જે પણ મિત્રો આર્થિક રીતે સધ્ધર થવા માંગે છે તેમના માટે ખાસ આ માહિતી…

ઐશ્વર્યથી પૂર્ણ અને તમામ સુખ-સુવિધાઓથી ભરપુર જીવન જીવવાની ઈચ્છા દરેક મનુષ્યની પ્રાથમિકતા હોય છે. દિવસ-રાતની ભાગદોડ વ્યક્તિ એટલા માટે જ તો કરે છે કે તેનું જીવન સારી રીતે પસાર થાય.

આપણા જીવનનું ઐશ્વર્ય માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. કારણ કે જેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના પર જ પોતાની અપાર કૃપા સ્વરૂપ ધન-ધાન્ય અને સંસારના તમામ સુખનો વરસાદ કરે છે. લક્ષ્મી હોવી તે સૌભાગ્ય અને શક્તિનું સૂચક છે અને આ શક્તિની પ્રાપ્તિ લક્ષ્મી સાધનાથી કરી શકાય છે. આ સાધના પૂજા-અનુષ્ઠાનથી નહીં પરંતુ મંત્ર જાપથી કરવામાં આવે છે.

હાલ ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ સમય મંત્રજાપ કરી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પણ ઉત્તમ સમય છે. કેવી રીતે કરવું આ કામ તે પણ જાણી લો આજે. અહીં દર્શાવેલા મંત્રનો નિયમિત જાપ કરવા માત્રથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો સૌથી પહેલા વાંચી લો કયા કયા છે આ મંત્ર જેનો જાપ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.દુર્ગે સ્મૃતા હરસિભીતિમ શેષ જન્તો:
સ્વસ્થૈ: સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ
દારિદ્રયદુ:ખ હારિણી કા ત્વદન્યા
સર્વોપકારણાય સદાડર્દ્રચિત્તા

તે સમ્મતા જનપદેષુ તેષાં
તેષાં યશાંસિ ન ચ પ્રસીદતિ ધર્મ વર્ગ:
ધન્યાસ્ત એવ નિભૃતાત્મજ ભૃત્યદારા
યેષાં સદાભ્યુદયદા ભગવતી પ્રસન્ના.ધનનો અભાવ જેના પણ જીવનમાં હોય તેણે દુર્ગા સપ્તશતીના આ સંપુટના મંત્ર જાપનું એક અનુષ્ઠાન કરવું અથવા કરાવવું. જો અનુષ્ઠાન કરવું શક્ય ન હોય તો ઉપરોક્ત મંત્રની 11 કે 21 માળા રોજ કરવી. જો રોજ 11 માળા પણ થઈ શકે તેમ ન હોય તો રોજ એક માળા અચૂક કરવી. આ મંત્રની માળા કરવાની શરૂઆત કરશો કે તુરંત જ અનુભવશો કે તમારી આર્થિક સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી