મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ, વાળ થશે સિલ્કી+લાંબા અને ખીલ થઇ જશે છૂ…

મીઠા લીમડાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થતી રસોઇમાં થતો હોય છે. મીઠા લીમડાનો ઉપયોગ રસોઇનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. મીઠા લીમડામાં અનેક ગુણો એવા હોય છે જે હેલ્થ તેમજ સ્કિનને ખૂબ જ ફાયદો કરે છે. આમ, કહી શકાય કે મીઠો લીમડો એક ગુણથી નહિં પરંતુ અનેક ગુણોનો ભંડાર છે.

મીઠા લીમડામાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન અને બીટા કેરોટીન હોય છે, જેવાળને થતાં નુકસાનથી બચાવે છે. આ સાથે જ વાળ પાતળા થવાની સમસ્યાને પણ દૂરકરવામાં મદદ કરે છે. મીઠો લીમડો વાળના મૂળને નવજીવન પ્રદાન કરે છે. આપણેઆપણા ખોરાકમાં પણ મીઠા લીમડાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જે લોકો પોતાનાખોરાકમાં મીઠા લીમડાનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરે છે તેઓ તેના ગુણોથી વંચિતરહી છે. તો આજે અમે તમને જણાવીશું મીઠા લીમડાના એવા ગુણો જેનાથી તમારી વાળની સમસ્યા તો દૂર થશે જ પણ સાથે-સાથે આ અનેક બેનિફિટ્સનો તમને લાભ પણ મળશે.

ખીલથી છૂટકારો મળે મીઠા લીમડાના પાનથી તમે ખીલની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. પિપંલ્સને દૂર કરવા માટે સૌ પ્રથમ મીઠા લીમડાના પાન લો અને તેને ધોઇને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ ક્રશ થઇ ગયેલા પાનમાં થોડો લીંબૂનો રસ એડ કરો. હવે આ મિશ્રણને તમારા ફેસ પર લગાવો અને તેને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આ પ્રોસેસ અઠવાડિયામાં તમારે ચાર વાર કરવાની રહેશે. ધ્યાન રહે કે, આ પેક લગાવ્યા બાદ એક કલાક સુધી ચહેરાને સાબુથી ધોવાનો નથી.

વાળને મજબૂત બનાવે છેવધુ પડતાં કેમિકલનો ઉપયોગ અને પ્રદૂષણને કારણે આજકાલ વાળને ભયંકર નુકસાનપહોંચે છે. મોટાભાગના લોકો વાળ સંબંધી કોઈને કોઈ સમસ્યાથી પીડાઈરહ્યા છે. એવામાં મીઠા લીમડામાં એ તમામ તત્વ મળી આવે છે જે વાળને સ્વસ્થરાખવા માટે જરૂરી છે. આમ, જો તમે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને વાળને મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો સૌ પ્રથમ મીઠા લીમડાના પાનને પીસીને તેનોલેપ બનાવી લેવો. ત્યારબાદ તેને સીધું વાળના મૂળમાં લગાવવું. આપ્રયોગથી તમારા વાળા કાળા, લાંબા અને ભરાવદાર તો બનશે જ સાથે મૂળમાંથી પણવાળ મજબૂત બનશે. જો તમે આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વાર તમારા હેરમાં લગાવશો તો તમારા વાળમાં ખોડો પણ નહિં થાય. મીઠા લીમડામાં વિટામિન બી1, બી3, બી9 અને સી હોય છે. આ સિવાય તેમાંઆયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જેથી ડાયટમાં મીઠા લીમડાને અવશ્ય શામેલ કરવું જોઈએ.

સફેદ વાળને કાળા કરે તણાવ, નશીલા પદાર્થોનું સેવન, અનુવંશિક કારણોથી આજે સમય પહેલાંમોટાભાગના લોકોના વાળ સફેદ થઈ જતાં હોય છે. તેના માટે મીઠા લીમડાનો ઉપયોગરોજિંદા જીવનમાં કરવાથી આ સમસ્યા દૂર થાય છે. તેમાં વિટામિન બી હોય છે જેવાળના મૂળને મજબૂત બનાવવાની સાથે વાળને પોષણ આપે છે. જેથી વાળ સફેદ થતાંઅટકે છે.
આમ, સફેદ વાળને કાળા કરવા માટેઅડધો કપ મીઠા લીમડાના પાનને દહીંની સાથે પીસી લેવું. હવે આ મિશ્રણનેવાળમાં લગાવવું. 20 મિનિટ બાદ વાળ ધોઈ લેવા. દહીંથી વાળ હેલ્ધી બને છે અને સાથે-સાથે ધોળા વાળને કાળા કરવામાં પણ મદદરૂપ બને છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમે પણ લાઇક કરો અને તમારા મિત્રોને પણ ઇન્વાઇટ કરો.

ટીપ્પણી