LANDMARK FORUM or JIVAN VIDHYA પછી લોકોને કેમ ફાયદો જણાય છે…

LANDMARK FORUM or JIVAN VIDHYA પછી લોકોને કેમ ફાયદો જણાય છે,

મગજમાં ઝરતા ચાર રસાયણો..

ચાર રસાયણ અને આપણું જીવન

ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો જે મગજ કે મનને અસર કરે છે એના વિશે થોડું વિગતે સમજીએ.

  • ૧. ડોપામાઇન
  • ૨. એન્ડોરફીન
  • ૩. સરટોનિન
  • ૪. ઓક્સીટોસીન
image source

શરીર ને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીર ને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝારે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે.

image source

એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે.

image source

જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે..

વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે…

હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ.

image source

તો બીજા બે રસાયણો કયા છે..?

માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન ને કેવી રીતે પેદા કરવા.. જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે. સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે..

આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિન નું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે… કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે.

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે.

સરટોનિન જો સડસડાટ વહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે..

હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે. હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા..

જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં… છેલ્લું રસાયણ છે ઓક્સીટોસીન.. આને પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી જ પેદા કરીયે છીએ..

image source

જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે.

મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ.

image source

જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે. ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે…

માણસ ખુશ રહે છે…

image source

આજે થોડું લખવાનો સમય મળ્યો અને કંઈક સારું લખી શક્યો એનાથી હું તો ખુશ થયો જ છું, જો આ વાંચી તમને પણ સારો ભાવ આંનદ થયો હોય તો એક નાનકડો પ્રતિભાવ આપી લાગણી જરૂરથી વ્યક્ત કરશો એવી આશા સાથે.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया,

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।

ऊँ शांतिः शांतिः शांतिः

જીવવા દો તો જીવી જશો..🏇🏇🏾🌞👆

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ