“લાજવાબ મટર કોરમા” – ગરમાગરમ પરાઠા સાથે ખાવાનો આનંદ ઉઠાવો…

“લાજવાબ મટર કોરમા”

સામગ્રી:

1/2 બાઉલ મગની દાળ ,
1 બાઉલ લીલા વટાણા,
2 મિડીયમ ટમેટા,
1 ડુંગળી,
5-6 લસણની કળી,
1/2 ઇંચ આદું,
1 લીલું મરચું,
લાલ મરચું,
હલદર,
ધાણાજીરું,
મીઠુ,
1.5 ચમચો તેલ,
1 તમાલપત્ર,
1 ટુકડો તજ,
2-3 લવિંગ,
2 એલચી,
1 ચમચી જીરુ,
1 બાઉલ પાણી (જરૂર મુજબ),

રીત:

સૌ પ્રથમ દાળને ધોઈ નિતારી લઈ કડાઇમાં મિડીયમ તાપે તવેથો હળવો લાગે ત્યાંસુધી શેકી લેવી.
મિક્ષરમાં ડુંગળીની પેસ્ટ કરી ટમેટા અને મરચાની પેસ્ટ કરી લેવી.
ત્યા દાળ ઠંડી થઈ જાય એટલે તેને કરકરી પીસી લેવી.
હવે એક પેનમાં તેલ લઈ તેમા જીરુ, તમાલપત્ર, તજ, લવિંગ, એલચીનો વઘાર કરી લસણ અને આદું છિણિને ઉમેરી સાંતળવુ.
પછી ડુંગળીની પેસ્ટ ઉમેરી સાંતળી, ટમેટાની પેસ્ટ ઉમેરી સાંતળવી.
પછી તેમા હલદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી મિક્ષ કરવુ.
પછી વટાણા ઉમેરી, પીસેલો મગનો કરકરો લોટ ઉમેરી પાણી ઉમેરવું.
ઘીમા ગેસે 15-20 મિનિટ ઢાંકીને સીજ્વા દેવું.
કોથમીર અને મલાઇથી ગાર્નિશ કરી પરાઠા, ચપાટી, નાન જોડે સર્વ કરવું.
તો તૈયાર છે લાજવાબ મટર કોરમા.

નોંધ:

મગની દાળ (છડી પીળી કે ફોતરા વાળી) કોઈ પણ લઈ શકાય, મે અહી ફોતરા વાળી લીધેલ છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી