અધુરો પ્રેમ……..પ્રેમ પૂર્ણ થાય છે? વાંચો સરસ મજાની વાર્તા ખુબ જ રસપ્રદ છે

અધુરો પ્રેમ

 ભાવેશને આવતી કાલે એક કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જવાનું હતુંતેથી તે ઈન્ટરવ્યુ માટે પોતાના અભ્યાસના સર્ટીફીકેટ જોડવાના હતા. જેથી સાંજે ઘરે આવી,જમ્યા બાદ તે તેના રૂમમાં પોતાની ફાઈલ શોધી તેમાંથી સર્ટીફીકેટ નીકાળતો હતો ત્યારે  ફાઈલમાંથી એક જુનો ફોટો મળ્યો. ભાવેશ પહેલા તો સફાળો થઈ ગયોબાદમાં તે ફોટાને જોઇને તે તેમાં ખોવાઈ ગયો. તેમાં બે માણસ હતાએક તો ભાવેશ પોતે અને બીજું તેના કોલેજકાળની મિત્ર જેના હતી. આ ફોટો કોલેજના વિદાય સમાંરભમાં પાડવામાં આવ્યો હતો. ત્યારે ભાવેશ અને જેનાએ પણ જોડે ફોટા પડાવ્યા હતા.

આમ તો જેના તેની મિત્ર પણ હતી અને તેની પ્રેમિકા પણ હતી. આમ તો જેના બહુ રૂપાળી છોકરી હતી. જોવા જઈએ તો જેના કોમળ સસલા જેવી હતી. ભાવેશ અને જેનાએ કોલેજમાં એડમિશન સાથે જ લેધુ અને પછી તેમનો પરિચય થયો. વધુમાં તેમને એક જ રૂમમાં એડમિશન મળ્યું. પછી તે બંનેજણ સારા મિત્ર બની ગયા. પછી બને સાથે હસતા- રમતા અને ફરતા હતા. પણ ભાવેશ મિત્રતાથી આગળ વધી જેનાના પ્રેમમાં પડી ગયો. તે જેનાના ચાહવા લાગ્યો. તે જેનાને મનોમન પ્રેમ કરતો હતોપણ તેનો આ પ્રેમ એક તરફી હતો. જેના ભાવેશને માત્ર એક મિત્ર ગણતી હતી.  હવે તો કોલેજના ત્રણ વર્ષ પુરા થવા આવ્યા હતા. પણ ભાવેશ હજુ ડરતો હતો કે જેના કહું કે ના કહ્યું. તે હા અને ના વચ્ચે ગુંચવાઈ ગયો હતો અને કોલેજના બે વર્ષ પુરા થઈ ગયા. કોલેજ છોડ્યા બાદ ભાવેશનો જેના સાથે સંપર્ક ન રહ્યો.     

ભાવેશ સવારે આઠ વાગે તેયાર થઈ ગયો અને પછી નવ વાગે તે ઈન્ટરવ્યુ આપવા કંપનીની ઓફીસમાં ગયો. ત્યાં તો ઈન્ટરવ્યુ માટે લાંબી કતાર લાગી હતી પણ તેનો નંબર જલદી આવી ગયો.

તેને જેવો ઓફીસનો દરવાજો ખોલીને કહ્યું  ‘‘ MAY, I COME IN SIR. ‘

એક મેડમનો અવાજ આવ્યો. તે મેડમ બીજું કોઈ નહિ પણ તેના કોલજકાળની મિત્ર જેના જ હતી. જેનાને જોઇને ભાવેશ ખુશ થઈ ગયો કારણ કે તેને તેની પ્રેમિકા મળી ગઈ. ભાવેશને વિચાર આવ્યો કે જેના તેને જ જોબ આપશે. જેનાએ ઈન્ટરવ્યુમાં તેના મિત્ર તરીકે નહિ પણ તેની કાબેલિયત જોઇને ભાવેશને પાસ કર્યો. પજેનાએ તેની મિત્રતાને ખાતર નહિ પણ ભાવેશ સાચે જ આ નોકરી માટે લાયક હતો.

 જેનાએ કહ્યું ‘‘ બપોર પછી તું મને કેન્ટીનમાં મળજે.’’

ભાવેશે કહ્યું ‘‘ હવે તો રોજ કેન્ટીનમાં મળશું.’’

  જેના બોલી ‘‘ હાહાજરૂર મળીશુંપણ નાસ્તાના પૈસા તારે આપના રહેશે.’’

  ભાવેશ “ જરૂર આપીશુંપછી કોઈક દિવસ તમારો પણ વારો આવશે.’’

વાતો અને વાતોમાં બનેએ બે કલાક કેન્ટીનમાં ગાળી નાખ્યા. જેના પાસે વ્હીકલ ના હોવાથી ભાવેશ જેનાને ઘેર મુકવા આવ્યો.

 જેનાએ ભાવેશને કહ્યું “ આવતી કાલે ઓફીસમાં મળજે. 

સમય એટલો જડપથી પસાર થઈ ગયો કે  સમય જતો રહ્યો એની ખબર ના પડી. ભાવેશને  નોકરી કરતા-કરતા બે વરસ પુરા થઈ ગયા. તે હજી પણ જેનાને પ્રેમ કરતો હતો. જે લાગણી કોલેજકાળમાં જેના માટે હતી તે લાગણી ફરીથી ભાવેશના હૃદય જાગી. ભાવેશને લાગ્યું કે હવે તેને તેના પ્રેમનો એકરાર કરી લેવો જોઈએ. પણ થોડા દિવસ સુધી તે જેનાને ના કહી શક્યો. આખરે તેને એક દિવસ હીંમત કરીને જેના જોડે ગયો.

ભાવેશએ કહ્યું “ મારે તને કઈક કહેવું છે “

જેના બોલી “ બોલને શું કેવું છે. ”

ભાવેશ હીંમત ભેગી કરીને કહ્યું “ આઈ લવ યુ જેના 

જેના તેની વાત સાંભળી ચોકી ગઈ.      

જેનાએ ભાવેશને ચોખા શબ્દોમાં કહ્યું કે ભાવેશે આટલા દિવસો સુધી તો તેને તેના પ્રેમનો કર્યો ન હતો અને વળી આજે જયારે મારી પાસે મોટી નોકરી અને પૈસાવાળી છુ એટલે તને તારો પ્રેમ યાદ આવ્યો. મને લાગે છે કે તું મને નહિ પણ મારા પૈસા પ્રેમ કરે છે.’’

જેનાએ ભાવેશને ઈન્સલ્ટ કર્યો અને ભાવેશને બોલવાનો કોઈ મોકો પણ ના આપ્યો. તેણીએ ભાવેશની સાચી લાગણી ન સમજી અને તેણીએ ભાવેશનો પ્રેમને  નકારી કાઢ્યો.

જેનાએ કહ્યું કે “ વહેલામાં વહેલા તું  અહીંથી ચાલ્યો જા.’’     

 ભાવેશ કાઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયોઅને બીજા દિવસે તેણે નોકરી પણ છોડી દેધી.

 આ ઘટના બાદજેનાની કોલેજની સહેલી રીટા તેને મળવા આવી. રીટાને ખબર હતી કે ભાવેશ જેનાને કોલેજના પહેલા દિવસથી પ્રેમ કરે છે. પણ તે જેનાને આ વાત કોલેજમાં ના કહી શક્યો. જયારે બને સહેલી વાતોના ગપાટા મારતી હતી.

ત્યારે જેનાએ વીણાને કહ્યું “ આપણી કોલેજનો ભાવેશ એક દિવસ અહી ઈન્ટરવ્યુ આપવા આવ્યો હતો અને પછી તે અહી મારી સાથે નોકરી પણ કરવા લાગ્યો.’’

 વીણા પણ મનમાં વિચારવા લાગી કે કોલેજમાં નહિ તો અહિયાં ભાવેશ જરૂર જેનાને પ્રપોજ કર્યો હશે  

વીણાએ જેનાને પૂછ્યું કે “ તમે બંને સાથે નોકરી કરો છો તેની વાત તે મને કદીયે કરી નથી. એ બધું છોડ ભાવેશને બોલાવ મારે એને મળવું છે.’’

જેનાએ વીણાને કહ્યું “ એ સાલાએ એક દિવસ મારા કેબીનમાં આવી મને આઈ લવ યુ કહી દીધું.પણ મને ભાન થયું કે એ મને નહિ પણ મારી પોજીસન અને પેસાના લીધે મને એ પ્રેમ કરે છેએટલે મેં એને ના પાડી દેધી. પછી નોકરી છોડીને ચાલ્યો ગયો.’’

 વીણા આ વાત સાંભળી સાવ ડઘાઈ ગઈ

વીણાએ જેનાને કહ્યું કે “ તે તો મોટી ભૂલ કરી નાખી ભાવેશ તને અત્યારથી નહિ પણ કોલેજના પહેલા દિવસથી તને તે પ્રેમ કરે છે. આટલા દિવસથી તેને કહેવાનો મોકો નહિ મળ્યો એટલે હવે તેને તને કહ્યું હશે.’’

જેના વીણાની વાત સાંભળી રડી પડીતે પશ્ચાતાપ કરવા લાગી .જેના હવે બહુ મોડી પડી ગઈ હતી કારણ કે ભાવેશ તેને નહિ પણ તે શહેરને છોડીને ચાલ્યો ગયો હતો. તેણીએ ભાવેશને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા પણ ભાવેશ તેને ફરીથી ના મળ્યો. અંતે જેના ભાવેશને શોધવામાં થાકી ગઈ અને એક સાચા પ્રેમને હારી ગઈ.

 લેખક  : વિષ્ણુ સાંખલા
રોજ નવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી