જલ્સા કરોને જેંતીલાલ

વાંચો 93 વર્ષીય લક્ષ્મીબા વિશે, જેમને હરાવી દીધો કોરોનાને…

મુંબઈની હોસ્પિટલમાં બે અઠવાડિયા સુધી કોરોના વાયરસ સામે લડત લડ્યા પછી ૯૩ વર્ષીય લક્ષ્મી બાઈ હીરજી મથરાવાલા સપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે ઘાટકોપર પરત ફર્યા છે. જયારે લક્ષ્મીબા સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે ફક્ત તેમના ઘરના સભ્યો જ નહી પણ હોસ્પિટલમાં લક્ષ્મીબાને સારવાર આપી રહેલ ડોક્ટર્સ અને નર્સીસ માટે આ એક સુખદ ક્ષણનો આનંદ મમાણી રહ્યા હતા. કારણ કે, અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે કોઈ દવા કે પછી રસી શોધી શકાઈ નથી.

લક્ષ્મીબા વૃદ્ધાવસ્થામાં હોવાના કારણે ઘરના અને હોસ્પિટલના બધા જ વ્યક્તિઓ ચિંતામાં હતા, પરંતુ લક્ષ્મીબા હિમત હાર્યા નહી અને કોરોના વાયરસ સામેની લડાઈમાં જીત મેળવીને ખરા અર્થમાં કોરોના વોરિયર સાબિત થયા.

દાદીમાં જોવા મળ્યા કોરોના વાયરસના લક્ષણ.:

લક્ષ્મીબાના પરિવારને જયારે ખબર પડી કે, લક્ષ્મીબાને કોરોના વાયરસ સંક્રમણ થયું છે ત્યારે પરિવારના બધા સભ્યોને ખુબ નવાઈ લાગી હતી અને શોક થઈ ગયા હતા. ત્યારે લક્ષ્મીબાએ હિમત બતાવી અને પોતાનો જીવન જીવવા પ્રત્યેનો જુસ્સો જીવંત રાખીને કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફર્યા.
ઘણો મોટો પરિવાર છે લક્ષ્મીબાનો :

image source

લક્ષ્મીબા એક મોટા પરિવારની સાથે રહે છે. જેમાં ચાર દીકરાઓ, ચાર વહુઓ, આઠ પૌત્ર અને આઠ પ્રપૌત્ર અને પ્રપૌત્રીઓ તેમના પરિવારમાં છે. લક્ષ્મીબા જયારે ઘરે પાછા આવે છે ત્યારે તેમના પરિવારમાં એક સુખદ વાતાવરણ સર્જાઈ જાય છે. લક્ષ્મીબાના પરિવારની એક સભ્ય કિન્નરી મથરાવાલા જણાવે છે કે, ૧૩ મેના રોજ દાદીની પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યારે જાણકારી મળી કે, દાદીના શરીરમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

ત્યાર પછી ૧૫ મેના રોજ ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રીપોર્ટ ૧૭ મેના રોજ આવ્યો તેમાં દાદીનો ટેસ્ટ રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો હતો અને અમારા આખા પરિવારને દાદીની ખુબ ચિંતા થઈ રહી હતી. આ સમય લક્ષ્મીબા અને તેમના પરિવાર માટે કસોટીનો સમય હતો. કારણ કે, ૯૩ વર્ષની ઉમરે લક્ષ્મીબાને એકલા આઇસોલેશનમાં રાખવા આવશે તેની વધારે ચિંતા થઈ રહી હતી. તેમ છતાં ૧૮ મેના રોજ લક્ષ્મીબાને હોસ્પિટલમાં એડમીટ કરી દેવામાં આવ્યા.

image source

લક્ષ્મીબાની કોરોના વાયરસની સારવાર.:

લક્ષ્મીબાને હોસ્પિટલમાં એડમીટ કરવા માટે જયારે એમ્બ્યુલન્સ લેવા આવે છે ત્યારે એમ્બ્યુલન્સની દરેક વ્યક્તિએ પીપીઈ કીટ પહેરી હોય છે. દાદી માટે આ બધું જ પહેલી વાર જ હતું જ્યારે પરિવારથી દુર અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે રહેવાનું અને તે પણ આટલા બધા દિવસ સુધી ! તેમ છતાં લક્ષ્મીબાએ હિમત રાખી અને કોઇપણ પ્રકારનો ભય રાખ્યા વગર અન્ય બીજી કોઈ વાતો તરફ ધ્યાન આપ્યું નહી. આ સમય દરમિયાન લક્ષ્મીબાએ હકારાત્મક અભિગમ રાખ્યો અને કોરોના વાયરસ સામે લડત આપી. હોસ્પિટલમાં એડમીટ થયાના બીજા દિવસે જ લક્ષ્મીબાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને સ્વાસ્થ્ય વધારે ખરાબ થવા લાગે છે.

image source

હોસ્પિટલના ડોક્ટર્સએ ત્યારે કહ્યું હતું કે, લક્ષ્મીબાની ઉમર વધુ હોવાના કારણે સાજા થવામાં વધારે સમય લાગી શકે છે. કારણ કે, વ્યક્તિની ઉમર જેમ જેમ વધતી જાય તેમ તેના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થતો જાય છે. અને જીવન જીવવાની ઈચ્છા શક્તિ પણ ઘટવા લાગે છે. પરંતુ લક્ષ્મીબાની જીવન જીવવાની ઇચ્છાશક્તિ પ્રબળ બની અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ અપનાવીને કોરોના વાયરસને હરાવી દે છે. લક્ષ્મીબાને શ્રીનાથજી ભગવાનમાં અતુટ શ્રધ્ધા ધરાવે છે.

અમેરિકા, યુકે, દુબઈ થી આવતા વિડીયો કોલ.:

image source

લક્ષ્મીબાના પરિવારને એક નવો વિચાર આવે છે કે, તેઓ બધા લક્ષ્મીબાને વિડીયો કોલ કરીને તેમના ખબર અંતર પૂછતાં રહેશે. ત્યાર પછી લક્ષ્મીબાને તેમના પરિવારના બધા સભ્યો કે જેઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે જેમ કે, મુંબઈ, યુ.એસ., યુકે, દુબઈ, હોંગકોંગથી લક્ષ્મીબાના પુત્રો, પૌત્રો અને પ્રપૌત્ર વિડીયો કોલ કરીને લક્ષ્મીબાના સ્વાસ્થ્ય વિષે પૂછપરછ કરતા રહેતા. કોરોના વાયરસ થયા પછીના આ ૧૫ દિવસ દરમિયાન ૯૩ વર્ષીય લક્ષ્મીબાએ ડીજીટલ ટેકનોલોજીને સફળતાપૂર્વક અપનાવી છે. લક્ષ્મીબા દિવસ પૂરો થાય ત્યારે તેમની આજુબાજુની નર્સીસને ગર્વથી કહેતા કે, તેમને દુનિયાના ક્યાં ક્યાં ખૂણેથી વિડીયો કોલ આવે છે.!

અવાજ અને વય સંબંધિત શ્રવણ શક્તિમાં ઘટાડો.:

લક્ષ્મીબા વધારે ઉમર હોવાના કારણે તેમને વિડીયો કોલ લેવામાં કેટલીક મુશ્કેલીઓઅવી હતી કારણ કે, લક્ષ્મીબાને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા હોવાથી અવાજ અને ઉમર સંબંધિત સાંભળવાની શક્તિ ઘટી જતા લક્ષ્મીબાને સાંભળવામાં મુશ્કેલી આવી રહી હતી. તેમ છતાં લક્ષ્મીબાએ ગુજરાતીમાં પોતાની વાત લખીને કેમેરા સામે મુકીને વાત કરવાનું શરુ કર્યું હતું. એકલતાની અવસ્થા અને માંદગી હોવા છતાં લક્ષ્મીબા આટલી સારી રીતે વાંચી શકતા અને વાતોને સમજીને યોગ્ય વાતચીત શરુ રાખતા.

કોહીનુર હોસ્પિટલનો સ્ટાફ.:

લક્ષ્મીબાને કોહીનુર હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. કોહીનુર હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય મેડીકલ સ્ટાફ પણ ખુબ સંભાળ રાખી રહ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર્સ લક્ષ્મીબાની રોગ પ્રતિકારક શક્તિને જોઇને અચરજ પામ્યા હતા. ખાસ કરીને ડૉ. ચેતન વેલાણીએ લક્ષ્મીબાની પોતાના ઘરના સભ્યની જેમ દેખરેખ કરી છે.

ખરાબ તબક્કામાંથી બહાર આવ્યા.:

હોસ્પિટલના સ્ટાફ અને લક્ષ્મીબાના પોતાના કેટલાક પ્રયત્નોના અંતે ૨૩ મેના રોજ લક્ષ્મીબા કોરોના વાયરસના ખરાબ તબક્કા માંથી બહાર આવી જાય છે. ત્યારે લક્ષ્મીબાને ખુબ ભૂખ લાગે છે અને ભોજનમાં થેપલા, ખાંડવી અને જલેબી ખાવાની માંગ કરી હતી. ત્યાર પછી ૨ જુનના રોજ લક્ષ્મીબા કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ જતા લક્ષ્મીબાને કોહીનુર હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવે છે અને લક્ષ્મીબા ખરા અર્થમાં કોરોના યોદ્ધા બની જાય છે અને અનેક વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

સારવાર કરી રહેલ વ્યક્તિઓને ધન્યવાદ કહ્યું.:

લક્ષ્મીબા અને તેમના પરિવારના સભ્યોએ બધા જ રીયલ હીરોઝ એટલે કે, લક્ષ્મીબાની કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન સારવાર કરી રહેલ ડોક્ટર્સ, નર્સીસ, કેર ટેકર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત હોસ્પિટલના લોકોને ધન્યવાદ કહીને આભાર માન્યો હતો.

લક્ષ્મીબા હવે કોરોના વાયરસ સંક્રમણથી સપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે અને હવે લક્ષ્મીબા પોતાના ઘરે પોતાને ભાવતા ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ સાથે જ લક્ષ્મીબા પોતાના પરિવારના અન્ય સભ્યો જેઓ હાલ વિદેશમાં છે કે પછી અન્ય શહેરોમાં તેમને પણ પોતાના આશીર્વાદ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version