ટીવી, મોબાઈલ કે સીમકાર્ડ ખરીદવા પર આ દેશમાં લેવી પડે છે સરકારની પરવાનગી, ખબર છે તમને?

દુનિયાના દરેક દેશોના પોતપોતાના સ્થાનિક કાયદા કાનૂન હોય છે જે મુજબ દેશના નાગરિકોએ રહેવાનું હોય છે.

image source

પરંતુ કેટલાક દેશો એવા પણ છે જેના કાયદાઓ વિષે તમે કદાચ આ પહેલા ક્યારેય નહિ જાણ્યું હોય. આપણા દેશમાં કોઈપણ નાગરિકને ટીવી કે મોબાઈલ જેવી ચીજવસ્તુઓ લેવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી રહેતી પણ વિશ્વમાં એક જગ્યા એવી પણ આવેલી છે જ્યાંના નાગરિકોએ ટીવી, મોબાઇલ જેવી વસ્તુ ખરીદવા માટે પણ સરકારની પરવાનગી લેવી પડે છે.

image source

આપણે વાત કરી રહ્યા છીએ આફ્રિકા દેશના ઈરીટ્રીયાની જો કે તેને ઇરીત્રિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દેશની ખાસિયત એ છે કે અહીં એકમાત્ર રાજકીય પક્ષ છે અને તેનું જ શાશન ચાલે છે. એ સિવાયની કોઈ અન્ય રાજકીય પક્ષ બનાવવો અહીં ગેરકાનૂની માનવામાં આવે છે. અહીંના નાગરિકોને ટીવી, મોબાઈલ જેવી વસ્તુઓ ખરીદવા સિવાય અન્ય જીવન જરૂરિયાતો જેમ કે બેન્કમાંથી પૈસા ઉપાડવા કે સીમકાર્ડ ખરીદવા માટે સરકાર મંજૂરી આપે છે.

image source

આ દેશમાં ક્યાંય ATM પણ નથી એટલે નાગરિકોએ ફરજીયાત પણે બેન્કમાંથી જ પૈસા ઉપાડવા પડે છે અને સરકારી નિયમ મુજબ એક બેન્ક એકાઉન્ટમાંથી મહિનામાં વધુમાં વધુ 23500 રૂપિયા જ ઉપાડી શકાય છે જેના કારણે સ્થાનિક નાગરિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે લગ્ન જેવા પ્રસંગોએ પૈસા ઉપાડવા ખાસ છૂટ અપાય છે પરંતુ માની લો કે કોઈને કાર ખરીદવી હોય તો એણે મહિના સુધી રાહ જોવી પડે છે.

આપણા દેશમાં જેમ આપણે સરળતાથી સિમકાર્ડ ખરીદી શકીએ છીએ તેમ ઈરીટ્રીયામાં નથી ખરીદી શકાતું. કેમ કે અહીં સીમકાર્ડ ખરીદવા માટે પણ સરકારની મંજૂરી ફરજીયાત છે અને તેના માટે તમારે સરકારને એક અરજી દેવાની રહે છે જે મંજુર થતા ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે.

image source

અને જો સીમકાર્ડ ખરીદી પણ લો તો ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શકતા કારણ કે તેમાં મોબાઈલ ડેટા જ નથી હોતો. એ સિવાય વિદેશથી આવેલા લોકોને પણ સીમકાર્ડ ખરીદવા આ જ પ્રોસેસ કરવાની રહે છે ઉલટું એણે તો દેશ છોડતા સમયે જે તે સીમકાર્ડ પરત જમા પણ કરાવવું પડે છે.

અસલમાં અહીં લોકો પાસે ટેલી કોમ્યુનિકેશન નેટવર્ક ” એરીટલ ” સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી અને આ કંપની પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કંપનીની સર્વિસ પણ સૌ નબળી છે અને લોકોને ફોન કરવા હજુ પણ PCO માં જવું પડે છે.

image source

એટલું જ નહિ ઈરીટ્રીયામાં મીડિયા પર પણ સરકારનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં નાગરિકો એ જ ચેનલો જોઈ શકે છે જે ચેનલો સરકાર તમને દેખાડવા માંગે છે માટે અહીંનું મીડિયા પણ સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ