ગરમીના દિવસોમાં ઠંડા પીણાંમાં આજકાલ ખૂબ જ લોકપ્રિય બનેલી લેમન આઈસ ટી બનાવો હવે તમે પણ…..

 લેમન આઈસ ટી

ગરમીમાં આપણે રીફેસ થવા લીંબુ શરબત ,વરીયાળી શરબત વગેરે પીયે છીયે તો ચાલો આજે રીફેસ થવા આઈસ ટી બનાવીએ.

આમ તો બજારમાં તૈયાર આઈસ ટી નો પાવડર મળે છે.પણ આજે ધરે જ આઈસ ટી રેડી કરીયે.તો ચાલો રીફેસીગ આઈસ ટી બનાવીયે.

સામગ્રી :-

  • * ૧/૨ ટી.સ્પૂન ચા પતી,
  • * ૧/૨ ઈંચ આદુંનો ટૂકડો,
  • * ૨ નંગ ઈલાયચી,
  • * ૧ લીંબુનો રસ,
  • * ૩ થી ૪ ટે.સ્પૂન ખાંડ,
  • * ફૂદીનો,
  • * લીંબુની ગોળ રીંગ ગાઁનીશીગ માટે.

રીત :-

એક પાનમાં બે કપ પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ચા પતી,ઈલાયચી, આદું, ફૂદીનો નાખી એક ઉકાળો લાવી ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ નાખી ડીશ ઢાંકી દો.

થોડીવાર પછી જે ચા નું પાણી તૈયાર કરયુ છે તેને ગાળી ને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મુકી દો.

હવે એક ગ્લાસ મા આઈસ ક્યૂબ , લીંબુ ની રીંગ , ફૂદીના ના પાના નાખો પછી બનાવેલી આઈસ ટી નાખી ઉપર થી બરફ નાખી ઠંડી આઈસ ટી સવૅ કરો.અને બધાં ને રીફ્રેસ કરો.

નોંધ :-

* ખાંડ ની જગ્યાએ હની પણ લેવાય.
* આ ટી બનાવી જારમાં ભરી ફ્રીઝમાં મૂકી શકાય.
* જ્યારે સવૅ કરવુ હોય ત્યારે સવૅ કરી શકાય.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

મિત્રો તમને મારી રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં જરૂર જણાવજો…. જેથી નવી વાનગી આપવામાં મારો ઉત્સાહ વધે.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી