જો એકવાર વાંચી લો આ ટિપ્સ, તો નહિં થાય લગ્નના ખર્ચનુ કોઇ ટેન્શન…

લગ્નના ખર્ચનું વિચારી ન વધારે બીપી, આ ટીપ્સ ફોલો કરી અટકાવો વધારાનો ખર્ચ

image source

ઘરમાં લગ્ન આવવાના હોય ત્યારે તેમાં હજારો તૈયારી કરવાની હોય છે. મહિનાઓ પહેલાથી તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જો કે આજકાલ થીમ બેઝ મેરેજ કરવાનો ટ્રેંડ વધ્યો છે જેના કારણે લગ્નનો ખર્ચો વ્યક્તિને કરજદાર બનાવી દે છે.

જીવનભર મહેનત કરી કમાયેલી મૂડી લગ્નમાં વપરાય જાય છે. ઉપરાંત અન્ય ખર્ચ એવા આવી જાય છે કે તેના માટે ઉધારી કરવી પડે છે. તેવામાં જો સમજદારી અને પ્લાનિંગથી લગ્ન કરવામાં આવે તો ધામધૂમથી લગ્ન પણ થઈ શકે અને તેનાથી ખર્ચો વધતો પણ નથી.

image source

તો ચાલો તમે પણ જાણી લો કે કેવી રીતે લગ્નમાં થતા વધારાના ખર્ચને અટકાવી બચત કરી શકાય.

વેડિંગ હોલનું બુકિંગ

image source

શિયાળામાં લગ્ન હોય તો મોટાભાગના લોકો હોલમાં લગ્ન રાખવાનો આગ્રહ રાખે છે. પરંતુ લગ્નના થોડા દિવસો અગાઉ જો હોલ બુક કરાવવા જઈએ તો વધારે ભાડું આપવું પડે છે.

તેવામાં જ્યારે લગ્નની તારીખ નક્કી થઈ જાય ત્યારે જ એટલે કે લગ્નસરા શરૂ થાય તે પહેલા જ હોલ પસંદ કરી તેને બુક કરાવી દો. આમ કરવાથી ભાડુ પણ ઓછું ચુકવવું પડશે અને છેલ્લી ઘડીએ હોલ માટે દોડધામ થશે નહીં.

લગ્નના કપડાની ખરીદી ટાળો

image source

દરેક વર અને કન્યા ઈચ્છે છે કે તેમના આઉટફીટ સૌથી અલગ અને ખાસ હોય. તેથી કપડા પર વિચાર્યા વિના જ લોકો ખર્ચ કરી દેતા હોય છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ કપડા લગ્ન પછી કબાટની શોભા વધારે છે.

ત્યારે આ કપડા પર કરેલા ખર્ચ વિશે વિચારી અફસોસ કરવો પડે છે. આવો અફસોસ ન કરવો હોય તો લગ્ન માટે ચણીયા ચોલી, ભારે સાડી કે શેરવાની ખરીદવાનું ટાળો અને લગ્ન માટેના સ્પેશિયલ ડિઝાઈનર કલેકશનમાંથી તેને ભાડે લેવાનો આગ્રહ રાખો.

જ્વેલરીની ખરીદી ન કરો

image source

કપડા સાથે મોંઘી જ્વેલરી પણ લેવાનું ટાળવું. લગ્ન માટે એવી આર્ટિફિશિયલ જ્વૈલરી મળે છે જે એકદમ અસલી જેવી જ દેખાય છે. તેથી સોના કે અન્ય મોંઘી જ્વેલરી ખરીદવા કરતાં તેને પણ ભાડે લાવી એકવાર પહેરી પરત કરી દો.

વેડિંગ પ્લાનર

image source

લગ્ન માટે ડેકોરેશન, કેટરિંગ, લોકેશન અને ડીજે માટે વેડિંગ પ્લાનર સાથે વાત કરી લો. વેડિંગ પ્લાનર તમારા બજેટમાં અનુકુળ વ્યવસ્થાઓ ગોઠવી આપશે.

મેકઅપ કીટ રાખો પોતાની

image source

મેકઅપ કરવા માટે આર્ટિસ્ટને બોલાવવા માટે ખર્ચ કરો. પરંતુ તેના મેકઅપને બદલે પોતાની મેકઅપ કીટનો ઉપયોદ કરો. કારણ કે કેટલાક આર્ટિસ્ટ ખાસ મેકઅપનું કહી બમણો ચાર્જ વસુલ કરતાં હોય છે. મેકઅપનો સામાન તમારો હશે તો તેને ઓછી કીમત ચુકવવી પડશે.

ભોજન વ્યવસ્થા

image source

લગ્ન શિયાળામાં હોય તે ભોજન વ્યવસ્થામાંથી એ તમામ વસ્તુઓ દૂર કરી દો જેની જરૂર ન હોય. કોકટેલ, આઈસક્રીમ જેવી વસ્તુઓ શિયાળામાં મેનૂમાં નહીં હોય તો ખર્ચ અને બગાડ બને ઘટશે.

ડિજિટલ કાર્ડ

image source

લગ્ન માટે મોંઘી કંકોત્રી કે કાર્ડ તૈયાર કરાવવાની ઘેલછા ન રાખો. લગ્ન માટે ડિજિટલ કાર્ડ બનાવડાવો અને સ્નેહીજનોને મોકલો. જો કાર્ડ છપાવવા જ હોય તો ખાસ મહેમાનો પુરતાં જ છપાવવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ