ, આવશે જોરદાર મજા

કાગળ પર લીંબુનો જાદુ:

image source

આ વખતનો પ્રયોગ લીંબુ સાથે સંકળાયેલ છે. તમે આ પ્રયોગને જાદુ પણ કહી શકો છો. તો ચાલો, આ વખતે બનાવીએ, એક એવી શાહી જે દેખાઈ ન શકે. પછી તેના દ્વારા તમે તેની સાથે જાદુ કરી શકો છો.

આ પ્રયોગ માટે તમારે જે વસ્તુઓની જરૂર પડશે તે છે લીંબુ, એક નાની વાટકી પાણી, પેઇન્ટ બ્રશ, એક ચમચી અને સફેદ કાગળ.

આ કેવી રીતે કરવું?

image source

પ્રથમ તો એ છે કે બિન-દૃશ્યમાન શાહી બનાવવાની છે. મમ્મીની મદદથી લીંબુને કાપીને બે ટુકડા કરી લો. હવે તેનો રસ બાઉલમાં કાઢો. લીંબુના બીજને બહાર કાઢી લો. તેમાં થોડા ટીપાં પાણી નાંખો અને પછી તેને ચમચીથી બરાબર મિક્સ કરી લો.

હવે આ પારદર્શક શાહીથી પેઇન્ટ બ્રશની મદદથી સાદા કાગળ પર કંઈપણ લખો. તમે તમારા મિત્રને સંદેશ પણ લખી આપી શકો છો. આ પછી તેને સૂકવવા માટે મૂકી દો. હવે જુઓ શું થયું?

image source

કાગળ પર કોઈ સંદેશ દેખાય રહ્યો છે. કદાચ નહીં! તો તમારો સંદેશ ક્યાં ગયો? તેને તમારા મિત્રને વાંચવા માટે આપો. વાંચી શક્યા નહીં ને? કંઇ નહીં, હવે તેને પ્રકાશના સ્ત્રોત એટલે કે દીવો અથવા મીણબત્તીના પ્રકાશ પાસે લઈ જાઓ અને પછી જુઓ આનો કમાલ!

આ જાદુ પાછળનું રહસ્ય:-

image source

તમે કાગળ પર લીંબુના રસથી જે કંઇ પણ લખ્યું છે, તે ગરમી મળ્યા પછી વિઘટિત થવા લાગે છે અને કાર્બન છોડવા લાગે છે. એકવાર કાર્બન હવાને સ્પર્શે છે તો, તે ઓક્સિડાઇઝ થઈ જાય છે, પછી તે ભૂરા અથવા કાળો દેખાવા લાગે છે, જેનાથી તમે તમારો લેખિત સંદેશ વાંચી શકો છો.

image source

જોયું! અદૃશ્ય શાહીથી ગુપ્ત સંદેશ કેવી રીતે પ્રગટ થાય છે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ