લસણ ની સૂકી ચટણી – ઢોકળા, વડાપાંઉ અને કોઈપણ શાક બનાવવા માટે વાપરી શકો છો…

લસણ ની ચટણી બધા ના ઘરે બનતી જ હોય છે. હું આજે સૂકી લસણ ની ચટણી ની રેસિપી લાવી છું.. જે તમે 1 મહિના થઈ વધુ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે વડાપાઉં , ઢોકળાં, બટેટાવડા, શાક કે પછી કોઈ પણ ફરસાણ જોડે સર્વ કરી શકો છો. અને જો તમે ચટણી ના શોખીન છો તો ચોક્કસ થી તમે રોજ ખાઈ શકો એવી આ ચટણી છે.

ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થઈ બની જાય એવી આ લસણ ની ચટણી ચોક્કસ થી ટ્રાય કરો.

સામગ્રી:-


1/2 કપ લસણ ની કળી

2 ચમચા કપ સિંગદાણા

1 ચમચો સફેદ તલ

1 ચમચો સૂકા ટોપરનો ભુકો

5-7 સૂકા લાલ મરચાં

1 ચમચી સૂકા ધાણા ( જો ધાણા ના હોય તો 1 ચમચો ધાણાજીરુ ક્રશ કરવામાં ઉમેરો )

મીઠું અને મરચું સ્વાદાનુસાર

ચપટી હિંગ

2 ચમચા તેલ

રીત:-


સૌ પ્રથમ એક પૅન માં તેલ મુકો. તેમાં ચપટી હિંગ અને લસણ ની કળી ઉમેરી ને 1 મિનીટ સાંતળો. પછી સિંગદાણા અને લાલ સૂકા મરચાં નાખી ને સાંતળો.. ત્યારબાદ તેમાં સૂકા ધાણા, તલ અને ટોપરા નો ભુકો નાખી ને ધીમા ગેસ પર બધું ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી સાંતળો અને ગેસ બંધ કરી લો.


હવે જ્યારે બધું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જાર માં લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ઉમેરો. ( મેં 3 ચમચી લાલ મરચું ઉમેર્યું છે) પછી ધીરે ધીરે ક્રશ કરી લો . અને આ સૂકી ચટણી ને મિક્સર જાર માંથી નિકાળી ને એર ટાઈટ ડબ્બા માં ભરી લો.


મનગમતી વાનગી સાથે આ સ્વાદિષ્ટ ચટણી સર્વ કરો…


નોંધ:-

તેલ ઓછું પણ લઈ શકાય . વધુ લાંબો ટાઈમ સ્ટોર કરવી હોય તો વધુ તેલ હશે તો વધુ સારી રહેશે. મેં મીડિયમ તીખી ચટણી બનાવી છે. તમે તમારા સ્વાદ મુજબ લાલ મરચું વધુ કે ઓછું ઉમેરી શકો છો.

તમને કલર વધુ લાલ કરવો હોય તો કાશ્મીરી લાલ મરચું ઉમેરો. આ ચટણી માં આમચૂર પણ સારું લાગે જો તમને જરા ખટાશ વાળો ટેસ્ટ ગમતો હોય તો. જો સૂકા ધાણા ના હોય તો ક્રશ કરવામાં ધાણાજીરુ ઉમેરી લો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી