લગ્ન સમયે કરવામાં આવતી વિધી પાછળ છે અનેક વૈજ્ઞાનિક મહત્વ, પાયલ કેમ પહેરવામાં આવે છે વાંચો…

ભારતીય લગ્નોમાં અનેક પ્રકારની વિધી થતી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ, જો લગ્નમાં કરવામાં આવતી વિધીની વાત કરીએ તો તેમાં મહેંદીથી લઇને ફેરા સુધીની તમામ અલગ-અલગ પ્રકારની વિધી થતી હોય છે. લગ્નમાં થતી દરેક વિધીનું એક અલગ જ મહત્વ રહેલુ હોય છે જે વાતથી અનેક લોકો અજાણ હોય છે. તો આજે અમે તમને જણાવી દઇએ કે, લગ્નમાં જે પ્રકારે અનેક વિધી કરવામાં આવે છે તે શોખ તો હોય જ છે પણ સાથે-સાથે તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. તો આજે જાણી લો તમે પણ લગ્ન સમયે કરવામાં આવતી વિધી પાછળ શું હોય છે વૈજ્ઞાનિક મહત્વ…

મહેંદી મુકવીલગ્ન પહેલા છોકરીઓના હાથમાં મહેંદી મુકવામાં આવતી હોય છે. આ મહેંદી મુકવા પાછળનુ કારણ એ હોય છે કે, મહેંદીમાં એન્ટી સેપ્ટિક ગુણો હોય છે જે સ્ટ્રેસ લેવલ ઓછુ કરે છે, માથુ દુખવુ તેમજ તાવ જેવી અનેક સમસ્યાઓમાંથી બચાવે છે. આ સાથે જ મહેંદીમાં એન્ટી સેપ્ટિક ગુણ હોવાથી તે વાયરલ અને ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે.

પીઠી ચોળવીપીઠી ખરેખર તો એક પ્રકારનું ઉબટણ છે જેના લીધે રંગ નિખરે છે અને ત્વચા વધારે કોમળ બને છે. પીઠી ચોળવાથી શરીર સ્વસ્થ બને છે, થાક દૂર થાય છે, લોહીનું પરિભ્રમણ વધારેસારી રીતે થાય છે. જોકે લગ્નના પંદર-વીસ દિવસ પહેલાંથી જો આ ઉબટણનો ઉપયોગકરવામાં આવે તો લગ્નના દિવસે વર અને કન્યા બંનેના તન નિખરી ઊઠે છે.

બંગડી પહેરવી
લગ્ન સમયે દુલ્હનના હાથમાં બંગડી પહેરાવવામાં આવે છે. આમ, હાથમાં બંગડી કે ચુડા પહેરવાથી જે ઘર્ષણ થાય છે તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

સિંદૂર લગાવવુંદરેક પરિણિત સ્ત્રીના સેંથામાં તમને સિંદૂર જોવા મળશે જ. તેની સાથે જોડાયેલી માન્યતા એ છે કે તેનાથી પતિની ઉંમર લાંબી થાય છે. વૈજ્ઞાનિક રીતે સિંદૂરમાં જે પદાર્થોનું મિશ્રણ હોય છે તે વ્યક્તિના બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે અને સ્ટ્રેસ લેવલને પણ ઓછુ કરે છે.

પગમાં પાયલ પહેરવીસારા સ્વાસ્થ્ય માટે પાયલ પહેરવી ખૂબ જ ફાયદાકારક છે. સોના અથવા ચાંદીની પાયલ પહેરવાથી મનોબળ મજબૂત થાય છે. આ સાથે પાયલની ધાતુના તત્વ શરીરની અંદરજઇને હાડકાં મજબૂત કરવાનુ કામ પણ કરે છે.

અગ્નિના ફેરા ફરવાલગ્ન સમયે દરેક કપલ માટે અગ્નિના ફેરા ફરવાનું ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. અગ્નિને પવિત્ર માનવામાં આવે છે, જેની ચારે બાજુ ફેરા લઇને વર-વધૂ એકબીજા સાથે સાથ નિભાવવાનું વચન લે છે. અગ્નિના ફેરા પાછળનુ વૈજ્ઞાનિક કારણ જાણીને તમને નવાઇ લાગશે કે, જ્યારે તમે અગ્નિના ફેરા ફરો છો ત્યારે તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને તે નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ફેલાવે છે. આ સાથે જ્યારે તમે અગ્નિના ફેરા ફરો છો ત્યારે તમારી આંખોની રોશની પણ તેજ થાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી