લગ્નના થોડાંક જ દિવસો બાદ મહિલા કોન્સ્ટેબલે ઉઠાવ્યું કંપારી ઉઠી જાય તેવું પગલું, પૂરી ઘટના વાંચીને તમને પણ છૂટી જશે ધ્રુજારી

લગ્નના થોડાંક જ દિવસો બાદ મહિલા કોન્સ્ટેબલે ઉઠાવ્યું કંપારી ઉઠી જાય તેવું પગલું

દરેક મનુષ્યના જીવનમાં કોઈને કોઈ સમયે નબળી ક્ષણ આવતી જ હોય છે જો તે નબળી ક્ષણ સંચવાઈ ન જાય તો જીવનમાં ન થવાનું બની જતું હોય છે. યુપીની એક મહિલા કોન્સ્ટેબલ સાથે પણ તેવું જ બન્યું છે. તેણીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેણીના લગ્નને હજુ તો 35 દિવસ જ થયા હતા અને ભર્યું આ દુઃખદ પગલું.

image source

શરૂઆતમાં મળેલી માહિતિ પ્રમાણે પરિવારે જણાવ્યું છે કે તેણીએ આ પગલું કૌટુંબિક ક્લેશના કારણે ભર્યું છે. બીજી બાજુ મૃતક મહિલા કોન્સ્ટેબલ પોતાની સુસાઇડ નોટ પણ મુકતી ગઈ છે. મૃતક શાલૂ ગિરી કે જેણી મૂળે લતીફપુર ગામની રહેવાસી છે તેણીની 16 ડિસેમ્બર 2019ના રોજ બિધુ પોલીસ્ટેશનમાં નિમણૂક થઈ હતી. જ્યારે રોજની જેમ તેણી નોકરી પર ન પહોંચી ત્યારે તેણીના સાથી પોલીસ કર્મીઓએ તેણીનો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પણ તેણીએ ફોન ન ઉપાડ્યો. માટે તેની સાથી મહિલા કોન્સ્ટેબલ તેને બોલાવવા માટે તેણીના ઘરે પહોંચી. તેણી ત્યાં પહોંચી તો મૃતકના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેણીએ બારીમાંથી રૂમની અંદર જોયું તો શાલૂ ગિરીએ પંખા સાથે ગળો ફાંસો ખાઈ લીધો હતો અને તેણીનું શરીર પ્રાણવિહિન હતું.

image source

તેણીએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શુક્લા અને સીઓએ મુકેશ પ્રતાપ સિંહ પોતાની ફોર્સ સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ એસપી સુનીતિ પણ ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા. ત્યાર બાદ ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી જેમણે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો.

image source

પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે મૃતક શાલૂ ગિરીના લગ્ન થોડા સમય પહેલાં એટલે કે 26મી એપ્રિલ 2020ના રોજ બાગપતના રાહુલ ગિરી સાથે થયા હતા. શાલૂ ગિરીનું શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં શાલૂના પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

image source

તેમની માતાને જ્યારે શાલૂની આત્મહત્યાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેના માટે કૌટુંબિક ક્લેશને જવાબદાર ગણાવ્યો. જોકે ઘટના સ્થળેથી મળી આવેલી સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે વિષે કોઈ જ જાણકારી મળી શકી નથી. માટે આત્મહત્યાનું ચોક્કસ કારણ પણ હાલ જાણવામાં નથી આવ્યું. આ ઉપરાંત કેટલીક બીજી નોંધ પણ મળી આવી હતી તેણીના ઓરડામાંથી જે ઇશારો કરી રહી છે કે તેણીની આત્મહત્યા પાછળ કોઈ જ જવાબદાર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ