જોઇ લો આ વરરાજાનો વિડીયો, જે લગ્નની ચોરીમાં પણ પત્ની સામે જોયા વગર ધડાધડ રમી રહ્યો છે PUBG ગેમ

PUBG પ્લેયરના લગ્ન, પોતાના લગ્નમાં પણ તે ગેમ રાતો રહ્યો હતો.

આપણા ભારતમાં અને વિશ્વભરમાં ગેમ રસિયાઓની કોઈ કમી નથી. અનેક ડાય હાર્ડ ગેમના રસિયાઓ પડ્યા છે જે દિવસના ૨૪ કલાકમાંથી ૧૮ કલાક ગેમ રમવામાં વિતાવી દે છે. આપને જણાવી દઈએ કે કોરોના અને લોકડાઉનના કારણે ઘણા લોકોએ ગેમને પોતાનો સહારો બનાવ્યો હશે. પણ આપણે અહી એવા ક્યારેક ગેમ રમનારા વિશે વાત કરી રહ્યા નથી. આ વાત એવા લોકોની છે જેમના માટે કદાચ ગેમ જ જીવન છે.

image source

મારો પતિ તો PUBG પ્લેયર જ હોવો જોઈએ

અત્યાર સુધી ગેમનો રસ આપણા ભારતમાં એવો રહ્યો છે કે લોકો ક્રિકેટ અને ફુટબોલ જેવી ગેમના પ્લેયર્સ સાથે લગ્ન કરવાનું ખુબ જ પસંદ કરતા હતા. જો કે હવે સમય બદલાયો છે, સ્થિતિઓ બદલાઈ છે અને લોકોની પસંદગી માટેના વિકલ્પો પણ બદલાયા છે. એટલે જો હવે કોઈ એમ એમ કહે કે મારો પતિ તો PUBG પ્લેયર જ હોવો જોઈએ, અથવા છે. તો આ વાત જરા પણ આશ્ચર્ય પામવા જેવી નથી. કારણ કે હવે તો એવા લગ્ન પણ થવા લાગ્યા છે. અમે અહી જે ઘટનાની વાત કરી રહ્યા છીએ, એ આવા જ એક પબજી પ્લેયરના લગ્ન વિષે છે.

લગ્ન થયા પછી પણ PUBG રમી રહ્યો છે

image source

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં વરરાજા પોતાની વધુ સાથે લગ્ન મંડપમાં બેઠો છે, અને લગ્ન ચાલુ હોવા છતાં તે PUBG રમી રહ્યો છે. જો કે, આ વરરાજાના એ બાબતે તો વખાણ જ કરવા જોઈએ કે તે લગ્ન દરમિયાન જ નહીં, પણ લગ્ન પૂર્ણ થયા પછી પણ PUBG જ રમી રહ્યો છે. આવું જુનુન એક પ્રકારે ઘટક સાબિત થઇ શકે છે, જ્યાં તમારા માટે વાસ્તવિક જીવનના હોવા કરતા ગેમ જ સર્વસ્વ બની જાય.

ગેમ બેન કરવાની માંગ કરવામાં આવી રહી છે

image source

આપને જણાવી દઈએ કે, PUBG ગેમને લઈ ભારતમાં સતત વિરોધના વાયરાઓ ઉઠી રહ્યા છે, અને અવારનવાર આ ગેમને બેન કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં તો સરકારે લગભગ એક મહિના સુધી PUBG રમવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો અને આ સમયગાળા દરમિયાન જાહેરમાં PUBG રમતા 16 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ચાઇનીઝ એપ પ્રત્યેનો રોષ ભડક્યો છે

જો કે સરકારના આ નિર્ણયને લોકોએ વખોડયો હતો અને વિરોધ પણ કર્યો હતો. આ સાથે જ આ નિર્ણયને દિશાહીન અને આધારહીન ગણાવ્યો હતો. જો કે ગેમના કારણે યુવાઓના માનસ પર જે સ્થિતિ ઉભી થઇ રહી છે, એ પ્રમાણે આ નિર્ણય બરાબર હતો. પણ કાયદાકીય રીતે અમ ન હતું. પરિણામે લાંબો સમય આ બેન ટકી શક્યો નહિ. જો કે વર્તમાન સમયમાં ફરી ચાઇનીઝ એપ પ્રત્યેનો રોષ ભડક્યો છે, ત્યારે આ ગેમનો વિરોધ શરુ થયો છે. પણ, રમનારાઓમાં આ ક્રેઝ જોઇને એવું લાગતું નથી કે એમાં કોઈ સફળતા મળે…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ