સલામ છે આ દિકરીને જેણે આવું કામ કરી બતાવ્યું, બધામાં નથી હોતી આ હિંમત… તેના માટે જીગર જોઈએ…

આરામદાયક નોકરી છોડી આ દીકરીએ સૈન્ય જોઈન કર્યું.

ભારતીય સેનાનું નામ સાંભળીને મનમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ જાય છે. ઘણા બધા લોકોનું સ્વપ્ન હોય છે કે તે બધું છોડીને પોતાના દેશની સેવામાં લાગી જાય. પણ હંમેશા આપણી જવાબદારીઓ તેમજ અન્ય પ્રાથમીકતાઓ આપણને તે તરફ નજર પણ કરવા નથી દેતાં. અને છેવટે આપણે એક આરામદાયક જીવનમાં ખોવાઈ જઈએ છીએ. પણ કેટલાક લોકો એવી માટીના બનેલા હોય છે જે કોઈ પણ સંજોગોમાં પોતાનું સ્વપ્ન પુરુ કરીને જ રહે છે.
23 વર્ષીય અપર્ણા રાય તેમાંની એક છે. તેણે બધાને બતાવી દીધું કે સ્ત્રીઓમાં કેટલી ઇચ્છાશક્તિ હોય છે.
ઉત્તર પ્રેદશના ગાજીપુરમાં જન્મેલી અપર્ણા પોતાના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. બાળપણથી અપર્ણા એક તેજસ્વી વિદ્યાર્થીની રહી છે અને દસમાની બોર્ડની પરીક્ષામાં તેણે પોતાની શાળામાં ટોપ કર્યું હતું. ત્યાર બાદ તેમણે AIEEEની પરીક્ષા પણ આપી જેમાં પણ તે સફળ થઈ. 2016માં તેમણે NIT શ્રીનગરથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યાર બાદ ચેન્નઈમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા હોદ્દા તેમજ સારા પગારે જોબ જોઈન કરી.કંપની જોઈન કર્યા બાદ થોડાં જ સમયમાં તેને ખ્યાલ આવ્યો કે તેણે પોતાના માટે જે કેરીયરની પસંદગી કરી છે, તે તેમને જરા પણ પસંદ નથી આવી રહી. તે હંમેશથી એક યુનિફોર્મવાળા ઓફિસર તરીકે પોતાને જુએ છે અને દેશની સેવા કરવા માગતી હતી. માટે તેમણે પોતાના તે સ્વપ્નને સાકાર કરવા માટે નવો રસ્તો શોધવાનો નિર્ણય કર્યો.
તેમણે એપ્રિલ 2017માં ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી જોઈન કરી અને તે જ સમયે તેમણે પોતાની પહેલી નોકરી છોડી દીધી. તેના કુટુંબીજનોએ તેને ખુબ સહકાર આપ્યો અને તેમના રસ્તાની દરેક મુશ્કેલીઓને સરળ બનાવી દીધી. અપર્ણા જણાવે છે કે તેમની માતાએ જ તેમનામાં ભારતીય સૈન્ય જોઈન કરીને દેશ સેવા કરવાનો જુસ્સો જગાવ્યો હતો. તે જ વર્ષે તેમણે ઇલાહાબાદમાં સર્વિસિઝ સિલેક્શન બોર્ડ એગ્ઝામમાં ભાગ લીધો અને પહેલી જ વારમાં પરીક્ષા પાસ કરી લીધી. તેમણે ટેક્નિકલ એન્ટ્રીમાં મેરીટ લિસ્ટમાં પોતાનું બીજુ સ્થાન મેળવ્યું.
અપર્ણાના પિતા જણાવે છે “અમારા બધા જ માટે આ એક ગર્વની વાત છે કે અમારી દીકરી ભારતીય સેનાનો ભાગ છે.”
તેને ભારતીય સૈન્યમાં લેફ્ટેનન્ટનું પદ આપવામાં આવ્યું છે. તેમની પાસિંગ આઉટ પરેડ ચેન્નઈમાં 10 માર્ચે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં હતી.અપર્ણાની જીવનકથા તે દરેકને પ્રેરિત કરે છે જે જીવનમાં કંઈક પામવા માગે છે. તેમણે એ કરી બતાવ્યું કે જો તમે દૃઢ નિશ્ચયિ હોવ તો તમે તમારું લક્ષ સરળતાથી મેળવી શકો છો. કોઈ પણ સેફ જોબ કે પછી સારો પગાર તમને ભટકાવી શકશે નહીં. અપર્ણા તે સ્ત્રીઓ માટે એક આશાનું કિરણ છે જે મોટા સ્વપ્નો જુવે છે અને સમાજમાં પોતાની એક આગવી છાપ ઉભી કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી