“લાલ મરચા નું ગળ્યું અથાણું” – તમે ફરમાઇશ કરો અને અમે એ પૂર્ણ ના કરીએ એ તો શક્ય જ નથી…

“લાલ મરચા નું ગળ્યું અથાણું”

લાલ તીખા મરચા માં ગોળ વરીયાળી વગેરે સામગ્રી ઉમેરી અથાણું બનાવવા માં આવે તો એક સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઇ છે. ફ્રીઝ માં ૬-૮ મહિના સુધી આ અથાણું સાચવી શકાય. આ અથાણા માં બાકી અથાણા કરતા ઘણું ઓછું તેલ વપરાય છે.

બજાર માં મળતા તાજા લાલ મરચા મેં અહી વાપર્યા છે . આ મરચા ના બીજ કાઢવાનું ભૂલાય નહિ . ખાખરા , પરાઠા કે દાળ-ભાત સાથે આ ગળ્યું અથાણું ખાવાની બહુ મજા આવે .

સામગ્રી :

• ૨૦૦ gm લાલ મરચા,
• ૨ ચમચી મેથી ના કુરિયા,
• ૮ ચમચી રાઈ ના કુરિયા,
• ૧ ચમચી કાળા મરી,
• ૨ ચમચી વરીયાળી ,
• ૫ ચમચી સમારેલો ગોળ,
• ૪ ચમચી મીઠું ,
• ૪-૫ ચમચી લીંબુ નો રસ ,
• ૩-૪ ચમચી તેલ ,

રીત :

મરચા ના ઉભા ૨ ફાડા કરો . તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરી ૪-૫ કલાક સુધી રેહવા દો . વધારા નું પાણી કાઢી , ૩૦ min સુધી એક કપડા પર મરચા ને કોરા થવા દો .
બેય કુરિયા ને મિક્ષ કરી , મિક્ષેર માં ૧-૨ સેકંડ માટે crush કરો. ભૂકો નથી કરવાનો બસ થોડા વટવાના છે . પછી બેય કુરિયા માં , મારી , વરીયાળી , ગોળ , ૧/૨ ચમચી મીઠું , ૨ ચમચી લીંબુ નોરસ ઉમેરો. ગોળ હાથ ની ગરમી થી પીગળી ના જાય ત્યાં સુધી મિક્ષ કરો. હવે તેલ ઉમેરો અને હલાવો. લો અથાણું તૈયાર….
કાચ ની બરણી માં ભરો અને ફ્રીઝ માં રાખી દો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી