જલ્સા કરોને જેંતીલાલ

આ ગામમાં પગ મુકતાની સાથે જ વ્યક્તિને થવા લાગે છે ધન લાભ, જાણો શું છે કારણ

આ ગામમાં પગ મુકતાંની સાથે વ્યક્તિને થવા લાગે છે ધન લાભ, જાણો શું છે કારણ

આજે તમને એવા ગામ વિશે જણાવવા જઈએ છીએ જેને શ્રાપમુક્ત ગામ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ગામમાં જે પણ આવે છે તેના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે તે અમીર બની જાય છે.

આ ગામ આવેલું છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં. આ ગામનું નામ માણા છે. કહેવાય છે કે આ ગામ ભારત દેશનું અંતિમ ગામ છે. આ ગામ ભારત અને તિબેટની સીમા પર આવેલું છે. આ ગામનું નામ ભગવાન શિવના ભક્ત મણિભદ્ર દેવના નામ પરથી પડ્યું છે.

image source

કહેવાય છે કે આ ગામ પર શિવજીના આશીર્વાદ છે. અહીં જે પણ આવે છે તેને ધન લાભ થાય છે. આ ગામને શ્રાપમુક્ત ગામ તરીકે પણ ઓળખાય છે. અહીં આવનાર વ્યક્તિ પોતાના દરેક પાપમાંથી મુક્ત થઈ જાય છે. આ ગામ બદરીનાથ ધામથી અંદાજે 4 કિમી દૂર છે.

image source

પૌરાણિક કથા અનુસાર અહીં માણેક શાહ નામનો એક વેપારી રહેતો હતો. જે ભગવાન શિવનો મોટો ભક્ત હતો. કહેવાય છે કે એકવાર તે વેપાર કરવા કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો. તેને રસ્તામાં લુટારું મળ્યા અને તેનું માથું કાપી તેની હત્યા કરી નાખી.

image source

માથું કપાયા પછી પણ તેના મુખમાંથી શિવજીનું નામ નીકળતું રહ્યું. તેની ભક્તિ જોઈ શિવજી પ્રસન્ન થયા અને તેના ધડ પર વરાહનું માથુ લગાડી તેને જીવન આપ્યું. શિવજીએ તેને એક વરદાન માંગવાનું પણ કહ્યું. માણેક શાહએ વરદાન માંગ્યું કે જે પણ આ ગામમાં આવે તેની ગરીબી દૂર થઈ જાય. ત્યારથી અહીં મણિભદ્રની પૂજા થાય છે.

પાંડવો સાથે જોડાયેલી કથા

image source

આ ગામ સાથે પાંડવોની કથા પણ જોડાયેલી છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશએ મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી આ ગામમાં બેસીને જ મહાભારતની રચના કરી હતી.

એટલું જ નહીં મહર્ષિ વેદ વ્યાસએ પણ અહીં વેદ અને પુરાણની રચના કરી હતી. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા પછી પોતાનો જીવનકાળ પૂર્ણ કરી જ્યારે પાંડવો ધરતી પરથી પ્રસ્થાન કર્યું ત્યારે તેઓ અહીંથી જ સ્વર્ગ સુધી પહોંચ્યા હતા.

image source

અહીં ભીમ સાથે જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે જ્યારે પાંડવો અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે સરસ્વતી નદી પાસે ચાલવા માટે રસ્તો માંગ્યો. પરંતુ નદીએ માર્ગ કરી આપવાની ના પાડી. તે સમયે ભીમએ નદી પર ચાલવાનો રસ્તો બનાવવા તેના પર બે મોટા પથ્થર ઉઠાવીને મુકી દીધા.

image source

આ પથ્થરના કારણે બનેલા પુલ પર ચાલી પાંડવો સ્વર્ગના પ્રવાસે નીકળ્યા. અહીં માણા ગામમાં આજે પણ આ પુલ જોવા મળે છે. અહીં સરસ્વતી અને અલકનંદા નદીનો સંગમ ઘાટ પણ છે. પ્રવાસીઓ માટે આ સંગમ ઘાટ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમ પુલ આકર્ષણનું કેન્દ્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version