આજે બનાવો કોથમીરની દાંડલી નાખીને બનાવો લસણની ચટણી…..સ્વાદિષ્ટ ચટણી થેપલા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે…..

*****વેસ્ટમાથી બેસ્ટ લસણની ચટણી ******

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવી વેસ્ટ માથી બેસ્ટ રેસીપી લાવી છું કે તમે પણ તેને જોઇ ને ખાવા અને બનાવવા લલચાઈ જશો. મારે તમને એક પ્રશ્ન પુછવો

છે કે જયારે તમે કોથમીર લાવો તો તેની દાંડલી ઓ નુ શુ કરો છો? મને ખબર છે ઘણા લોકો આ દાંડલી ફેંકી દેતા હોય છે તો આજ આ રેસીપી જોઇને તમે ફેકશો નહીં.

આજ હું એજ દાંડલી અને લસણની ચટણી બનાવતા શીખવાડીશ તો ચાલો નોંધી લો સામગ્રી...

  • *તાજી કોથમીર ની દાંડલી 50ગ્રામ જેટલી,
  • *2 લીલા મરચાં ,
  • *થોડી કોથમીર ,
  • *15-20કળી લસણની,
  • *એક ઈંચ આદુ નો ટૂકડો ,
  • *10-15 તાજા લીમડાના પાન ,
  • * 3-4 મોટી ચમચી લાલ મરચાંનો પાવડર ,
  • *સ્વાદનુસાર મીઠું ,
  • *એક નાની ચમચી જીરૂ.

રીત : 

*સ્ટેપ 1— સૌ પ્રથમ કોથમીર ની દાંડલી, કોથમીર, મરચાં અને આદુ ને ધોઇ ને તેમાંથી પાણી નિતારી લો, ત્યારબાદ મિકસર મા ઉપર જણાવ્યા મુજબ ની બધી સામગ્રી લઇ લો. (લાલ મરચાં ના પાવડર સિવાય) સ્ટેપ 2–હવે આ બધી સામગ્રી ને મિકસર મા બે થી ત્રણ વખત ફેરવી અધકચરૂ પીસી લો, ધ્યાન રાખવું કે બારીક નથી પીસવાનુ નથી. સ્ટેપ 3–હવે તેમા લાલ મરચાંનો નો પાઉડર નાખીને ફરીથી એક -બે વખત મિકસર મા ફેરવવુ ધ્યાન રાખવું કે આ વખતે પણ આ ચટણી ને બારીક નથી પીસવાની.થોડી અધકચરૂ ટેકસચર જ રાખવુ. હવે આપણી આ સ્વાદિષ્ટ વેસ્ટ માથી બેસ્ટ કોથમીર અને લસણની ચટણી તૈયાર છે . લાડવો વાળી એક ડબામાં પેક કરી લો.
આ ચટણી ને તમે ૧૫દિવસ માંટે સ્ટોર કરી શકો છો પીસતી વખતે પાણી નાખવું નહીં જરુર પડે તો તેલ નાખવું.

**ધ્યાનમાં રાખવાની બાબત ***

આ ચટણી પીસતી વખતે તેમા બિલકુલ પાણી નાખવું નહીં .કેમકે પાણી વાળી ચટણી લાંબા સમય સુધી સ્ટોર કરી નથી શકાતી. તો ચાલો મે તો બનાવી લીધી હવે તમે પણ જરૂર બનાવજો અને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એક વાર નવી વાનગી લઇ ને આવુ ત્યા સુધી બાય…..

કોથમીર ની તાજી ને કુણી દાંડી ઓ ,જેની મેં ચટણી બનાવી છે સ્વાદ માં લાજવાબ બંને છે.એનો ઉપયોગ- તમે જુવારના રોટલા બાજરી ના રોટલા સાથે

પાણી નાખી ને ઢીલી કરી ભજીયા સાથે દહીં નાખી ને પુડલા સાથે તેલ ગરમ કરી ને કકડાવો તો કોઈ ઢોકળા સાથે ને કોઈ પણ જાતના સ્ટાર્ટર સાથે ગરમાગરમ ખીચડીમાં

ગરમાગરમ ખીચું માં પણ તેલમાં નાંખી ને ખાવા થી બહુ સ્વાદિષ્ટ લાગે છે, બાકી તો ભાખરી થેપલા પરાઠા તમને જેના પણ સાથે ખાવ તો મજા પડી જશે તો ચાલો હવે બનાવવા નુ ચાલુ કરીએ.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી