કોરોનાના ભય વચ્ચે થયેલા આ લગ્નની જાણ ગામના લોકોને પણ ન થઇ શકી…

લોકડાઉન દરમિયાન થયા નિકાહ, અત્તરના સ્થાને સેનીટાઈઝર છાંટવામાં આવ્યું

સારણ : કોરોનાના ભય અને દેશમાં લદાયેલા લોકડાઉનને કારણે સારણની સીમાથી જોડાયેલા ગ્યાસપુર (સીવાન જીલ્લામાં) ગામમાં એક નિકાહ પૂર્ણ થયો જે સામાન્ય લગ્ન કરતા ઘણો અલગ હતો. આ નિકાહમાં માત્ર ૪ જાનૈયા હતા.

image source

સોશિયલ ડીસ્ટન્સિંગ અને સેનીટાઈજીંગનું પણ આ લગ્નમાં પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સારણ જીલ્લાના હંસરાજપુર ટોળા ગોપલીના રહેવાસી આસિફ સુહૈલના નિકાહ સીવાન જીલ્લાના ગ્યાસપુર ગામની ગુલફ્શા સિદ્દીકી સાથે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરીને પૂર્ણ થયા હતા.

નિકાહમાં વર-વધુ સાથે મૌલવી અને ૩ જાનૈયાએ પણ માસ્ક લગાડેલા હતા. લોકડાઉનમાં આ વિશેષ નિકાહને મૌલવીએ લગભગ દોઢ કલાકમાં પૂર્ણ કરાવ્યો હતો. જાનૈયાઓના સ્વાગત માટે અત્તર નહી પણ સેનીટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

image source

જાનમાં અંતરની જગ્યાએ જાનૈયાઓ પર કાયદેસર રીતે સેનીટાઈઝર છાંટવામાં આવ્યું હતું. માત્ર ૪ જ જણા હતા એટલે સેનીટાઈજિંગની પ્રક્રિયામાં વધુ સમય ન લાગ્યો. સેનીટાઈજિંગ પછી આગળની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.

દરવાજા પર જાન આવતા જ દુલ્હા ઉપર ફૂલોનો વરસાદ નોહતો થયો. અહી વધુ પક્ષ હાથમાં સાબુ લઈને ઉભો હતો. વધુના પિતાએ પહેલા વરના હાથ ધોવડાવ્યા. ત્યારબાદ કોરોનાને કારણે સતર્કતા રાખીને બધી જ રસમો પૂર્ણ કરાવવામાં આવી.

image source

કોરોનાના ભય વચ્ચે થયેલ આ લગ્નની જાણ ગામના લોકોને પણ ન થઇ શકી.

કહેવામાં આવી રહ્યું છેકે સારણના અહમદ અલીએ એમના દીકરાના નિકાહ કોરોના મહામારી પહેલા જ નક્કી કરેલા હતા. પણ જાનને જવાનું હતું બાજુના જીલ્લા સીવાનમાં. એટલે એમને જીલ્લા પ્રસાશન પાસે એ અતે મંજુરી માંગી. નિકાહના દિવસે એટલે કે ૧૯ એપ્રિલના દિવસે જાન લઇ જવા માટે જીલ્લા પ્રસાશન દ્વારા માત્ર બે ગાડી સારણ લઇ જવાની મંજુરી મળી. ત્યારબાદ એક ડીઝાઈનર ગાડી અને એક બોલેરોને સજાવવામાં આવી.

image source

આ ગાડીઓમાં વર આસિફ સુહૈલ, વરના પિતા અહમદ અલી, વરનો નાનો ભાઈ સૈફ રાજા અને જીજાજી પપ્પુ અહેમદ એમ માત્ર ચાર જણા જાનૈયા બનીને ગયા. જીલ્લા પ્રસાશનની મંજુરી દ્વારા સંપન્ન થયેલા આ નિકાહમાં વર પક્ષમાંથી માત્ર ૪ જાનૈયા અને વધુ પક્ષમાંથી પરીવારના કેટલાક ગણ્યા ગાંઠયા લોકો જ જોડાયા હતા. અહી પણ વરને સહેરાના અંદર માસ્ક લગાવવું પડ્યું હતું અને ધર્મગુરુએ પણ સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યું હતું. હવે આ વિશેષ લગ્નની ચર્ચાઓ સારણ અને સીવાન બંને જિલ્લાઓમાં થઇ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ