આ સરળ રીતે બનાવો લસણિયા બટાકા, જે બનશે એકદમ ફટાફટ….

લસણિયા બટાકા:

હાઇ ફેંન્ડસ, આજે હું તમારા માટે એકદમ ચટાકેદાર રેસીપી લઇને આવી છુ જે ઓલટાઇમ ફેવરીટ ફુડ છે.તો અત્યારે જ નોંધી લો મારી આ રેસીપી અને ટા્ય કરો તમારા કિચનમાં.

સામગી્:

 • નાના બટાકા: ૧૦થી ૧૨ નંગ,
 • લસણ-અડધો કપ,
 • આદુ-મરચાની પેસ્ટ- ૧ટી સ્પૂન,
 • સૂકા લાલ મરચા- ૩-૪ નંગ,
 • લાલ મરચુ- ૧ ટી સ્પૂન,
 • હડદર-૧ હાફ ટી સ્પૂન,
 • ધાણાજીરુ-૧ ટી સ્પૂન,
 • ગરમ મસાલો-૧ ટી સ્પૂન,
 • ચાટ મસાલો- હાફ ટી સ્પૂન,
 • મીઠુ- સ્વાદ મુજબ,
 • કસૂરી મેથી- ૧ ટી સ્પૂન ,
 • લીંબુનો રસ: ૧ ટી સ્પૂન,
 • ફા્યમ્સ-૧૦ થી ૧૨ નંગ’

વઘાર માટે:

 • તેલ:૨ ટેબલ સ્પૂન,
 • જીરુ-૧ ટી સ્પૂન,
 • તલ-૧ ટી સ્પૂન,
 • મીઠો લીમડો-૪-૫ પાન,
 • હીંગ-હાફ ટી સ્પૂન.

ગાનૅીશીંગ માટે:

 • કોથમીર

રીત:

૧૦ થી ૧૨ નાના બટાકાને છાલ ઉતારી ફોકથી નાના કાપા પાડી મીઠુ નાખી બાફી લો.બટાકા વધારે બફાઈ ના જાય એ ધ્યાન રાખજો.

સૂકા લાલ મરચાને પાણીમાં અડધો કલાક પલાડી રાખવાના છે.ત્યારબાદ તેની મિક્સરમાં પેસ્ટ બનાવાની છે.

બાફેલા બટાકાને ૨ ટી સ્પૂન તેલ કે બટરમાં ચાટ મસાલો એડ કરીને ૨મિનિટ સાંતડવાના છે.
કડાઇમાં તેલ ગરમ થાય એટલે જીરુ,તલ,મીઠો લીમડો અને હીંગ નાખી વઘાર કરો.

હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ અને સૂકા લાલ મરચાની પેસ્ટ એડ કરી ૨ મિનિટ સાંતડો.તેમાં બટાકા અને બીજા મસાલા એડ કરી એ રીતે મિકસ કરો કે બટાકા તૂટી ના જાય.

છેલ્લે લીંબુનો રસ અને કસૂરી મેથી એડ કરીને ૨ મિનિટ ઢાંકી દો જેથી સુંગધ અને ટેસ્ટ બંને સારા આવશે.
કોથમીરથી ગાનૅીશ કરીને ફા્યમ્સ જોડે સવૅ કરો.ગાનૅીશીંગમાં ચીઝ એડ કરી શકો છો.

ફાયદાઓ:

– બટાકા એ સ્ટાર્ચ થી ભરપુર છે જે શરીર માટે એક ખુબ જ ઉપયોગી મિનરલ્સ છે.

– લસણ ખબ થી લોહી પાતળું થઇ છે અને લોહી નું સર્ક્યુલેશન વધે છે જેના થી હૃદય ને લગતા બધા જ રોગો દુર થઇ છે. કહેવાય છે કે દરોજ લસણ ખાવા થી હૃદય રોગ ના હુમલા થી બચી શકાય છે.

– લીલી કોથમીર ભરપુર માત્ર માં નાખવી તેમાં રહેલ એન્તિઓક્સિદેન્ત શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

તો રાહ કોની જુઓ છો આ તૈયાર છે યમ્મી અને ટેસ્ટી લસણિયા બટાકા, અને આજે જ બનાવો આ રેસીપી. તો આશા છે તમને બધાને પસંદ આવશે.કમેન્ટસમાં જરુ્ર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જેથી તમારી સાથે બીજી અવનવી રેસીપી શેર કરી શકુ.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી