લગ્નસરામાં લોકો માટે ખુશખબર, સોનાનાં ભાવ ઘટતા વધી માગ, આજનો લેટેસ્ટ ભાવ જાણીને તમે પણ ઉપડી જશો લેવા

કોરોના વાયરસની રસીને લઈ સતત આવી રહેલા સારા સમાચારના કારણે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48,185 પર આવી ગયો છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 60 હજાર રૂપિયા થઈ ગયો છે.

image source

વેપારીઓએ જણાવ્યું હતું કે સોનાના ભાવ ઓગસ્ટના રેકોર્ડ બ્રેક હાઇથી નોંધપાત્ર રીતે ઘટી રહ્યા ગયા છે. ગુરુવારે એમસીએક્સ પર સોનું પ્રતિ દસ ગ્રામ 48,600 રૂપિયા પર નોંધાયું હતું. જણાવી દઈએ કે ગત 7 ઓગસ્ટના રોજ સોનાનો ભાવ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. લગભગ ચાર મહિનાના ઝડપી ઉછાળા પછી સોનાની કિંમત નીચે આવી રહી છે.

image source

સોનાના ભાવ ઘટવાના કારણે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં સોનાની માંગમાં ફરીથી વધારો થયો છે. તેવામાં વળી હાલ લગ્નસરા શરુ થઈ હોય તેના માટે સોનાની ખરીદી પણ કરવામાં આવી રહી છે. સોનાના ભાવ વધ્યા બાદ સોની બજારમાંથી ગાયબ થયેલા ગ્રાહકોની સંખ્યામાં હવે નોંધપાત્ર વધારો થયો.

image source

વેપારીઓનો આ ખરીદીને જોઈને અંદાજ છે કે જો સોનાના ભાવમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થયો તો ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધી શકે છે. ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે હાલ માંગ વધી રહી છે. કિંમતોમાં ઘટાડાના કારણે ગ્રાહકોને ખરીદીમાં રસ વધ્યો છે. અર્થવ્યવસ્થા પણ ખુલી રહી છે જેના કારણે લોકો ફરીવાર સોનાને લાંબા ગાળાના રોકાણ તરીકે પસંદ કરી રહ્યા છે.

શા માટે ઘટી રહ્યા છે ભાવ ?

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર કોરોનાની વેકસીન પર આવતી ખબરોના કારણે દુનિયાભરમાં આર્થિક રિકવરીને ગતિ મળી રહી છે જેના કારણે ગોલ્ડને લઈને સેફ ઈન્વેસ્ટમેંટની ડિમાંડ ઘટી છે. આ ખબરોના કારણે સોનાની સુરક્ષિત રોકાણની માંગ ઘટી છે.

image source

શુક્રવારના ભાવ પર નજર કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 48,142 રૂપિયા પર આવ્યો હતો. આ પહેલા ગુરુવારે ભાવ 48185 પર બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ શુક્રવારે 1810 ડોલર પ્રતિ ઔંસ પર આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ