બધાની ફેવરિટ ‘યે રિશ્તા’..ની આ એક્ટ્રેસે છોડી સિરીયલ, અને શેર કરી તસવીરો

યે રિશ્તા ક્યા કેહલાતા હૈની આ અભિનેત્રી શોને કહી રહી છે અલવિદા ! અંતિમ દિવસના ફોટો થયા વાયરલ

image source

વેદિકા ઉર્ફ પંખુડીનો યે રિશ્તા ક્યા કેહલાતા હૈના સેટ પર અંતિમ દિવસ ! ઇમોશ્નલ તસ્વીર થઈ રહી છે વાયરલ

હાલ સિરિયલ યેરિશ્તા ક્યા કેહલાતા હૈ ટીઆરપી ચાર્ટ પર સતત સ્થાન ધરાવી રહી છે. અને હાલ જે રીતે શો ચાલી રહ્યો છે તેમ તેના દર્શકોની સંખ્યા પણ વધી રહી છે અને સ્ટોરીમાં આગળ શું થશે તેની ઉત્સુકતા પણ જળવાયેલી રહી છે.

image source

શોમાં કાર્તીકની બીજી પત્નીનું પાત્ર ભજવી રહેલી વેદિકા એટલે કે પંખુડી અવસ્થી હવે શોમાં નહીં જોવા મળે. કારણ કે સિરિયલમા તેના પાત્રની સફર અહીં જ પુરી થઈ ગઈ છે. આ પ્રસંગે તેની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જે તેના શો પરના છેલ્લા દીવસની છે.

image source

ગઈ કાલે તેણીએ પોતાનું છેલ્લુ શૂટિંગ પૂર્ણ કર્યુ હતું. પણ શો પરથી વિદાય લેતા પહેલાં તેણીએ પોતાના શૂટિંગના અંતિમ દિવસને યાદગાર બનાવવા માટે સિરિયલના ક્રૂ સાથે ક્વોલિટિ ટાઈમ પસાર કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર પંખુડીની કેટલીક તસ્વીરો શેર કરવામાં આવી છે જેના કેપ્શનમાં તેણીના વિદિકાના પાત્રનો છેલ્લો દિવસ છે અને તે દિવસની તે તસ્વીર છે. તેવું લખવામાં આવ્યું છે. વધારામાં તેણીને મિસ કરવામાં આવશે તેવું પણ લખ્યું હતું.

image source

બીજી એક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે જેમાં યે રિશ્તા ક્યા કેહલાતા હૈનું મુખ્ય પાત્ર નાઇરાનું પાત્ર ભજવનારી શિવાંગી જોશી સાથે પણ પંખુડી જોઈ શકાય છે. આ બન્નેને ભલે સિરિયમાં બનતું ન હોય પણ ઓફસ્ક્રીન તેમને સારું બનતુ હોય તેવું તમે તેમની આ હસતી તસ્વીરમાં જોઈ શકો છો. સિરિયલાના ફેન્સ આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

image source

આ ઉપરાંત તેણીએ સિરિયલના બાળ કલાકાર અને નાઈરા – કાર્તીકરના દીકરા કાઈરવ સથે પણ તસ્વિર ક્લિક કરી હતી. તો વળી સાથી કલાકારો સાથે પણ કેટલીક ફોટો ક્લીક કરી હતી. તો એક સેલ્ફી કાર્તીક ઉર્ફ મોહસિન ખાન સાથે પણ ક્લિક કરી હતી.

તેણે સેટ પરથી સિરિયલના સાથી કલાકારો સાથે એક ગૃપ સેલ્ફિ પણ લીધી હતી જેમાં બધા બહુ ખુશ જણાઈ રહ્યા હતા.

image source

એવું નથી કે પંખુડીએ માત્ર પોતાના સાથી કલાકારો સાથે જ તસ્વીરો ક્લીક કરી પણ સેટ પર હાજર દરેક વ્યક્તિ સાથે તેણે યાદગીરી રૂપે સેલ્ફિ ક્લીક કરી હતી. પંખુડી આ સિરિયમાં છેલ્લા ત્રણ મહિનાથી વેદિકાનું પાત્ર ભજવી રહી હતી જે કાર્તીકની બીજી પત્ની હતી.

પણ હવે સિરિયમાં કાર્તીક અને નાયરાને ફરી એક કરવા માટે તેણીએ સિરિયલમાંથી વિદાઈ લેવી પડશે.

image source

પંખુડી સાથે છેલ્લા સીનનું શૂટિંગ કર્યા બાદ સિરિયમાં ગાયુનું પાત્ર નિભાવી રહેલી સિમરન ખન્નાએ પણ એક સેલ્ફી પંખુડી સાથે લીધી હતી જેમાં તેણીએ તેને શુભકામનાઓ પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે પંખુડી અવસ્થી આ પહેલાં પણ ઘણીવાર નાના પરદા પર કામ કરી ચૂકી છે તેણીએ સિરિયલ રઝિયા સુલતાનમાં પણ કામ કર્યુ હતું. તેના આવનારા પ્રોજેક્ટની વાત કરીએ તો તેણી આયુષ્માન ખુરાના સાથે શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મમાં જોવા મળશે છે આ વર્ષના ફેબ્રુઆરીના અંતમા રીલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by 💕💞FARIDA💞💕 (@rodefarida) on

પંખુડીએ પોતે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યે રિશ્તા ક્યા કેહલાતા હૈના સેટ પરના છેલ્લા દિવસ અંગે એકસુંદર પોસ્ટ શેર કરી છે જેમાં તેણીએ પોતાના ત્રણ મહિના દરમિયાનના વિવિધ લૂકની તસ્વીર શેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ