“લસણીયા ગાજર” – તમે આજે જ ટ્રાય કરો ઘરમાં દરેકને પસંદ આવશે…

“લસણીયા ગાજર”

સામગ્રી:

ગાજર,
લીલું અથવા સૂકુ લસણ,
મીઠું,
લાલ મરચુ પાઉડર,
2-3ચમચી શીંગ તેલ,
3-4 ટીપા લિમ્બુનો રસ,

રીત:

સૌ પ્રથમ ગાજરની નાની નાની લામ્બી ચીરીઓ કરી લેવી.
હવે એક બાઉલમાં ગાજરની ચીરીઓ લઈ તેમા વાટેલુ લસણ, મીઠું, લાલ મરચું, લિમ્બુ અને તેલ ઉમેરી બરાબર મિક્ષ કરવું.
પરોઠા, થેપલા કે પૂરી જોડે સર્વ કરવું.
તો તૈયાર છે લસણીયા ગાજરનું સલાડ.

રસોઈની રાણી: રિદ્ધિ પરમાર (રાજકોટ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ ટેસ્ટી વાનગીની રીત દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી