લસણ ફોલવાની અત્યંત સરળ રીતનો વિડિયો થયો વાયરલ, અત્યાર સુધીમાં કરોડો વાર જોવાયો વિડિયો ! તમે પણ જુઓ

જ્યારે તમે કોઈ ગૃહિણીને પુછશો કે તેમને સૌથી વધારે કયું કામ કરવાની આળસ આવે ? તો તેમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થશે પણ તે વસ્તુની ટોપ ફાઈવ માં લસણ ફોલવાના કામનો સમાવેશ થઈ જતો હશે.

અત્યાર સુધીમાં લસણને સરળ રીતે ફોલવાની કંઈ કેટલાએ પ્રકારની વિડિયો સોશિયલ મિડિયા પર અપલોડ થઈ છે જેને લાખો વાર જોવા પણ આવી છે પણ લોકોને તેની સરળતા પર કંઈ વધારે ભરોસો નહોતો થયો.

પણ તાજેતરમાં ટ્વીટર પર લસણ ફોલવાની અત્યંત સરળ વિડિયો શેયર કરવામાં આવી હતી જેમાં એક વ્યક્તિ ખુબ જ ઝડપથી માત્ર એક જ સ્ટેપમાં લસણની કળી ફોલતી બતાવવામાં આવી છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 170 કરોડ કરતાં પણ વધારે વાર જોવામાં આવ્યો છે તેને કરોડો વાર રી ટ્વીટ પણ કરવામાં આવ્યો છે અને તેને કરોડો લાઈક પણ મળી છે.

જો તમને એવું લાગતું હોય કે લસણ ફોલવું એ માત્ર ભારતીય જ સ્ત્રીઓની સમસ્યા છે તો તેવું નથી ભારત સિવાય દુનિયાના મોટા ભાગના ખંડોમાં લસણને ભરપૂર માત્રામાં ખાવામાં આવે છે અને દરેક જગ્યાએ લસણ ફોલવાની સમસ્યા તો છે જ અને માટે જ તેને ફોલવાના નિત નવા ઉપાયો અવારનવાર શોધવામાં આવે છે અને તેને વાયરલ કરવામાં આવે છે પણ આ વિડિયો ચોક્કસ તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવશે એવી આશા છે.

આ વિડિયોમાં લસણને અનોખી રીતે છોલવાની ટ્રીક બતાવવામાં આવી છે. અહીં છરીને લસણની કળીમાં ભરાવીને જોરથી ખેંચવામાં આવ્યું છે અને એક જ ઝાટકે લસણ ની કળી છોતરા વગર જ બહાર આવતી દેખાય છે.

અત્યાર સુધીમાં ઇન્ટરનેટ પર સરળતાથી લસણ ફોલવાની કંઈ કેટલીએ ટ્રીકો તમે જોઈ હશે. જેમ કે લસણને પલાળીને રાખવાથી તેના છોતરા જલદી નીકળી જાય અથવા લસણની કળિયોને છુટ્ટી કરીને તેના પર તેલ લગાવીને થોડીવાર રાખવાથી તેના છોતરા જલદી છુટ્ટા પડી જાય અથવા તો લસણની કળીઓને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બરાબર બંધ કરીને તેને બરાબર ઝડપથી હલાવીને લસણ ફોલવાની ટ્રીક.

જો આટલી બધી ટ્રીક તમે અપનાવી હોય તો આ એક પણ અજમાવી જ લો. અને જો ખરેખર તમારા માટે આ રીતે લસણ ફોલવું ઇઝી પડ્યું હોય તો પછી તમે પણ તમારી વિડિયો અપલોડ કરો. જો કે આ કોઈ જેવી તેવી ટ્રીક નથી ઘણા લોકોએ આ ટ્રીક અજમાવીને પોતાની પણ વિડિયો અપલોડ કરી છે. જેમાં એક શેફે લસણની કળીને ખરેખર કેવી રીતે છરીથી ખેંચવી તે બતાવ્યું છે.

ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે જ્યાં ક્યારે શું વાયરલ થઈ જાય તેનો કોઈ જ ભરોસો નથી. કોને ખબર હતી કે એક લસણ ફોલવાની વિડિયો કરોડો વ્યૂઝ, કરોડો રીટ્વીટ, કરોડો લાઇક્સ મેળવશે. જો તમારી પાસે પણ કોઈ કામને અત્યંત સરળ રીતે કરવાનો ઉપાય હોય તો તમે પણ આ રીતે ખુબ જ જલદી લોકપ્રિયતા મેળવી શકો છો. જોકે શરત એ છે કે તે કામ ખરેખર લોકોના ઉપયોગનું હોવું જોઈએ.

ઇન્ટરનેટ પર આ પ્રકારની ઘણી બધી વિડિયો વાયરલ થાય છે જેમ કે કેવી રીતે ઝડપથી કપડાં વાળવા, કેવી રીતે થોડા જ સમયમાં ઘરની સફાઈ કરવી વિગેરે. આ ઉપરાંત પણ ઘણી ડીઆઈવાય વિડિયોઝ પણ તમને ઇન્ટરનેટ પર મળી જશે જે ઘણા એક્સપર્ટ લોકોનો તો આવકનો એક સ્રોત બની ગયો છે. જો તમારી પાસે પણ આવું કોઈ હૂનર હોય તો તેને પ્રદર્શિત કરવામાં જરા પણ ખચકાટ ન કરવો, કોને ખબર તમારી પણ કિસ્મત ખુલી જાય !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ