રુચિબેન લાવ્યાં છે આજે ઘઉંના લોટમાંથી બનેલી , યીસ્ટ વગરની નાનની રીત એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે

ઘઉંની લસણ વાળી નાન

હોટલમાં જમવા જઈએ ત્યારે બધાની સામન્ય પસંદગી નાન હોય છે. હોટલમાં મળતી નાન મેંદા અને યીસ્ટની બનેલી હોય છે , જે શરીર માટે ઘણી નુકસાનકારક છે. આજે આપણે ઘઉંના લોટમાંથી બનેલી , યીસ્ટ વગરની નાનની રીત જોઈશું. આ નાન ઠંડી થયા પછી પણ એટલી જ નરમ રેહશે .

સામગ્રી :

• ૨ વાડકા ઘઉં નો લોટ

• ૧/૨ ચમચી ખાંડ

• મીઠું

• પા વાડકો દહીં

• ૧/૨ ચામચી ખાવા નો સોડા

• ૨ ચમચી તેલ

• ૩ ચમચી બારીક સમારેલું લસણ

• ૨ ચમચી કોથમીર

રીત :

સામગ્રીમાં બતાવેલ દરેક સામગ્રી –લસણ અને કોથમીર સિવાય,

બધું એક થાલીં માં મીક્ષ કરો.

ધીરે ધીરે હુંફાળું પાણી ઉમેરો અને ઢીલો લોટ બાંધો.

પાતળું કપડું ભીનું કરી લોટ ને ઢાંકી ને મૂકી દો ૨-૩ કલાક માટે .આપ જોઈ શકશો કે લોટ બમણી સાઈઝ નો થઇ જશે . હાથ માં જરા તેલ લાગવી ૧ min માટે કુણવી લો . એકસરખા લુવા બનાવી લો.

 તેલ લગાવી પાટલા પર કે પ્લેટફોર્મ પર લુવું લો. એના પર થોડું લસણ ને કોથમીર લો.

વેલણની મદદથી કે હાથ થી લંબગોળ આકારમાં વણી લો.

વણેલી નાન હાથમાં લઇ લસણ છે એની વિરુદ્ધ બાજુ પાણી લગાડો .આ પાણી લગાવેલી બાજુ ગરમ તવા પર મુકો ..તવો non stick ના લેવો . લોખંડનો સાદો તવો વધારે કામ લાગશે..

ફૂલ આંચ પર કિનારી કડક થઇ એટલે લોઢી ને ગેસ ની ફ્લેમ બાજુ ઉંધી કરી લેવી. તવા ને ગેસ ની ફ્લેમ પર ગોળ ફેરવો જેથી બધી બાજુ બરાબર શેકાય જાય .

નાન ને લોઢી માંથી ડીશ માં લઇ ઘી/બટર લગાવો અને ગરમ ગરમ પીરસો ..


નોંધ :
નાનને શેકવા ઘણા ધીરજની જરૂર છે. તવો ઉલટો કરતી વખતે જો બધી બાજુ સરખું પાણી લગાવ્યું હશે તો નાન પાડી નહિ જાય. કદાચ પડી પણ જાય તોય ગભરાટવગર ચીપયાથી શેકી લેવી .

રસોઈની રાણી : રુચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.