“ભાતના પુડલા” (જૈન રીત) – હવે બનાવેલા ભાત વધે તો ચિંતા નહિ.. બનાવો આ ટેસ્ટી પુડલા…

“ભાતના પુડલા”

ઘર માં ભાત વધવું એક સામાન્ય તકલીફ છે . ચાલો બનાવીએ વધેલા ભાત માંથી ઓછા તેલ માં બનતા ભાત ના પુડલા. આ પુડલા બહુ જ સ્વાદિષ્ટ છે . કેરી ના ગળ્યા અથાણા સાથે ખાવાની મજા જ કઈ ઔર છે . મને કેરી ના છુંદા સાથે આ પુડલા બહુ ભાવે… ચા / કોફી સાથે પણ પુડલા પીરસી શકાય.

વધેલા ભાત માંથી ઘણું બધું બનાવી શકાય , જેમની આ રીત એક સરસ અને ઓછા ટાઇમ માં તૈયાર થતી વાનગી છે . મેં અહી જૈન રીત એટલે કે કંદમૂળ વગર બનાવ્યું છે , આપ ચાહો તો બારીક , એકદમ જીણી સમારેલી ડુંગળી ઉમેરી શકો .

સામગ્રી :

• ૧ વાડકો રાંધેલા ભાત ,
• ૩-૪ ચમચી ચણા નો લોટ ,
• ૨ ચમચી દહીં ,
• ૨ ચમચી જીણી સમારેલી કોથમીર,
• ૧ ચમચી બારીક સમારેલા લીલા મરચા ,
• ૧ ચમચી લાલ મરચું ,
• ૧/૨ ચમચી હળદર ,
• ૧/૪ હિંગ,
• મીઠું ,

રીત :

મોટી થાળી માં બધી જ સામગ્રી ભેગી કરો . પાણી ઉમેર્યા વગર સરસ મિક્ષ કરી લો.

non stick લોઢી ગરમ કરો. થોડા તેલ ના ટીપા નાખી એક ચમચા થી તૈયાર કરેલું બેટર લોઢી પર મુકો .

આંગળીઓ ને પાણી માં ડુબાડી હાથ થી મુકેલા બેટર ને થોડું પાથરો . ૨-૩ ટીપા તેલ કિનારી એ નાખો. કિનારી થી કડક થઇ એટલે ઉથલાવી દો .

હવે બીજી બાજુ પણ સરસ શેકવા દો…


બસ ગરમ ગરમ પીરસો અને તૈયાર આપના પુડલા.

રસોઈની રાણી : રૂચી શાહ

શેર કરો આ વાનગી તમારી દરેક મિત્ર સાથે અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી