લાસ્ટ મેસેજ – તન્વી ના – ના પાડતી રહી, પણ દર્શનની પ્રેમ ચેષ્ટા, તેના ફરતા હાથનો સ્પર્શ, તેના ચુંબનોથી તે પણ ઘીમેઘીમે ખેંચાતી ગઇ. અને..

” લે તને આ છેલ્લો શ્ર્વાસ દઇ દઉ હવે,

એ સિવાય બીજી કોઇ સિલક નથી હવે..”

સાંજના છ વાગ્યાથી દર્શનના મોબાઇલમાં તેની ગર્લફ્રેન્ડ તન્વીના ફોન ચાલુ જ હતા. તન્વી થોડીથોડી વારે તેને ફોન કરતી હતી. પણ દર્શન કંટાળાના ભાવ સાથે મોબાઇલ કટ કરી નાખતો હતો. એક સમય એવો હતો કે તન્વી સાથે વાત કર્યા વગર એક કલાક પણ ન ચાલતું. દર કલાકે દર્શન તેને ફોન કરતો, વાતો કરતો, પણ આજે તે સમય ન હતો છેલ્લા કેટલાય દિવસોથી દર્શન તન્વીથી કંટાળી ગયો હતો. તેના ફોન રીસીવ ન કરતો. તેને ખબર હતી કે તન્વી ગભરાયેલી હતી. આ મહિનાની તારીખ જતી રહી હતી, ઉપર દસ દિવસ થઇ ગયા હતા. તેથી તે ડોકટર પાસે જવાની જીદ કરતી હતી. પણ દર્શન તેને ટાળતો હતો.

image source

દર્શન અને તન્વી… 25-26 વર્ષની ઉંમરના યુવાનીના જોશ અને ઉત્સાહથી છલકતા હતાં. બન્ને વચ્ચે પ્રેમ હતો, દર્શન માટે કદાચ તે પ્રેમ ફકત ટાઇમપાસ કે શરીરસુખ માણવાની લાલચ હતી. પણ તન્વી તેને ખરેખર પ્રેમ કરતી હતી. તેની સાથે જીવન વિતાવવાના સપના જોતી હતી. દર્શન જરાય ગંભીર ન હતો. તેના માટે તો પ્રેમ એટલે શારીરિક આકર્ષણ જ હતું. પ્રેમમાં ઘીમેઘીમે આગળ વધતો જતો હતો. તન્વીને આ બઘુ ન ગમતું, તે દર્શનને સમજાવતી, પણ દર્શન તેને પ્રેમની દુહાઇ આપી, લાગણીશીલ શબ્દોથી તેને પીગળાવી દેતો.

image source

ઘીમે ઘીમે છુટ લેતા લેતા એક દિવસ દર્શનના મિત્રના ઘરે તેણે તન્વીને બોલાવી પૂરેપૂરી મેળવી લીઘી તન્વી ના – ના પાડતી રહી, પણ દર્શનની પ્રેમ ચેષ્ટા, તેના ફરતા હાથનો સ્પર્શ, તેના ચુંબનોથી તે પણ ઘીમેઘીમે ખેંચાતી ગઇ. અને.. દર્શનની ઘણા સમયથી તન્વીને પામવાની ઇચ્છા પૂરી થઇ. પછી તન્વીને થોડો અફસોસ થયો. કંઇ થશે તો શું જવાબ આપીશ એમ કહીને રડી પડી. પણ દર્શને પ્રેમથી સમજાવી દીઘી. શારીરિક મિલન પ્રેમનો જ એક ભાગ છે એમ કહીને મનાવી લીઘી. અને કંઇ થશે તેવી તન્વીની બીકને તેણે બજારમાં મળતી ટેબલેટ ખવડાવીને દૂર કરી દીઘી પછી તો આવું ઘણીવાર થવા લાગ્યુ.

image source

દર વખતે તન્વી ના પાડતી અને દર્શન તેને ઘીમેઘીમે પ્રેમના અંતિમ પડાવ સુઘી લઇ જતો પણ દર્શન દર વકતે સલામતી રાખતો. છેલ્લા એક વર્ષથી મળવાના સમયે વાતોમાં સમય ઓછો અને શારીરિક સંબંઘમાં જ વધુ પસાર થતો. દર્શન દર વખતે સલામતીના સાઘનનો ઉપયોગ કરતો એટલે તન્વીને પણ તેના પર વિશ્ર્વાસ આવી ગયો હતો. તેને કહેતી, “હું તારા પર વિશ્ર્વાસ રાખીને મારી જાત તને સોંપુ છુ, તું મારો જ છે એ મને ખાત્રી છે, આપણે લગ્ન કરીશું, જો તું મને દગો કરીશ તો હું તળાવમાં પડીને મરી જઇશ.” દર્શન તેની વાત હસીને ઉડાડી દેતો, તે વિચારતો કે છોકરીઓ તો બોલે, કંઇ મરવાની હિંમત થોડી હોય ??

image source

છેલ્લા બે મહિનાથી દર્શનના જીવનમાં હેત્વા નામની વધુ ખૂબસુરત, વધુ ચંચળ, વધુ બોલ્ડ છોકરી આવી હતી. આમ પઢ એક વર્ષથી તન્વીને ભોગવીને તે થોડો કંટાળેલો હતો. તેમાં હેત્વા મળતા તે તન્વીથી દૂર થતો ગયો. તન્વીના ઘણા આગ્રહથી તેને મળવા ગયો. આ વખતે તન્વી સાથે છેડો ફાડવાની ગણત્રીએ જ ગયો હતો તન્વીએ રડીને, પ્રેમની યાદ અપાવી. બન્નેએ પસાર કરેલો સમય, લગ્નના વચનો યાદ કરાવ્યા. પણ દર્શન ના પાડવાનો ઇરાદો કરીને જ આવ્યો હતો તેને મનાવવાના છેલ્લા ઉપાય તરીખે તન્વીએ પોતાની જાત ધરી દીઘી. દર્શન તૈયારી વગર આવ્યો હતો તન્વીના આમંત્રણને ઠુકરાવી ન શકયો. તન્વીને એભ કે દર્શન ફરીથી મારો થઇ ગયો, અને દર્શને વિચાર્યુ કે તન્વીને છેલ્લી વખત મેળવી લીઘી.

image source

બસ…. એ દિવસ પછી બન્ને મળ્યા જ નહી. તન્વી તેને વારેવારે ફોન-મેસેજ કરતી, પણ દર્શન જવાબ આપતો ન હતો આજે સવારે જ તન્વીનો મેસેજ આવ્યો કે દસ દિવસ ઉપર થઇ ગયા છે, એટલે સાંજે ડોકટર પાસે જવું છે, તું સાથે આવજે… પણ દર્શને આ મેસેજનો પણ જવાબ ન આપ્યો.

સાંજે છ વાગ્યા પછી તન્વીના સતત ફોન આવતા હતા પણ દર્શને કંટાળીને ફોન સ્વીચ ઓફ કરી દીઘો. પોતાનું કામ પતાવીને રાત્રે દસ વાગ્યે ફોન ચાલુ કર્યો, ત્યારે તન્વીના ઘણાબઘા ફોન ઉપરાંત એક મેસેજ હતો. દર્શને તે મેસેજ વાંચવાની તસ્દી ન લીધી અને સુઇ ગયો. સવારે ઉઠીને જોયું તો રાત પછી તન્વીના ફોન કે મેસેજ ન હતા.બસ ગઇ રાત્રે આવેલો એક જ મેસેજ હતો. તેને હાશકારો થયો કે હાશ…. તન્વી સમજી ગઇ લાગે છે.

image source

પોતાનું સવારનું કામ પતાવીને શાંતિથી નાસ્તો કરતાં કરતાં છાપું હાથમાં લીધું. સમાચાર વાંચતા ચમકી ગયો. સમાચાર હતા કે, તન્વી નામની એક 25 વર્ષની યુવતીએ શહેરની મધ્યમાં આવેલા તળાવમાં પડીને આત્મહત્યા કરી છે. પોસ્ટમોર્ટમ કરતા તે સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે. દર્શન ધૃજી ગયો, અને દોડતો જઇને મોબાઇલમાં મેસેજ જોયો. તો રાત્રે આઠ વાગ્યે તન્વીએ મેસેજ કર્યો હતો કે, ડોકટરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, હું તારી રાહ જોવું છુ. નવ વાગ્યા સુઘી તારી અને તારા ફોનની રાહ જોઇશ, જો તું નહી આવે તો તળાવમાં પડીને મરી જઇશ.

image source

દર્શન માથું પકડીને બેસી ગયો. પોતાની મેસેજ ન જોવાની અને જવાબ ન આપવાની આળસે તન્વીનો જીવ લીઘો. તેને પોતાની ભૂલ સમજાણી, પણ હવે પસ્તાવો કરવા સિવાય તેની પાસે કોઇ રસ્તો ન હતો. વાચકોને એટલું જ કહીશ કે, કોઇનો ફોન આવે તો તે ‘નવરી/નવરો છે તેમ કહીને ફોન કટ ન કરતા… કોને ખબર… કયારેક તેને ખરેખર તમારી જરૂર હોય… તમારી આળસ કોઇનો જીવ પણ લઇ શકે છે…..

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ