વિકેન્ડમાં એક લાખ કરતા પણ વધારે લોકો જમે છે ફ્રીમાં, જાણો ક્યાં આવેલુ છે આ મંદિર

અહીંયા દરેક કલાકે થાય છે 4000 રોટલી અને રોજે ખાય છે 1 લાખ લોકો મફતમાં પેટ ભરીને.

image source

દિલ્હીમાં રહેતા લોકો ફુરસત કાઢીને કોઈ સારી જગ્યાએ ફરવા જવામાં માહિર છે. ખાસ કરીને યુવાનો વિકેન્ડમાં પહેલાથી જ જગ્યા ફાઇનલ કરીને ફરવા માટેનો પ્લાન બનાવી લેતા હોય છે.

વિકેન્ડ કે રજાઓમાં મિત્રો સાથે પ્લાન બનાવી ને ફરવા નીકળી જાય છે. એમાંથીજ એક વિકેન્ડ ડેસ્ટિનેશન માંથીજ એક છે જેના વિશે તમે જાણીને આચર્ય થશે. એ જગ્યાએ પહોંચવા વાળાનું ખાવાનું મફત હોય છે.

image source

અમે વાત કરીએ છીએ દિલ્હીથી 450 km દૂર એક પરફેક્ટ ગેટવે ડેસ્ટિનેશન અમૃતસરનું છે. અહીંનું સ્વર્ણ મંદિર ખાલી શીખ માટે જ નહીં પણ બધા ધર્મના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરના રોચક તથ્ય વિશે જાણીએ.

સ્વર્ણ મંદિર ગુરુદ્વારામાં હજારો લોકો મનોકામના પુરી કરવા માથું ટેકવા માટે આવે છે. આ ગુરુદ્વારાના લંગરમાં ભરપેટ ભોજન કરવા મળે છે. આ લંગરની શરૂઆત સૌથી પહેલા શીખ ગુરુ ગુરુનાનક સાહેબે કરી હતી. આ લંગરમાં કોઈપણ વ્યક્તિ ખાવાનું ખાઈ શકે છે.

image source

એવું કહેવાય છે કે સ્વર્ણ મંદિરના લંગરમાં રોજે એક લાખ લોકો ખાવાનું ખાય છે. જ્યારે વિકેન્ડ હોય કે તહેવાર હોય ત્યારે આ સંખ્યા લગભગ ડબલ થઈ જાય છે. આ લંગરમાં સ્વંયસેવી સેવકો ખાવાનું આપે છે.

સ્વર્ણ મંદિરના લંગરમાં રોજ લગભગ 7000 કિલો ઘઉંનો લોટ વપરાય છે. જ્યારે 1300 કિલો દાળ અને 1200 કિલો ચોખા વપરાય છે. આ ઉપરાંત 500 કિલો માખણ પણ વપરાય છે. ખાવાનું બનાવવા માટે લગભગ 100 lpg બોટલ વપરાય છે જ્યારે 5 કવીંટલ લાકડું વપરાય છે.

image source

અહીંયા રોટલી બનાવવા માટે ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ મશીનમાં એક કલાક માં લગભગ 3000 થી 4000 રોટલી બને છે.

જ્યારે અહીં મહિલાઓ પણ કલાક માં 2000 જેટલી રોટલી બનાવે છે. વાસણ એકદમ ચોખ્ખા દેખાય એટલા માટે ત્રણ અલગ અલગ સમૂહના લોકો એને ધોવે છે.

image source

આ સ્વર્ણ મંદિર શીખ લોકોના સૌથી પવિત્ર ગુરુદ્વાર માંથી એક છે. સ્વર્ણ મંદિર શીખ લોકો માટે એક ખૂબ જ મહત્વ ધરાવતું મંદિર છે. સ્વર્ણ મંદિરના દર્શન માટે દેશ વિદેશથી લોકો આવે છે. સ્વર્ણ મંદિરનું નિર્માણ કાર્ય ગુરુ રામ દાસે 1577 માં પૂરું કર્યું હતું.

image source

આ ગુરુદ્વાર ને હરમંદિર સાહેબના દરબાર માટે બનાવવામાં આવ્યું હતું. હાલના સમયમાં પણ રોજ અહીંયા લાખો લોકો મફતમાં ભોજન મેળવે છે અને એ પણ કોઈ જાત ના નાત-જાત વગર ખાય છે.

આ મંદિરના દર્શનમાં લોકો દેશ વિદેશથી આવે છે. અહીં આવીને દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ